________________
૫૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ન પૂરાય તેવો શૂન્યાવકાશ સર્જાયો છે.”
- કુમારપાલ દેસાઈ (અનુસંધાન અંક ૧૮ પૃ. ૨૦૬) આ લેખે મારા ચિત્તતંત્રને હલબલાવી મૂક્યું. આવા મહાન ભેખધારીને શ્રદ્ધાંજલિ આપવા રૂપે મારે એક હસ્તપ્રતનો અભ્યાસ કરવો એવું એક વિચારબીજ પ્રગયું. એ વિચારબીજને જેન સાહિત્યના સંશોધિકા ડૉ. કલાબેન શાહે પ્રેરણાનું પાણી પાઈને ઉછેર્યું અને આજે જ્યારે હું એક હસ્તપ્રતનું સંશોધન કરી રહી છું, ત્યારે હસ્તલેખનકળા અને હસ્તપ્રતોનો સંક્ષિપ્ત ઈતિહાસ રજૂ કરું છું, જેનો પ્રારંભ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીએ પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાને પ્રથમ કળાનું જ્ઞાન આપીને કર્યો. હસ્તપ્રત એટલે હાથે બનાવેલા કાગળ પર હાથે બનાવેલી સહી માં હાથે બનેલી કલમ બોળીને અક્ષરો લખવા તે હસ્તપ્રત અથવા તો તાડપત્રા કે ભોજપત્રને લખવાયોગ્ય બનાવીને એના પર હાથથી લખવું તે.
સન્મતિપ્રકરણસૂત્ર, શ્રુતસાગર અંક અને કલ્યાણના શ્રુત વિશેષાંકને આધારે હસ્તલેખનકળા અને હસ્તપ્રતનો પરિચય આપું છું.
શ્રી રાયપાસેણિય સૂત્રમાં દેવોને વાંચવાના પુસ્તકોનું વર્ણન આવે છે. એમા લેખનોપયોગી સાધનોનો નિર્દેશ જોવા મળે છે. 'तस्स णं पोत्थरयणस्स इमेयारुवे वण्णावासे पण्णते. तं जहा रयणामयाइं पत्तगाई, रिखमईओ कंबियाओ, तवणिज्जमए दोरे, णाणामणिमए गंठी, वेरुलियमएं लिप्पासणे, રિડામણ છેતો તવાઝમ સંભા, રિમ મસી, વરામ ભેદti’ (રાજપ્રશ્નીયા સૂત્ર - પૂ. ઘાસીલાલજી મ.સા. - મૃ. પપપ)
સૂત્રકારે અહીં વર્ણવેલા બધા સાધનો સુવર્ણ-રત્ન-વજમય છે. એ વર્ણન મુજબ લેખનકળા સાથે સંબંધ ધરાવતા સાધનો પૈકી પત્ર, કંબિકા = કાંબી, દોરો, ગ્રંથિ = ગાંઠ, લિપ્યાસન = ખડિયો, છંદણ = ઢાંકણું તેની સાંકળ, મસી = શાહી અને લેખણી - લેખની = કલમ.
આ સૂત્રથી સાધનોની ચાર બાબત સામે આવે છે. ૧) જેના પર લખાણ લખાય છે તેનું વર્ણન. ૨) લખવા માટે વપરાતા સાધનોનું વર્ણન ૩) જેનાથી લખાણ થાય છે તે શાહીનું વર્ણન અને ૪) તેની સાચવણીનું વર્ણન. પ્રથમ મહત્ત્વનું સાધન હોય તો એ છે પત્તીરાડું ૨) પત્તારૂં - પતા, પાંદડા કે પત્રકો જે આજે પાના કે પૃષ્ઠથી ઓળખાય છે. “આ દેશના આદ્ય સાહિત્યકારો અને લેખકો સામે જે જે વસ્તુઓ હતી તેમાં વૃક્ષો મુખ્ય હતાં એઓએ લખવાની પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાનો ઉપયોગ પહેલો કર્યો. તદુપરાંત પોતાના લેખ્ય અંશોના ભિન્ન ભિન્ન વિભાગ બતાવવા તે તે અંશોને સ્કંધ, કાંડ, શાખા, વલ્લી કે સૂત્ર વગેરે નામો પણ આપ્યાં; જે વૃક્ષના અંશોવિશેષોને જણાવવાને પહેલેથી જ પ્રસિદ્ધ છે. આ રીતે એક યુગમાં લેખનકળા અને વૃક્ષો