________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૬૭ ચારિત્ર ભારત અને ઇરવતમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં જ હોય છે.
જીવવિચાર રાસ’માં માત્ર એક યથાખ્યાત ચારિત્રની જ પ્રરૂપણા છે. બાકીનું કોઈ નિરૂપણ નથી.
બુદ્ધ દ્વાર - સિદ્ધ પંચાશિકામાં - બુદ્ધબોધિ સ્ત્રી-૨૦, બુદ્ધીબોધિ તીર્થકરી કે સમાન્ય સ્ત્રીથી પ્રતિબોધ પામનાર) બોધિ - સ્ત્રી, પુરૂષ કે નપુંસક પૃથક ૨૦, બુદ્ધ બોધિતા પુરૂષ ૧૦૮, સ્ત્રી-૨૦, નપુંસક-૧૦ પ્રત્યેક બુદ્ધ-૧૦ અને સ્વયંબુદ્ધનો કોઈ ઉલ્લેખ નથી (સત્ય પ્રરૂપણમાં બુધ્ધ દ્વારમાં એનો ઉલ્લેખ વિશેષતા સહ છે.)
આંતરૂં - બુદ્ધ બોધિત - પુરૂષનું એક વર્ષ ઝાઝેરું, સ્વયંબુદ્ધનું પૃથફત્વ હજારપૂર્વનું, બાકીનાનું સંખ્યાતા હજાર વર્ષનું.
જીવવિચાર રાસ’માં પ્રત્યેક, બુદ્ધ-૧૦, સ્વયંબુદ્ધ-૪, બુદ્ધબોહી સ્ત્રી-૨૦, બુધબોધિ જીવ-૪૦, એટલા જ બોલ આપ્યા છે. બાકીના બોલ નથી આપ્યા. તેમજ બુદ્ધબોહી ૧૦૮ સિદ્ધ થાય તે અહીં ૪૦ છે. આંતરૂં બુદ્ધબોહી પુરૂષનું આંતરૂં એક વર્ષ ઝાઝેરું, પ્રત્યેબુદ્ધ, પ્રત્યેક બુદ્ધબોહી નારીનું એક હજાર વર્ષનું અને સ્વયંબુદ્ધનું નવ હજાર પૂર્વનું આંતરૂં બતાવ્યું છે. સિદ્ધ પંચાશિકા જેમાં સ્વયંબુદ્ધનું પૃથકત્વ હજાર પૂર્વનું અને પ્રત્યેકબુદ્ધ ને બાકીનાતું સંખ્યાતા હજાર વર્ષનું છે.
જ્ઞાન દ્વારઃ બંનેની દ્રવ્ય પ્રમાણની પ્રરૂપણ અને આંતરાની પ્રરૂપણ સમાન છે.
અવગાહનાદ્વાર સિદ્ધપંચાશિકામાં ઉત્કૃષ્ટ અવગાહના પ૨૫ ધનુષ્યની બતાવી છે. અને યવ મધ્યમાં ૨૬૨II ધનુષ્યની બતાવી છે. તે સિવાયનું બધું બરાબર છે. ‘જીવવિચાર રાસ’ માં ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્યની (આગમમાં પન્નવણાપદ-૨૦, ઉત્તરા.માં આ પ્રમાણે છે.) છે. મધ્યમમાં કાંઈ નથી દર્શાવ્યું. આંતરૂં થવા મધ્યમ અવગાહનાવાળાનું એક વર્ષ ઝાઝેરું. બાકીના બંનેનું અસંખ્યાંતાકાળનું છે ‘સિદ્ધ પંચાશિકા’માં પણ મધ્યમ અવગાહનાવાળાનું એક વર્ષ ઝાઝેરું છે. પણ બાકીના બંને માટે શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશોને અપહરતા જેટલો સમય લાગે એટલા કાળનું છે. ત્યાં એમ કહ્યું છે કે ૧૪ રજુવાળા લોકને સાત ઘન રજુ પ્રમાણે કલ્પીને એની લાંબામાં લાંબી શ્રેણી-પ્રતર, વર્ગ એવા લક્ષણવાળી શ્રેણીના અસંખ્યાતા ભાગમાં રહેલા પ્રદેશોને અપહરતા જેટલો કાળ લાગે જે જીવવિચાર રાસ’માં નથી. ઉત્કર્ષ દ્વારઃ બંનેના સરખા છે.
અંતર દ્વાર ઃ સરખા છે. બંનેના દ્રવ્ય પ્રમાણ સરખા છે સિદ્ધ પંચાશિકામાં આંતરામાં સાન્તર સિદ્ધ થાય એમ લખ્યું છે “જીવવિચાર રાસ’માં આંતરૂં નથી બતાવ્યું.
અનુશમય દ્વારઃ “સિદ્ધ પંચાશિકા'માં લગાતાર કેટલાક સમય સિદ્ધ પછી અંતર પડે. તેમાં પ્રથમ એક સમયે જઘન્ય ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ થાય એ બતાવ્યું છે. ક્રમશઃ આઠ સમય સુધીના જઘન્ય-ઉત્કૃષ્ટ સિદ્ધની સંખ્યા બતાવી છે જયારે ‘જીવવિચાર