________________
૪૭
જીવવિચાર રાસ એક અધ્યયન
આમ શાલિભદ્રસૂરિથી પ્રગટેલો રાસનો દીપક સતરમી સદીમાં અત્યંત પ્રજવલિત બનીને વીરવિજયજીના સમય સુધી ઝગમગતો રહ્યો. સાતસો વર્ષના સમયગાળામાં રચાયેલ અને પ્રાપ્ત થતી રાસ કૃતિઓની સંખ્યા : ૧૨મી સદીમાં ૪ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૩મી સદીમાં ૧૧ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૪મી સદીમાં ૨૬ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧પમી સદીમાં ૯૦ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૬મી સદીમાં ૩૬૩ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૭મી સદીમાં પ૭૪ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૮મી સદીમાં ૨૧૨ કૃતિ પ્રાપ્ત થાય છે. ૧૯મી સદીમાં પ૬ કૃતિ પ્રાપ્ત થાય છે.
આ રચના ક્રમ જોતા લાગે છે કે ૧૨મી સદીમાં બીજના ચંદ્રની જેમ થયેલી. રાસની રચના ૧૭મી સદીમાં પૂર્ણિમાના ચાંદની જેમ સોળે કળાએ ખીલી ઊઠી. આજે સાહિત્ય રચનાનો પ્રવાહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર પલટાઈ ગયો હોય એ કારણે કદાચ રાસની રચના નહિવત્ થતી હશે.
રાસના પ્રકારો શારદાતનયે ભાવપ્રકાશમાં નૃત્તની દૃષ્ટિએ રાસના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જેમ કે (૧) લતા રાસ (૨) દંડ રાસ (૩) મંડલ રાસા ૧) લતા રાસ - લતાની જેમ એકબીજાને વળગીને નૃત્ત કરતા તે લતાવાસ કે એકબીજાના ખભા પર હાથ રાખીને ગોળાકાર નૃત્ત કરવામાં આવે છે. આ પ્રકાર ગૂર્જર રબારીઓમાં હજુ સુધી પ્રચલિત છે. ઠાકરડા કોમમાં સ્ત્રીઓ નજીક નજીક ઘસાતી ગોળાકારે ફરતી તાળી પાડતી આવે એ કદાય “લતા રાસક’માંથી વિકસેલો પ્રકાર છે. ૨) દંડ રાસ - દાંડિયાથી રમતા તે દંડક રાસ. જે આજે પણ રમાય છે. ૩) મંડલ રાસ - તે સ્ત્રીઓ, પુરૂષો - પુરૂષો અને સ્ત્રી પુરૂષો એ રીતે ગોળ કુંડાળે થતો રાસ પ્રકાર જેમાં એક બીજાના હાથ પકડીને ગેય વસ્તુના ગાન સાથે નૃત્ત થતો. હરિવંશ નામનો ગ્રંથ કહે છે કે યાદવોમાં બે પ્રકારના નૃત્ય પ્રચલિત હતા. તાલકરાસ અને દંડકાસ. દાંડિયારાસ તે દંડકાસ અને તાળી દઈને ગવાતો ગરબો તે તાલક રાસ. સપ્તક્ષેત્રિ રાસમાં (૧) તાલા રાસ અને (૨) લકુટારાસનો ઉલ્લેખ થયેલો છે.
તીછે તાલારાસ પડઈ બહુ ભાટ પઢતા.
અનઈ લકુટારાસ જોઈઈ ખેલા નાચતા. ૧) તાલારાસ - લતાનાસનો વિકસેલો પ્રકાર છે. જેમાં ગોળ ફરતાં તાળીઓ