________________
૩૮૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત શ્રાવક કવિ ઋષભદાસ હરિયાળી માટે જાણીતા છે. એમના અન્ય રાસોમાં પણ યત્ર-તત્ર હરિયાળી જોવા મળે છે જે એમની તીવ્ર પ્રજ્ઞાનો પરિચય કરાવે છે. એ સમયનો જનસમૂહ પણ એવો બુદ્ધિશાળી-મેધાવી હશે જે કવિને કાવ્ય-ચાતુર્ય કરવા પ્રેરતો હશે.
અહીં પણ કવિએ સરસ્વતી દેવીને પોતાના મુખમાં વસવાનું આમંત્રણ આપ્યું છે પછી તેનો પિતા કોણ છે... ના પ્રશ્નો દ્વારા કોયડો પૂછયો છે. (૨) વાણી વાહન કવણ આહાર, તાસ પીતા કુણ હોય,
તાસ સુતા સ્વામી ભલઓ, તેહનો શાલક જોય. (૩) તેહનું વાહણ કવણ છઈ, તા વાહન જગી જેહ,
તે લંછણ નર જેહનિ, શું સમરૂ નિત્ય તેહ.
જેનો ભાવાર્થ આ પ્રમાણે છે. સરસ્વતી બ્રહ્માની પુત્રી છે, એમ કહેવાય છે કે બ્રહ્માની પુત્રી સરસ્વતી પર બ્રહ્માની કુદષ્ટિ થવાથી, તેણી તેની પત્ની તરીકે પણ ગણાય છે. જેથી એ તેની પુત્રી છે સાથે સાથે પત્ની પણ છે. બ્રહ્મા સમગ્ર સૃષ્ટિનો. સર્જનહાર ગણાય છે માટે શંકર પણ તેનું જ સર્જન ગણાય છે. તેથી સરસ્વતીનો ભાઈ અને બ્રહ્માનો અપેક્ષાથી શાળો થયો અને તેનું વાહન નંદી જે વૃષભ ગણાય છે જે પ્રથમ તીર્થકર ઋષભદેવ સ્વામીનું લાંછન છે. માટે ઋષભદેવ સ્વામીને વંદન કરું છું. (૨) બીજી રીતે ભાવાર્થ એમ પણ થાય છે કે વાણીનું વાહન સ્વર છે. સ્વર સાત. છે એમાં એક સ્વર ઋષભ છે જે ઋષભદેવનું લાંછન છે. (૩) વાણીને વહન કરનાર વિચાર છે તેનો આધાર સ્વર છે. સ્વરનો પિતા પુરૂષ છે તેની સુતા પુત્રી સરસ્વતી છે. સ્વર સાત છે. એમાં એક ઋષભ છે જે ઋષભદેવ સ્વામીનું લાંછન છે. આ રીતે આ રાસમાં એક માત્ર હરિયાળી રજૂ થઈ છે.
નવરસ પ્રસ્તુત કૃતિમાં રસ વૈવિધ્ય - રસ ભારતીય કાવ્યશાસ્ત્રનો મૂળ આધાર છે. રસ નિષ્પત્તિના વિભિન્ન મતો છે. એના પ્રથમ વ્યાખ્યાતા છે ભરત મુનિ. એમનું સૂત્ર છે “વિમવિનિમવમવરિયો દ્રિનષ્પતિઃ' અર્થાત્ નિભાવ, અનુભાવ અને વ્યભિયારી (સંચારી) ભાવોના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. રસના મુખ્ય નવા પ્રકાર છે. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર - ઘસીલાલજી મહારાજ સાહેબ સૂત્ર - ૧૬૯ પૃ. ૮૨૮ માં પણ નવ રસ બતાવ્યા છે.
આ એક તાત્વિક કૃતિ હોવાને કારણે તત્ત્વના નિરૂપણ દ્વારા રસનું પાન કરાવે છે. તત્ત્વનો રસ પ્રશમ કે શાંત રસ હોય છે એમાંના રહસ્યો જાણવાથી રોમાંચ, પણ થાય છે. હર્ષની, આનંદની લહર પ્રગટે છે. એમાં પ્રથમ રસની પ્રધાનતા હોવા છતાં ક્યાંક અદ્ભુત કે બીભત્સ રસ પણ જોવા મળે છે. જેમ કે અભુત રસ - દેવના