________________
४८
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પાડવામાં આવે છે. લક્ષ્મણગણિ (ઇ.સ.૧૧૪૩) 3તીભત્તી « રાજ્ય કેટલાક ઊંચો તાલ આપી સામસામે તાળીઓથી રૂસે ચડ્યો રાસ લેતા હતા. એમ કહે છે. તે તાલારાસ જ છે. પુરૂષોની તાલારાસ હીંચ અને સ્ત્રીઓનો હમચી તરીકે ઓળખાય છે. ક્યારેક હીંચ હમચી સ્ત્રીઓ ને પૂરૂષો સાથે પણ લેતાં જોવામાં આવે છે. ૨) લકુટારાસ - એ જ દંડરાસ આજે જેને દાંડિયારાસ કહેવામાં આવે છે. બંનેમાં પગના ઠેકા પણ લેવામાં આવે છે.
રાસ એક નૃત્ય પ્રકાર હતો. મંદિરમાં સ્ત્રીઓ કે પુરૂષો તાળીઓ કે દાંડિયાના તાલ સાથે વર્તુલાકારે ગાન-વાદન સહિત આવો રાસ રમતા “રેવંતગિરિ રાસુમાંની. રંગિહિં એ રમઈ જો રાસ જેવી પંક્તિ તેમ જ એમાં મળતા તાલારામ અને લકુટારાસ એ બે પ્રકારના રાસના ઉલ્લેખો દર્શાવે છે કે રાસ રમાતા ખેલાતા હતા.
(ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - પૃ. ૬૪) આ પરથી કહી શકાય કે તાલા રાસ અને લકુટા રાસમાં તાળીઓનું, પગના હેકાનું અને સંગીતનું મહત્ત્વ હતું.
આ રાસ અત્યારના ગરબા ગરબીનો જ મધ્યકાલીન પૂર્વજ ગણાય.
જેન સાધુઓએ ઉલ્લેખેલા રાસ, આવા રાસ પછી નરસિંહ ઉલ્લેખે છે તેવા રાસ ને લોકગીતોના રાસડા અને પછી હાલના ગરબા ને રાસ એમ એનું સાતત્યા આજ સુધી જોઈ શકાય છે.
આમ એતિહાસિક ક્રમે વિચારતા ‘પાસ’ એ સમૂહ નૃત્યમાં ઉપયોગી કાવ્ય પ્રકાર છે જે પછીથી માત્ર ગેયકાવ્ય બની ગયું. રાસનું ગેયત્વઃ રાસ એટલે સારી રીતે ગાઈ શકાય એવી રચના. ‘યં સર્વેષ રોષ ગીય ગીતeોવિઃ' એવી હેમચન્દ્રાચાર્યની ઉક્તિ પ્રમાણે રાસામાં જુદા જુદા રાગોમાં ગાઈ શકાય એવા ખંડો આવતા, જેને ‘ભાસ,’ ‘ઠવણિ” અથવા કડવક નામથી ઓળખવામાં આવતા.
રાસાઓ માત્રામેળ છંદમાં અને દેશીઓમાં રચવામાં આવ્યા છે. ક્યારેક તો એક જ ખંડમાં એક કરતા વધુ છંદો પણ યોજાતા. દેશીઓની પણ વિવિધતા રહેતી. ક્યારેક તો એક જ ઢાલમાં બે-ત્રણ દેશીઓ યોજવામાં આવી હોય એવું બનતું. જેન ગૂર્જર કવિઓ ભા. ૮ માં ડૉ. જયંત કોઠારીએ ૨૩૨૮ નાની અને ૧૨૩ મોટી દેશીઓ પ્રચલિત હતી એવું બતાવ્યું છે જે રાસની ગેયતાને સિદ્ધ કરે છે. “ભરતેશ્વર બાહુબલિ રાસ” ની બધી જ ઠવણીઓ ગેય ગીતોમાં છે.
રાસઓમાં અમુક છંદો વિશેષ યોજાતા તેથી એ છંદો જેમાં વપરાયા હોય તે રાસક’ એવી છાપ પણ ઊભી થઈ હતી. કદાચ એમાંથી જ “સસક’ કે ‘રાસ' છંદ ઉભવ્યો હોય એ શક્ય છે.
‘વૃત્તજાતિ સમુચ્ચય'ના લેખક શ્રી વિરહાંક અડિલા - દુલ્ફ, માત્રા, રહ