________________
૩૮૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત હા-ડોહા કે દોહરો - આ એક માત્રામેળ છંદ છે. તેમાં એક ગાથામાં ચાર ચરણ હોય છે અને વિષય અનુસાર દોહામાં ઓછી-વધુ ગાથાઓ હોય છે.
જીવવિચાર રાસ’માં ૧૬ દૂહા છે. પ્રથમ દૂહામાં સાત ગાથા છે. ઢાલ કે ચોપાઈ બદલે કે વિષય બદલે ત્યારે વચ્ચે દૂહા મૂકાય છે. એમાં આગળ શું વિષય હશે એનો નિર્દેશ પણ કરવામાં આવે છે. બીજા દૂહામાં બે ગાથા છે. ત્રીજા દૂહામાં એક ગાથા છે. ચોથા દૂહામાં બે ગાથા પાંચમાંથી નવમાં દૂહામાં એક એક ગાથા દશમામાં ચાર ગાથા છે. અગિયારમાં બે, બારમાથી પંદરમાં સુધી એક એક ગાથા અને સોળમા દૂહામાં ૪૭૯ થી ૫૦૨ એમ ૨૪ ગાથા છે. વાલ - એક જાતનો છંદ, ઢાળ, ગાવાની ઢબ, ગાવાની રીત ઢાલ કહેવાય છે. પ્રસ્તુત રાસમાં ૧૧ ઢાલ છે. ઢાલમાં વિષય અનુસાર ગાથાઓની સંખ્યા ઓછી-વધુ હોઈ શકે છે. અહીં દરેક ઢાલ કઈ ઢબ કે દેશી વડે ગાવાની છે એ શરૂઆતમાં આપ્યું છે. ૧૧ ઢાલમાં ૯ દેશી છે. ચોપાઈ - ચતુષ્પદી = ચાર પદ વાળી અર્થાત્ એમાં ચાર ચરણ હોય છે. આ એક સમજાતિ છંદનો પ્રકાર છે. એમાં વિવિધ રાગ અને તાલ આવી શકે. પ્રસ્તુત રાસમાં ૧૫ ચોપાઈ છે. એમાં વિષય અનુસાર ગાથાઓની સંખ્યા છે. આ એક જાતનો છંદ છે. છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ (નિયમ)થી બનેલી કવિતા. અક્ષરમેળ છંદમાં ગણ આવે છે અને માત્રામેળ છંદમાં તાલ હોય છે.
માત્રામેળ છંદમાં અક્ષર ઓછા વધુ ચાલે પણ કહેલ માત્રા પૂરી કરવાની હોય, પણ એ ગોઠવણ કાનને નઠારી ન લાગે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પાણીના રેષાની માફક વહેતી રચના હોવી જોઈએ. આંચલી - એક પ્રકારની રાગિણી. ફરી ફરીને ગવાતી ફડી, ગાયનનો વારંવાર આવતો. ભાગ, ટેક, મહોરો. આ રાસમાં માત્ર ઢાલમાં જ આચાલી છે પહલી ઢાલમાં સુણો નર. બીજી ઢાલમાં હો ભવિજન એ બે આંચલી છે એવું લખેલ છે. ૪થી, ૮મી, ૧૦મી, ૧૧મીમાં આંચકી લખેલ નથી પણ ત્યાં ટેક છે. દેશી - દેશીના ઢાલ, વલણ, ચાલ એમ જુદાં જુદાં નામ છે તે માત્રામેળ તેમ જ લોકપસંદ ગીતના ઢાળમાં જુદા જુદા રાગમાં ગવાય છે. કનકસુંદરે સં. ૧૬૯૧ માં રચેલા હરિશ્ચંદ્ર રાસને અંતે કહે છે કે
“રાગ છત્રીશે જૂજુઆ, નવિનાથ ઢાલ રસાલ, કંઠ વિના શોભે નહિ. ક્યું નાટક વિણ તાલ.
ઢાલ ચતુર! મે ચૂકને, કહેજો સઘલા ભાવ રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્ય પ્રભાવ.”
(જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ.-૩) પ્રસ્તુત રાસમાં અગિયાર ઢાલમાં કવિએ નવ દેશીઓ વાપરી છે જે નીચે