SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૮૫ મુજબ છે. જેન ગૂર્જર કવિઓ (ભાગ-૮)ના આધારે લખી છે. ઢાલ-૧ પ્રણમી તુહ્મ સીમંધરૂજી પરજીઓ (સકલચંદ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્તવન ૧૬, સં. ૧૬૫૦ આસ.) (પૃ. ૧૫૦) ઢાલ-૨ પાટ કુસુમ જિનપૂજ પરૂપઈ-આસાઉરી-(ઋષભદાસકૃત ક્ષેત્રપ્રકાશ રાસ | (સં. ૧૬૭૮) તથા કુમારપાલ રાસ) (સં. ૧૬૭૦) (પૃ. ૧૬૧) ઢાલ-૩ એણી પરિ રાજય કરંતા રે-ગોડી, (ઋષભદાસકૃત કુમારપાલ રાસ સં. ૧૬૭૦ - મૃ. ૩૮) ઢાલ-૪ તે ચઢીઓ ઘણ માન ગજે-ધન્યાશ્રી (લાવણ્યસમયકૃત વચ્છરાજ રાસ સં. ૧૫૭૦) (પૃ. ૧૧૩) ઢાલ-૫ બંધવ જઈ લાવું પાણી ઢાલ- ચંદ્રાયણિનો અઘોર પાપ તણા અધિકારી (ઋષભદાસકૃત ભરતરાસાદિમાં પૃ. ૭૭) ઢાલ-૭ ભાદરવ ભંશમ ચાણી રાગ-શામેરી (ભાવે ભેંશમાચાણી) (ઋષભદાસકૃત ભરતરાસ સં. ૧૬૭૮, કુમારપાળરાસ સં. ૧૬૧૨ પૃ. ૧૮૧) ઢાલ-૮ ત્રપદીનો દેશી હો ભાવિકજના (ઋષભદાસની કૃતિઓમાં દા. ત. ભરતરાસ વગેરે પૃ. ૧૦૭) ઢાલ -૯ સાંસો કીધો સામલીએ - ઋષભદાસકૃત-જીવવિચાર ચોપાઈ, ભરત રાસ, ક્યવન્નાનો રાસ વગેરે (પૃ. ૨૭૬) ઢાલ-૧૦ એણી પરિ રાજય કરંતા રે -ઢાલ-૩માં એ જ છે. ઢાલ-૧૧ એણી પરિ રાજય કરતા રે- ઢાલ-૩માં એ જ છે. આમ -એણી પરિ ત્રણ ઢાલમાં છે બાકીની ઢાલની અલગ દેશી લેતાં નવ દેશીઓ છે. હરિયાળી - એ જૂની ગુજરાતી ભાષામાં ખેડાયેલો એક કાવ્યપ્રકાર છે. કોઈક ધાર્મિક, આધ્યાત્મિક તત્ત્વ, વસ્તુ વિચારને ચમત્કારિક સમસ્યારૂપે રજૂ કરતી હરિયાળીઓ ઉચ્ચસ્તરનો બૌદ્ધિક આનંદ આપી જાય છે. - હરિયાળી સાહિત્યનો એક એવો ગંભીર સાગર છે જેમાં ડૂબકી લગાડનાર અનાયાસે અનેક અનમોલ મોતી પ્રાપ્ત કરે છે. હરિયાળીનો અર્થ છે બુદ્ધિને તીક્ષ્ણ કરવાવાળું યંત્ર, કાવ્યમય ઉખાણું. જેના પરિભાષા - હરિયાળીઃ એક એવું પદ્ય છે જે સરાસરી દૃષ્ટિથી જોવા પર વિચિત્ર અને પરસ્પર વિરોધી લાગે પરંતુ વાસ્તવિક અર્થ કાંઈક બીજો જ હોય. ગુજરાતી ભાષામાં એને વિપરીત વાણી કે અવળવાણી પણ કહે છે. અલંકાર સાહિત્યમાં એને વિપરીત અલંકાર કહેવાય છે.
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy