________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૩ નથી એવું કેટલાક તવિદોનું માનવું છે. એનું કારણ કદાચ એમ પણ હોઈ શકે કે અંતમાં મુખ્ય પાત્ર કે પાત્રોને ધર્મમાં ગાયેલા બતાવવાના હોય છે. આવો અંત લગભગ દરેક રાસમાં નિશ્ચિત હોય છે જેને કારણે પાત્રના જીવનમાં થતું પરિવર્તન મોટે ભાગે અસ્વાભાવિક બની જાય છે. વળી વચ્ચે ધાર્મિક સિદ્ધાંતો કે ધર્મને લગતા લંબાણભર્યા ઉલ્લેખો ધર્મ પ્રચાર માટે આવશ્યક હોય છે. જેને કારણે કવિની એક મર્યાદા રહેતી ને કલાસ્વરૂપ ખોડંગાતુ હતું.
રાસનું વિસ્તૃતિકરણ — વિકાસ શરૂઆતના રાસાઓ ૧૦૦ થી અંદરની કડી વાળા પણ મળે છે. પછી વિકસીને ૯૦૦૦ કડી સુધીનો રાસ પણ છે. હમણાં તો કવિ આસિગકૃત ‘જીવદયા રાસ પ૩ કડીનો નાનામાં નાનો રાસ હોઈ શકે એમ લાગે છે. અજ્ઞાતનો ‘ઉંદરરાસો' ૬૫ કડીનો છે. જિનહર્ષનો શત્રુંજય મહાભ્ય રાસ ૮૬૦૦ કડીનો છે. પદ્મવિજયનો ‘સમરાદિત્ય વળી રાસ ૯૦૦૦ કડી સુધીનો છે જે સૌથી મોટામાં મોટો રાસ હોવાનો સંભવ છે.
જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ. રમણલાલ ચી. શાહ રજૂ કરે છે કે “ઇ.સ. બારમા શતકમાં શરૂ થયેલા પ્રાચીન ગુજરાતી જેન સાહિત્યનો પ્રવાહ ઇ.સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ ગાળામાં નાના મોટા બસો કરતા વધારે જૈન સાધુ અને શ્રાવક કવિએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. વિવિધ કાવ્ય પ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. એમાં સૌથી ઓછી કડીવાળી કળાકૃતિ મળે છે તો ઠવણી કડવક વગેરે વિભાગવાળી દીર્ઘ રચનાઓ પણ મળે છે. ઘણી કૃતિઓ અપ્રકાશિત છે.
આ ગાળામાં રાસાનું કદ જેમ વિસ્તાર પામ્યું તેમ એની કથાવસ્તુનું ફલક પણ ઠીક ઠીક વિકાસ પામ્યું. તેમાં માત્ર ચૂસ્ત ધાર્મિક વિષયોની મર્યાદા ન રહેતા ચરિત્ર ઉપરાંત ઈતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તાર પામે છે.” (ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ - ૨ - ખંડ ૧- પૃ.૬૪)
આ ઉપરથી ખ્યાલ આવે છે કે શરૂઆતના રાસા કદમાં ખાસ વિસ્તરેલા. નહોતા પણ મધ્યકાલમાં ખાસા વિસ્તૃત રાસા મળે છે. સ્વયંભૂ છંદમાં રાસાની વ્યાખ્યા આપી છે એ અનુસાર તો એમાં અનેક છંદ હોવા જોઈએ.
શરૂઆતના રાસાઓ વિસ્તૃત થતાં એમાં અનેક પ્રકરણો ઉમરોયા હશે જેમાં સંસ્કૃત નામોની અસર દેખાય છે જેમ કે અધિકાર, ઉલ્લાસ, પ્રસ્તાવ, ખંડ, ભાષા વગેરે. તો અપભ્રંશની અસર નીચે કડવક, ઠવણી, વગેરે નામના વિભાગો ઉમેરાયા હશે. જે પંદરમી સદી પૂર્વેના રાસાઓમાં મળે છે.
પંદરમી સદી પૂર્વેના રાસાઓના છંદો પણ લગભગ નિશ્ચિત હતા. દુહા, ચોપાઈ, સોરઠા, રોળા વગેરે જયારે પછીના રાસાઓમાં દેશી ઢાળા અને બંધો