________________
૪૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત બખૂબીથી અંદર ગુંથી લેવામાં આવે. ૮) વિવિધ દેશીઓ, છંદ, રાગ - રાગિણી વગેરે વણી લેવામાં આવ્યા હોય. ૯) લોકજીવન - રાસમાં ત્યારનું લોકજીવન પણ છતું થાય છે. ૧૦) ગુરુનો તથા ગુરુપરંપરાનો ઉલ્લેખઃ લગભગ રાસાઓની અંતે કવિ પોતાના ગુરઝા નામનું પ્રરૂપણ અચૂક કરે છે. કોના શિષ્ય, ક્યા ગચ્છના વગેરે પ્રરૂપે છે. જેમ કે..
હેમસોમ ગુરુરાય સુસીસ તિયાં તણા રે વાચક પદવીધાર ગ્યાંનનંદી ગુસ્સાજ તણઈ સુપસાઉલઈ રે જયવંતો પરિવાર... સી...
- “અંજનાસૂરી રાસ’ ભુવનકીર્તિગણિ વળી શ્રાવક કવિ હોય તો પોતાના પિતા- પિતામહનું નામ પણ મૂકે
મહીરાજનો સુત સંઘવી સાંગણ, પ્રાધ્વંશીય પ્રસિદ્ધો રે... સંઘવી સાંગણનો સુત કવિ છે, નામ તસ ઋષભ જ દાસ,
જનની સરૂપાદે શિર નામી, જોડ્યો ભરતનો રાસ રે.. ‘ભરતેશ્વર રાસ’ ઋષભદાસ (જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૪૩) આ રાસમાં એમના દાદા – પિતા – માતા અને પોતાનું નામ પણ છે. પોતે ક્યા વંશ કે ગોત્રના છે તે પણ બતાવ્યું છે. ૧૧) નામ - અંતમાં રચનાકાર પોતાનું નામ પ્રાયઃ ટાંકે છે. જો કે કોઈ કોઈ નામના મોહથી મુક્ત પણ હોય છે પણ ઘણેભાગે નામનું પ્રરૂપણ હોય છે.
તસ શિશુ સુધનહર્ષ ઈમ કહવઇ, ધર્મ થકી સુખસંપદ લહવઈ મંદોદરી સવણ સંવાદ’ સુધનહર્ષ (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૨૦૯) ૧૨) ઉપદેશ - દરેક રાસ ઉપદેશ પ્રધાન હોય એમાં કોઈ ને કોઈ ઉપદેશ. આપવામાં આવ્યો હોય. કવિનો મુખ્ય હેતુ કથા દ્વારા ઉપદેશ આપવાનો હોય છે. જૈન ધર્મના ઉપદેશ રૂપે દીક્ષા-પૂજા-વ્રત વગેરેનો ઉપદેશ જરૂર હોય છે. ૧૩) રસ નિષ્પત્તિ - પ્રાયઃ રાસ શૃંગાર રસથી શરૂ થઈને છેલ્લે પ્રશમ શાંત રસમાં પ્રણમી જતો હોય છે. કથાને લોકપ્રિય બનાવવા અથવા શ્રોતાઓને રસ પડે તે માટે કવિ કથામાં વિવિધ રસોનું આલેખન કરે છે.
આમ સમગ્રતયા જોતા આ કાવ્ય પ્રકારમાં જેનાગમો, સૂત્રો અને અંગોમાં આવતા પાત્રોને અનુલક્ષીને રચેલા કથાનકમાં વિષયોપભોગના ત્યાગની સાથે સાથે ઉદ્દીપક શૃંગાર રસનું વર્ણન કરેલું હોય છે. પરંતુ તેનો અંત હંમેશા પ્રશમ શાંત રસમાં જ પરિણમે છે. શીલ અને સાત્વિકતાના વિજયમાં જ આવે છે. ઉપશમનો બોધ અથવા સંજયસિરિને વરવાની વાત તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. અંતમાં આ રાસ સાંભળવાથી કે ગાવાથી શું લાભ થશે એ પણ બતાવવામાં આવે છે.
રાસની રચના ધર્માનુલક્ષી હોવાથી તેનું કલાસ્વરૂપ ઉચ્ચકક્ષાનું થઈ શક્યું