________________
૪૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જયવંતસૂરિએ “શૃંગારમંજરી/શીલવતી ચરિત્ર રાસ’ જેવી સર્વોત્તમ કૃતિ રચી એમની બીજી રચના ઋષિદના પણ ઉલ્લેખનીય છે. કુશલલાભે ‘માધવાનલા કામકંદલા ચોપાઈ/રાસ’ અને ‘મારૂઢોલા રાસ' માં લોકપ્રિય કથાનું આલેખન કર્યું તો “અગડદત્ત રાસ' માં વૈરાગ્યભાવ કેળવી આત્મકલ્યાણ સાધનાર અગડદત્ત મુનિના ચરિત્રનું વર્ણન કર્યું.
નયસુંદરની દશેક કથાત્મક રચનાઓમાં રૂપચંદકુંવર રાસ’ અને ‘નલદમયંતી રાસ ઉત્તમ કૃતિઓ ગણાય છે. આ ઉપરાંત કવિની ‘સુરસુંદરી રાસ’, ‘શત્રુંજય. રાસ’, ‘ગિરનાર-તીર્થોદ્ધાર રાસ’ વગેરે કૃતિઓ પ્રખ્યાત જ છે.
સમયસુંદરે ૧૯ જેટલી નાની મોટી રાસકૃતિઓ રચીને રંગ રાખ્યો. એમણે રચેલો ‘નલદવદંતી રાસ” જેન પરંપરાની નળકથાને અનુસરીને ચાલે છે. અહીં નળદમયંતીના પછીના ભવની કથા પણ વિસ્તારથી કહેવાઈ છે. જેનેતર કથાનકવાળી ‘સીતારામ-ચોપાઈની પણ રચના એમણે કરી છે.
એમના જ શતકમાં થયેલા ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસે રાસની હારમાળા સર્જી દીધી. એમના ૩૨ રાસમાંથી ૪ કૃતિઓ પ્રકાશિત થઈ છે. એમાં સૌથી મહત્ત્વની કૃતિ “હીરવિજયસૂરિ રાસ છે. એમાં એતિહાસિક દસ્તાવેજી માહિતીઓએ એનું મહત્ત્વ વધારી દીધું છે.
ત્યારબાદ ૧૮ મી સદીમાં થયેલા જિનહર્ષે ૩૫ જેટલા રાસા સર્જીને વિક્રમ સજર્યો, મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. ‘આરામશોભા રાસ’, ‘શ્રીપાલ રાજાનો. રાસ’, ‘સુદર્શન શેઠ રાસ’, ‘જંબુસ્વામી રાસ', વગેરે રાસમાંથી એમનો “શત્રુંજય મહાભ્ય રાસ” (૨.સં.૧૭૫૫) સૌથી મહત્ત્વનો ૮૬૦૦ કડીનો વિશાળકાય રાસ છે.
યુગપ્રભાવક યશોવિજયજી ઉપાધ્યાયે સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીમાં શતાધિક ગ્રંથો રચી લઘુહરિભદ્રાયનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. એમની ‘દ્રવ્યગુણ પર્યાય રાસ’ એક અલૌકિક કૃતિ છે. “જંબૂસ્વામી રાસ’ ઉલ્લેખનીય છે. તદુપરાંત વિનયવિજયજીના અપૂર્ણ રહેલ ‘શ્રીપાળ રાજાનો રાસ’ એમણે પૂર્ણ કર્યો.
ત્યારબાદ જ્ઞાનવિમલસૂરિએ ‘જંબૂરાસ’, ‘અશોકચંદ્ર રાસ’ વગેરે ૭ રાસાઓની રચના કરી. તો વળી ઉદ્યરત્ન વાચકે ૧૯ રાસ કૃતિઓ રચી. આ ઉપરાંત મેઘવિજયજી, વિનયવિજયજી, વિદ્યાવિજયજી વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો. ૧૯હ્મા શતકમાં પદ્મવિજયે નેમિનાથ રાસ’, ‘સમરાદિત્ય કેવલી રાસ', (૯૦૦૦ કડીનો સોથ માટો રાસ છે.) “ઉત્તમવિજય નિર્વાણ રાસ’, ‘જયાનંદ કેવલી રાસ’ એ ચારની રચના કરી.
૧૮૨૯ માં પં. વીરવિજયજીએ વિપુલ સાહિત્ય સર્જન કર્યું. તેમ જ “સુરસુંદરી રાસ’, ‘ધમ્મિલકુમાર રાસ’ અને ‘ચંદ્રશેખર રાસ જેવી ત્રણ રાસકૃતિઓ રચીને રાસનો દીપક જલતો રાખ્યો.