________________
૪૬૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પ્રરૂપણ કરીને એના સિવાયના મોક્ષે ન જાય એમ પણ પ્રરૂપ્યું છે. આંતરૂં બધાનું પ્રરૂપ્યું છે.
જીવવિચારમાં જેમાંથી નીકળેલા મોક્ષે જાય એ દર્શાવ્યું છે પણ બાકીના ન જાય એવો ઉલ્લેખ નથી. તેમ જ આંતરામાં પૃથ્વી, પાણી વનસ્પતિનો આંતરો નથી જે સિદ્ધ પંચાશિકામાં છે. તેમ જ સૌધર્મ, ઈશાન પહેલી, બીજી નરકના નીકળ્યા. સ્વયં કે ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય તો તેનો આંતરો સંખ્યાતા હજાર વર્ષનો છે આ વર્ણન જીવવિચાર રાસમાં નથી. જીવવિચારમાં પૃથ્વી-પાણી-વનસ્પતિ ત્રણેયના મળીને દશ સિદ્ધ થાય એમ બતાવ્યું છે. જે સિદ્ધ પંચાશિકામાં નથી. •
વેદ દ્વારઃ બંનેમાં સરખો છે. પણ જીવવિચારમાં વૈમાનિકના આવ્યા પુરૂષવેદવાળા , ૧૦૮ સિદ્ધ થાય એમ ભાખ્યું છે પણ સિદ્ધપંચાશિકામાં એમ નથી. એટલે તિર્યંચમનુષ્યના પુરૂષવેદવાળા પણ સમજવાના.
આંતરૂં - ‘સિદ્ધ પંચાશિકા'માં ત્રણે વેદ અને ત્રણે વેદથી ઉદ્ભવતા નવ ભાંગાનું આંતરૂં બતાવ્યું છે. જે જીવવિચાર રાસ’માં નથી બતાવ્યું. ત્યાં માત્ર ત્રણ વેદ આશ્રી જ આંતરૂં બતાવ્યું છે. નવ ભંગમાંથી આઠ ભંગનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું છે. પ્રથમ ભંગ પુરૂષવેદનો નીકળેલો પુરૂષવેદી થાય તેનું આંતરૂં એક વર્ષ સાધિક છે. | તીર્થ દ્વારઃ ‘સિદ્ધ પંચાશિકા’માં તીર્થ દ્વારમાં તીર્થકર, તીર્થંકરી, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધબોહી એ પાંચમાંથી કેટલા સિદ્ધ થાય તે બતાવ્યું છે. આંતરું પણ એ બધાનું છે. પણ તીર્થકરી સિવાય બધાને પુરૂષવેદી માનવાના છે. જીવવિચાર રાસમાં માત્ર તીર્થંકર અને તીર્થકરીની જ પ્રરૂપણા છે. બીજી કોઈ પરૂપણા નથી. સિદ્ધ પંચાશિકા પ્રમાણે પ્રત્યેકબુદ્ધ ૧૦, સ્વયંબુદ્ધ - ૪, અને બુદ્ધબોહી ૧૦૮ સિદ્ધ થાય અને આંતરૂં પ્રત્યેકબુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું પડી શકે તીર્થકરનું નવ હજાર પૂર્વનું, તીર્થકરીનું અનંત કાળનું પડે. બાકીનાનું એક વર્ષ ઝાઝેરું.
લિંગ દ્વારઃ બંનેમાં દ્રવ્ય પ્રમાણ સરખું છે પણ આંતરામાં સિદ્ધ પંચાશિકામાં સ્વલિંગીમાં એક વર્ષ ઝાઝેરું ગૃહસ્થ અને અન્યલિંગમાં સંખ્યાતા હજાર વર્ષનું છે. જીવવિચાર રાસમાં માત્ર સ્વલિંગીનું છે બાકીનાનું નથી.
ચારિત્ર દ્વારઃ ‘સિદ્ધ પંચાશિકા'માં ચયાખ્યાત ચારિત્રમાં જ સિદ્ધ થવાય છે છતાં તભવમાં પૂર્વાનુભૂત ચારિત્રની અપેક્ષાએ-ત્રણ-ચાર-પાંચ ચારિત્રવાળાનું દ્રવ્ય પ્રમાણ નિરૂપ્યું છે. અનુક્રમે ૧૦૮, ૧૦૮, દશ, દશ સિદ્ધ થાય. તીર્થંકર નિયમા ત્રણસામાયિક, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને જ મોક્ષે જાય.
આંતરું- ત્રણ ચારિત્રવાળાને એક વર્ષ ઝાઝેરું. ચાર કે પાંચવાળાને ભરત-ઇરવતા આશ્રી (પરિહાર વિશુદ્ધ અને છેદોપસ્થાપનીય ભરત એ ઈરવતમાં જ હોય છે.) યુગલિક કાળ અપેક્ષાએ દેશે ઉણું ૧૮ ક્રોડા ક્રોડી સાગરોપમનું પડે. ચાર અને પાંચ