________________
૪૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત વપરાતા. રાસાઓના વિષયોમાં પણ વિવિધતા આવી જેનું વર્ગીકરણ આ પ્રમાણે છે.
રાસનું વર્ગીકરણ : મુખ્યત્વે ચાર પ્રકારના રાસ છે. કથાત્મક, તીર્થાત્મક, ઉપદેશાત્મક, પ્રકીર્ણ. ૧) કથાત્મક - ધર્મકથાત્મક અને ચરિતાત્મક અ) ધર્મકથાત્મક - શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓ વગેરેની ધર્મકથા આલેખતા રાસ જેમાંથી ધર્મનો બોધ પણ પ્રાપ્ત થતો એવા રાસ ધર્મકથાત્મક રાસ કહેવાય. જેવા કે - શ્રીપાળ રાજાનો રાસ, રોહિણિયા ચોરનો રાસ, સુરસુંદરીનો રાસ, સુદર્શન શ્રેષ્ઠીનો રાસ, કેશરાજ લિખિત રામયશોરસાયન રાસ, વગેરે રાસો ધર્મકથાનું આલેખન કરતા રાસો છે. બ) ચરિત્તાત્મક રાસના ત્રણ પ્રકાર છે. લૌકિક, પૌરાણિક, ઐતિહાસિક. જૈન ધર્મ ચરિત્ત પર ખૂબ જ ભાર આપે છે. તેથી જેન સાહિત્યના સ્વરૂપમાં લખ્યું છે કે “જેન સાહિત્યમાં ચરિત્તાનુયોગને જેટલું સ્થાન આપવામાં આવ્યું છે તેટલું હિંદના બીજા સાહિત્યમાં જાણવામાં નથી કારણ કે જેનધર્મ ચરિત્તાનુયોગી છે. રાગદ્વેષને જીતનાર આત્માના વચનો ‘હરિભદ્રસૂરિની’ વાણીમાં હંમેશાં “યુક્તિમતું હોય છે અને તેથી તે માન્ય થવા જોઈએ. આ જૈન દર્શનનું મુખ્ય સૂત્ર છે અને આખું જેનદર્શન આ સૂત્રના પાયા ઉપર ચણાયેલું છે. ઉપરાંત બધા દર્શનોમાં આચાર્યોના મંતવ્યોને સ્વીકારવામાં અને પૂજવામાં આવે છે, ને તેમના પર સંયમથી અને પૂજય બુદ્ધિથી ઊહાપોહ કરવામાં આવે છે, પણ જેન વાડમયમાં તો તેમના મંતવ્યો માત્રા નહિ પણ તેમના ચરિત્તો પૂજનીય અને અનુકરણીય ગણવામાં આવે છે.”
(જેન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પૃ.૭૧) આજ કારણસર ચરિતાત્મક રાસા સાહિત્યનો વિભાગ ફૂલ્યો ફાલ્યો છે. એની અંતર્ગત સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકાઓના ચરિતનો વિભાગ આવે છે તો લૌકિક ચરિત્તો પણ સમાય છે. તેમજ પોરાણિક અને ઐતિહાસિક પાત્રોના ચરિત્રનું પણ આલેખન કરાયું છે તેથી તેના મુખ્ય ત્રણ ભેદ પડ્યા છે. (ક) લોકિક રાસ - શકુંતલા રાસ. (ખ) પૌરાણિક રાસ - શાલિભદ્રસૂરિનો પંચ પાંડવ ચરિત્ર રાસ', સમય સુંદરનો નલદવદંતી રાસ, ભરતેશ્વર બાહુબલિનો રાસ વગેરે (ગ) ઐતિહાસિક - ઈતિહાસની વસ્તુવાળો રાસ - કવિ ઋષભદાસનો “હીર વિજયસૂરી રાસ', કુમારપાલ ચરિત્ર્ય રાસ’, ‘વિમલપ્રબંધ રાસ’ વગેરે ૨) તીર્થાત્મક રાસ - તીર્થક્ષેત્રનો મહિમા આલેખતો હોય એવા રાસ ને તીર્થાત્મક રાસ કહે છે. અજ્ઞાત કવિનો સાત પુણ્યક્ષેત્રોની ઉપાસનાને વર્ણવતો “સપ્તક્ષેત્રી રાસ’, પાલ્હણનો આરાસ, વિજયસેનસૂરિ નો ગિરનાર પરનાં દહેરાંના જીર્ણોદ્ધારની ઘટનાને નિરૂપતો રેવંતગિરિ રાસુર, કવિ ઋષભદાસનો શેત્રુંજય રાસ વગેરે.