________________
પ૧
જીવવિચાર રાસ એક અધ્યયન વચ્ચે ગાઢી સગાઈ જામી હતી એ વાત ભૂલી શકાય તેમ નથી.”
| (સન્મતિ પ્રકરણ સૂત્ર પૃ. ૪) લખવાના માધ્યમ તરીકે તાડપત્રો કે ભોજપત્રો હતા. મુદ્રણકળા, છાપખાનાને કારણે આજે તાડપત્ર પર લખવાની રીતિ લગભગ ભુલાઈ ગઈ છે. આજથી પચીસ વર્ષ પહેલાં ગુજરાત તેમ જ મારવાડમાં પરંપરાગત લહિયાઓ હતા, જે સુંદર લિપિ તેમ જ સામેના આદર્શ જેવો જ આદર્શ નકલ લખતા પરંતુ મુદ્રણકળાના યુગમાં તેમની પાસે પુસ્તકો લખાવનારા ઘટતા ગયા જેથી આજીવિકાથે તેમને પણ આ કળા છોડવી પડી. હસ્તપ્રતો સૈકાઓમાં જીવે છે જયારે છપાયેલા ગ્રંથો દશકાઓમાં. એ વાત ધ્યાનમાં આવતા. “મૃતગંગા” પ્રોજેક્ટ દ્વારા પુનઃ લહિયાઓની ટીમ તેમાં જ હસ્તલેખનનું કાર્ય શરૂ થયું છે.
(વર્ધમાન શ્રુતગંગા, શ્રુત મદિર, ડાયમંડ બિલ્ડિંગ, ૩ જો માળે, ૧૩૪, લુહારચાલ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨)
પૂ. મુનિશ્રી પુણ્યવિજય મહારાજે જણાવ્યા અનુસાર ‘તાડપત્ર પર જે લીલાપણું તેમ જ ચળકાર હોય છે તે શાહીને ટકવા હેતું નથી તે કાઢી નાખવાની વિધિ મળી શકતી નથી. આવી સ્થિતિમાં આ કળાનાં સાધનો વિષે જે કોઈ માહિતી મળે તે નોંધી રાખવી જોઈએ. આ કળા ભાવિ ઈતિહાસકારને ઉપયોગી થાય એ દૃષ્ટિથી મેં મને મળેલી હકીકતો આ લેખમાં સંગ્રહી છે.” (‘પુરાતત્ત્વ સૈમાસિકને આધારે શ્રુત વિશેષાંક કલ્યાણ માર્ચ ૨૦૦૬ પૃ. ૬૪)
એ માહિતીના કેટલાક અંશ હું અહી રજુ કરું છું. તાડપત્ર, કાગળ આદિ તાડપત્ર - તાડના ઝાડ બે પ્રકારના થાય છે (૧) ખરતાડ અને (૨) શ્રીતાડ ૧) ખરતાડ - આ વૃક્ષનાં પત્રો સ્થૂળ, લંબાઈ - પહોળાઈમાં ટૂંકા તેમ જ નવાં હોય ત્યારે પણ સહેજ ટક્કાર કે આંચકો લાગતાં તૂટી જાય તેવાં બરડ હોય છે. માટે પુસ્તક લખવાના કાર્યમાં તેનો ઉપયોગ થતો નથી.ગુજરાતમાં આજે પણ એના વૃક્ષો છે.
વિશ્વના ઈતિહાસમાં સર્વપ્રથમ મિશ્રવાસી લોકો દ્વારા તાડપત્રના ઉપયોગનો ઉલ્લેખ છે. ૨) શ્રી તાડ - મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં થાય છે. તેના પાંદડા (પત્ર) સ્લણ, લાંબા, પહોળાં તેમ જ સુકુમાર હોવાથી ઘણા વાળવામાં આવે તો પણ તૂટતા નથી. માટે લેખનકાર્ય માટે, પુસ્તક-ગ્રંથ માટે ઉપયોગી છે.
પ્રાચીન કાળમાં લખવાથી પહેલા તાડપત્રને ઝાડ પરથી કાપીને પાણીમાં ડુબાડીને કેટલાક દિવસ સુધી રખાય છે. પાણીમાંથી કાઢીને છાયડામાં સુકાવ્યા પછી આવશ્યકતા અનુસાર આ તાડપત્રોને સાંધામાંથી કાપીને પર્યાપ્ત લાંબી, પહોળી એકથી પાંચ ઈંચ સુધીની પટ્ટીઓ કાઢવામાં આવે છે. એમાંથી જેટલી