________________
૪૬૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
રાસ’માં પહેલાં લગાતાર આઠ સમય સુધી એકસો આઠથી વધારે સિદ્ધ ન થાય એમ ક્રમશઃ ઘટતા સાતથી એક સમયમાં કેટલા સિદ્ધ થાય તે બતાવ્યું છે. જઘન્ય સંખ્યા નથી બતાવી. આંતરૂં નથી.
ગણના ગુણણા દ્વાર ઃ બંનેમાં જઘન્ય એક સમયે એક સિદ્ધ, ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય એની ગણતરી છે. વિશેષમાં ‘સિદ્ધ પંચાશિકા'માં ઋષભદેવના નિર્વાણ સમયે અભિજિત નક્ષત્રમાં એક સમયે એકસો આઠ (૧૦૮) સિદ્ધ થયા પછી, ૧૦,૦૦૦ સાધુઓ ૧૦૮માંથી ઊણા એ જ નક્ષત્રમાં સાન્તર-ઘણા સમય સુધીમાં મોક્ષે ગયા એવું વસુદેવહીંડીના આધારે લખ્યું છે. જેનો કોઈ નિર્દેશ ‘જીવવિચાર રાસ’માં નથી. આંતરૂં નથી. એક કે અનેક સિદ્ધ થાય તેનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાતા હજાર વર્ષનું છે એવું સિદ્ધ પંચાશિકામાં બતાવ્યું છે.
અલ્પબહુત્વદ્વાર ઃ સિદ્ધ પંચાશિકામાં તથા જીવવિચારમાં સરખું જ વર્ણન છે. બંનેમા આંતરૂં નથી.
આમ, સમગ્રત ઃ જોતાં શ્રાવક કવિ ઋષભદાસ સિદ્ધપંચાશિકાને અનુસર્યા હોવા છતાં એના સત્પ્રરૂપણાદિ આઠ દ્વારમાંથી માત્ર બે જ દ્વારનું વર્ણન કર્યું છે. એમાં ઘણી ખરી સમાનતા છે. છતાં ક્યાંક ક્યાંક અલગ પણ પડ્યા છે. કોઈક બાબતમાં આગમને પણ અનુસર્યા છે તેથી પણ અલગ પડયા છે. કોઈ બાબત ચૂકાઈ ગઈ પણ છે. તો પણ જેટલું લીધું છે એમાં ઘણું ખરૂં સમાન છે. શ્રી પન્નવણા સૂત્રના ત્રીજા અલ્પબહુત્વ પદની તુલના અલ્પબહુત્વ એટલે થોડા જીવોથી લઈને ઘણાં જીવો જ્યાં હોય એ પ્રમાણે સરખામણી કરવી તે.
ચોથા ઉપાંગ શ્રી પન્નવણા સૂત્રમાં ત્રીજા પદમાં દિશા, ગતિ, ઈન્દ્રિય આદિ સત્યાવીશ દ્વારો વડે જીવોનો અલ્પબહુત્વ બતાવ્યો છે. તેમાંથી કવિએ માત્ર અહીં કેટલાક બોલના અલ્પબહુત્વ પ્રરૂપ્યા છે. દિશા સંબંધીનો અલ્પબહુત્વ ૪૨૬મી ગાથાથી ૪૫૬મી ગાથા સુધી પ્રરૂપ્યો છે.
પન્નવણા અનુસાર ચારે દિશામાંથી સૌથી ઓછા જીવો પશ્ચિમ દિશામાં છે, તેનાથી પૂર્વમાં વિશેષાધિક છે, તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે અને તેનાથી ઉત્તર દિશામાં સૌથી વિશેષાધિક. એવા પત્રવણાના મૂળ પાઠને અનુસરીને કરવામાં આવ્યો છે. અહીં પૂર્વ પશ્ચિમ આદિ ક્ષેત્ર દિશા અનુસાર ચાર દિશાની વાત કરી છે. આ અલ્પબહુત્વ બાદર જીવોની અપેક્ષાએ સમજવાનો છે. સૂક્ષ્મ જીવો આખા લોકમાં વ્યાપ્ત હોવાને કારણે પ્રાયઃ બધા સ્થળે સરખા છે. બાદર જીવોમાં પણ વનસ્પતિકાય જીવો સર્વથી વધારે છે કારણ કે તે જીવો હંમેશાં અનંતની સંખ્યામાં જ હોય છે. તેથી જ્યાં વનસ્પતિકાયના જીવો હોય ત્યાં ઘણાં જીવ હોય, જ્યાં અલ્પ વનસ્પતિકાય હોય ત્યાં અલ્પ જીવો હોય. વળી જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિના જીવો બહુ હોય