________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૫ ૩) ઉપદેશાત્મક રાસ -
જેની અંદર ઉપદેશોની પ્રધાનતા હોય એવા રાસ. જેમ કે શ્રાવક કવિ ઋષભદાસનો ‘હિતશિક્ષા રાસ’, ‘ઉપદેશમાલા રાસ’ વગેરે. ૪) પ્રકીર્ણ રાસ - ના મુખ્યત્વે ચાર પ્રકાર છે. અ) તાત્વિક રાસ - નવતત્ત્વ-જીવતત્ત્વ આદિ તત્ત્વોની જેમાં વિચારણા થઈ હોય તે તાત્વિક રાસ. નવતત્ત્વરાસ, ખેત્રપ્રકાશ રાસ, જીવવિચાર રાસ, સમકીતસાર રાસ, યશોવિજયજીનો દ્રવ્ય - ગુણપર્યાયનો રાસ વગેરે. બ) સ્તુત્યાત્મક રાસ - સ્તુતિ સ્વરૂપે થયેલો રાસ, તીર્થકરોના રાસ ક) પ્રતિમા પ્રતિષ્ઠા રાસ - પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાના રાસ. જેમ કે કાપહેડાનો રાસ દયારત્નએ રચ્યો છે જોધપુર રાજ્યમાં (કાપડહેડા) કાપરડા નામનું ગામ છે.
ત્યાં સ્વયંભૂ પાર્શ્વનાથનું મંદિર સં ૧૬૮૧ માં પુરૂં થતા પ્રતિષ્ઠા થઈ તેનું ટૂંકુ વર્ણના આ રાસમાં છે.
(જેન ગૂર્જર કવિઓ ભાગ ૩-પૃ.૩૦૯) ડ) પૂજાત્મક રાસ - સતરભેદી પૂજાનો રાસ, ઋષભદાસનો પૂજાવિધિ રાસ, અષ્ટપ્રકારી પૂજા રાસ જ્ઞાનવિજયસૂરિનો રચેલ છે વગેરે
આમ વિષયવસ્તુ પ્રમાણે રાસાઓનું વિવિધ વર્ગીકરણ થયું છે. જે રાસા સાહિત્યના વિકાસનું સૂચક છે.
રાસા સાહિત્યના વિકાસમાં કવિઓનું યોગદાન શ્રી શાલિભદ્રસુરિના પ્રથમ રાસ ‘ભરતેશ્વર બાહુબલિ'થી પ્રગટેલા રાસરૂપી દિપકમાં પછીના અનેક કવિઓએ રાસ રચનારૂપ તેલ પૂરીને દીપકને પ્રજવલિતા કર્યો. એ મુખ્ય મુખ્ય કવિઓના રાસ આ પ્રમાણે છે.
૧૩મી થી ૧પમી સદીમાં ધર્મસૂરિનો જંબૂસ્વામી રાસ,’ વિજયસેન સૂરિ કૃતા “રેવંતગિરિ રાસ', પાલ્હણનો 'આબુરાસ', વિનયચંદ્ર રચિત 'બાવત રાસ', અજ્ઞાત કવિનો ‘સપ્તક્ષેત્રિ રાસ', અંબદેવસૂરિ કૃત ‘સમરા રાસ', શાલિભદ્રસૂરિએ રચેલ ‘પંચપાંડવ ચરિત્ર રાસ', હિરાનંદસૂરિ દ્વારા ગૂંથાયેલા ‘વસ્તુપાલ - તેજપાલા રાસ અને વિદ્યાવિલાસ પવાડો વગેરે રાસોએ (રચીને) દીપ પ્રજવલિત રાખ્યો.
વિક્રમના ૧૬ મા સૈકામાં લાવણ્ય કૃત ‘વિમલ પ્રબંધ/રાસ (૧૫૬૮) તેમ જ “વચ્છરાજ - દેવરાજ રાસ’ વળી સહજસુંદરે તો રાસની રમઝટ બોલાવી જંબુસ્વામીરાસ’, ‘ઋષિદત્તા મહાસતી રાસ’, ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ’, ‘તેતલી મંત્રીનો રાસ’, ‘પ્રદેશી રાજાનો રાસ”, “સૂડા સાહેલી રાસ’ વગેરે રાસકૃતિઓથી દીપ પ્રજવલિત કરી દીધો.
સત્તરમા શતકમાં દીપકની જ્યોત અતિશય ઝળહળી ઉઠી. આ શતકમાં અનેક કવિઓએ એકથી વધારે કૃતિઓની રચના કરી રાસા સાહિત્યને ઝળહળાવી દીધું. એ વખતની કૃતિઓ કદની રીતે જ નહિ પણ ભાવ-કલા પક્ષથી પણ વિસ્તરી.