________________
૪૯
જીવવિચાર રાસ એક અધ્યયન અને ઢોસા જેમાં હોય તે “રાસ’ એમ કહે છે. | ‘સ્વયંભૂછન્દાસ’ ના કર્તા સ્વયંભૂ દત્તા, ઈહણિયા, પદ્ધડિઆ જેવા છંદોવાળી રચનાને ‘રાસ’ તરીકે ઓળખાવે છે.
મધ્યકાલીન રાસાઓમાં દુહા, ચોપાઈ, સયા જેવા માત્રામેળ છંદો ઉપરાંત ઉપજાતિ, શાલ, માલિની જેવા સંસ્કૃત વૃત્તો પણ યોજાયા. સળંગ એક છંદવાળા રાસા પણ યોજાતા
‘ગુજારાતી સાહિત્યનો ઈતિહાસ” માં જણાવ્યા મુજબ -
“સળંગ એક છંદવાળા રાસોમાં શરૂઆતમાં ઉતરકાલીન અપભ્રંશમાં પ્રચલિત હતી તે ષપદી વાપરવાનું વલણ હતું. તેમાં પહેલી બે પંક્તિ સોળ માત્રાવાળી ચોપાઈની અને પછી ૧૩+૧૬ અથવા ૧૨+૧૦ ના માપની ચાર પંકિત આમ ચાર પંક્તિની કડી હોય છે. જેમ કે આસિગકૃત ‘જીવદયા રાસ' (૧૨૦૧) તથા ચંદનબાલા રાસ’ વગેરે. વળી એમાં ઠવણિ, કડવક વગેરે વિભાગ પાડયા હોય એ વિભાગની સાથે છંદ પલટાતો હોય છે. ઘણીવાર પ્રારંભે મુખડા રૂપે એક કડી હોય છે અને વિભાગોના ઉપસંહારરૂપે અથવા તો તેમને જોડનાર તરીકે જુદા છંદની એક કે વધુ કડી (ક્વચિત ‘ઘાત’ કે ‘ઘુવઉ’ એવા નામ સાથે) હોય છે. રાસ ગેય કાવ્યો હતા અને નૃત્યની સાથે ગવાતાં રાસ રમાતા’ કે ‘ખેલાતા’ આમ છતાં. આ ગાળાનાં રાસોના માત્રિક છંદોનું માપ બરાબર જળવાયું છે. પણ પછીના ગાળામાં ગેયતાનું તત્ત્વ છંદ સ્વરૂપને ઠીકઠીક વિકૃત કે છિન્નભિન્ન કરી નાખે છે.”
| (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજૂલાલ મજમુદારપૃ. ૭૧)
આમ રાસાઓનું ગેયત્વ વિવિધ છંદો અને દેશીઓથી સમૃદ્ધ હતું. નિષ્કર્ષ : આ બધાથી સિદ્ધ થાય છે કે - રાસ કે રાસાનું સ્વરૂપ સમયાનુરૂપ પરિવર્તન પામીને વિકસ્યું તેમ જ વિવિધ પ્રકારો અને અંગોથી સમૃદ્ધ થયું.
- હસ્તપ્રતોની ગૌરવગાથા. જીવ વિચાર રાસ એક અધ્યયન એ શોધ નિબંધ એક હસ્તપ્રતને આધારે કરવામાં આવ્યો છે. તેથી હસ્તપ્રતોની ગૌરવગાથા રજૂ કરૂં છું.
અનુસંધાન” અંક અઢારમાં મહાન ચિંતક કુમારપાલ ભાઈ દેસાઈ નો એક શ્રદ્ધાંજલિ લેખ સદ્ગત શ્રી હરિવલ્લભ ભાયાણી માટેના હતો.
‘સમગ્ર દેશમાં ગુજરાત વિશેષ સમૃદ્ધ છે એના હસ્તપ્રતોમાં સચવાયેલા વિપુલજ્ઞાનરાશિથી સમસ્ત દેશમાં ગુજરાત સૌથી રંક છે એણે કરેલા વિપુલ સાહિત્યસમૃદ્ધિની ઉપેક્ષાથી!! આપણ હસ્તપ્રત ભંડારોમાં પડેલી હજારો હસ્તપ્રતો અભ્યાસી સંશોધકોની રાહ જોઈને બેઠી છે. આવી હસ્તપ્રતો જ્ઞાન ભંડારની દીવાલોમાંથી બહાર આવે અને ગુજરાતનો જ્ઞાન-પ્રકાશ ગ્રંથરૂપે પ્રગટ થાય તે માટે આજીવન ચિંતા સેવનાર શ્રી હરિવલ્લભ ભાયાણીની વિદાયથી ગુજરાતમાં કોઈ રીતે