________________
૨૦૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧) પોષક આત્મા (Nutritive Soul) ૨) સંવેદનાત્મક આત્મા (Sensitive Soul) ૩) બૌદ્ધિક આત્મા (Rational Soul)
એમણે પણ ઝાડપાનમાં પોષક આત્મા, પશુઓમાં પોષક અને સંવેદન આત્મા તથા મનુષ્યોમાં ત્રણે આત્માઓનો સ્વીકાર કર્યો છે. તેમના મતે આત્મા એ રૂપ છે અને શરીર તેનું ઉપાદાન છે.
આમ બંનેએ બૌદ્ધિક આત્માને મનુષ્યની લાક્ષણિકતા તરીકે ઘટાવીને તેને શ્રેષ્ઠ અને ઉચ્ચતમ સ્વરૂપે સ્વીકાર્યો છે.
એરિસ્ટોટલની માન્યતા પ્રમાણે આત્મા અને શરીર એમ બે દ્રવ્ય નથી પણ કોઈ પણ દ્રવ્યરૂપ અને ઉપાદાન બંનેનું સંયોજન છે. તદુપરાંત નિષ્ક્રિય અને સક્રિય બુદ્ધિતત્ત્વનો ભેદ પાડીને એમ દર્શાવ્યું છે કે સક્રિય બુદ્ધિતત્ત્વ (Creative intellect) દેવી છે. અને અવિનાશી, અનાદિ અનંત અને અપરિણામી છે. વ્યક્તિગત અમરતા (Personalimmortality) નો સ્વીકાર કરતા નથી. 1 ખ્રિસ્તી પરંપરાના સંત ઓગસ્ટાઈન મુજબ પોષણરૂપ, સંવેદનરૂપ અને તર્કબુદ્ધિરૂપ આત્માનું મનુષ્યમાં એકત્ત્વ સ્થપાયેલું હોય છે. ગ્રીક પરંપરાને અનુસરીને તેમણે પણ બુદ્ધિતત્ત્વને શ્રેષ્ઠ તત્ત્વ તરીકે સ્વીકાર્યું છે. પરંતુ તેમણે ધ્યાન, અપેક્ષા, સ્મૃતિ જેવા બોધાત્મક વ્યાપારો તથા સંકલ્પતત્ત્વને વધુ મહત્ત્વ આપ્યું છે. તેઓ કહે છે કે આત્મા અવકાશ (Space) માં નથી, પણ તેને થતાં અનુભવો કાળ (Time) ના પરિમાણમાં થાય છે.
આત્માની સિદ્ધિ “જો હું મારાં નિરાકરણ કરું તો પણ મારા આત્માની સત્તા અનિવાર્ય છે.”
મનુષ્ય એ કેવળ શરીર કે કેવળ આત્મા નથી, આત્મા એ સમગ્ર મનુષ્ય નથી, પણ મનુષ્યનો એ કનિષ્ઠ ભાગ છે. મનુષ્ય એટલે આત્મા અને શરીરનું સંયોજન છે પરંતુ એ સંયોજન કઈ રીતે થાય છે તે મનુષ્યની સમજણ બહાર છે. છતાં આત્માનું જ્ઞાન અંતર નિરીક્ષણથી મળે છે. આત્માને જાણવો એટલે ઈશ્વરમાંથી મળતા દિવ્ય પ્રકાશને જાણવો. દરેક વ્યક્તિને પોતાના સંકલ્પસ્વાતંત્ર્ય (Freedom of the will) ની સાક્ષાત્ અવ્યવહિત પ્રતીતિ છે.
તો વળી સંત થોમસ એકવાઈનાસના ચિંતન અનુસાર આત્મા અરૂપ છે અને શરીર તેનું ઉપાદાન છે. મનુષ્ય પોતાને જે સંવેદના થાય છે તેનું જ અવ્યવહિત જ્ઞાના ધરાવી શકે તેથી આત્મજ્ઞાન તેમની દષ્ટિએ વ્યવહિત (mediate) જ્ઞાન છે. સંતા એકવાઈનાએ પણ સક્રિય અને નિષ્ક્રિય બુદ્ધિનો ભેદ સ્વીકાર્યો છે. પરંતુ પ્રાણીઓનો આત્મા મરણશીલ છે અને મનુષ્યનો આત્મા અમર છે એમ કહે છે.
ડન્સ સ્કોટસે દર્શાવ્યું છે કે સંકલ્પતત્ત્વ (Will) એ જ આત્માનું સર્વોપરિ તત્ત્વ