________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૧ હતો એનું આલેખન કરવામાં આવતું. જેમાં ક્રમશઃ દ્વીપ(જંબુદ્વીપ) પછી ક્ષેત્ર (ભરતક્ષેત્ર), નગરી અયોધ્યા એમ (ક્રમશઃ) વર્ણન કરવામાં આવતું.
‘જંબુદ્વીપ દક્ષણ ભરત ઠામ, તેહ માંહિ ભ(ચ)દ્ર અચલપુર ગ્રામ,
વસિ તિહાં ધન વિક્રમ ભૂપ, તસ્સ ધરણી ધારણીય સ્વરૂપ.’ નેમિચરિત્રમાલા - ગુણસાગર ઉપાધ્યાય - (જેન ગૂર્જર કવિઓ ભાગ ૩- પૃ. ર૩૩) ૪) કથા સ્વરૂપ : પછીની ઢાલ -ચોપાઈ કે દુહાઓમાં પોતે જે કથા કહેવા ઇચ્છે છે એનું આખું વર્ણન હોય. કથા હોય એટલે એમાં નાયક નાયિકા હોય તો વળી કયાંક ખલનાયક કે ખલનાયિકાઓનું પણ આગમન થતું. એમાં એના સુખ-દુઃખ, સાહસ, વિરહ-મિલન, સાધુઓ સાથેનો સતસંગ પછી એમના દ્વારા કહેવાતો પૂર્વજન્મવૃત્તાંત, કર્મની ફિલોસોફીનું નિરૂપણ ને મોક્ષનું પ્રરૂપણ જેથી વૈરાગ્ય પામીને મહાભિનિષ્ક્રમણ થતું અને કર્મ બંધનથી મુક્ત થવાનો પૂરેપૂરો પ્રયત્ન થતો. કોઈનું સ્વર્ગારોહણ થતું તો કોઈનું સિદ્ધ ક્ષેત્રે ગમન થતું. આમ કથાનો અંત સંયમસિરિમાં પ્રવર્તતો. ટૂંકમાં કથાની અભિવ્યક્તિ માટે કવિ પાત્રોનો આધાર લે છે. જેમાં કેટલાંક પાત્રો મુખ્ય હોય છે અને કેટલાક ગોણ હોય છે. કથા અનુરૂપ પાત્રલેખન કરે છે. ૫) આવાંતર કથાઓ દરેક પાત્રોને કેવા કર્મનું કેવું ફળ મળ્યું એ માટે એમાં આવાંતર કથાઓ પણ આવતી. કોઈ કોઈ રાસાઓમાં તો એટલી બધી આવાંતર કથાઓ હોય કે મૂળ કથા કઈ એ યાદ કરવું પડે. ૬) વિવિધ વર્ણનો ઃ
અ) પ્રકૃતિના વર્ણનો - ઋતુવર્ણન, પર્વતવર્ણન વગેરે. બ) દેરાસરના વર્ણનો, પૂજાવિધિના વર્ણનો, વ્રત અનુષ્ઠાનના વર્ણનો.
ક) નગરના વર્ણનો આબેહૂબ કરાયા હોય. કવિ ઋષભદાસના હીરવિજયસૂરિ રાસમાં ખંભાતનું વર્ણન ચિત્તાકર્ષક છે.
ડ) સ્ત્રી-પુરૂષના અંગોનું વર્ણન જેમ કે પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, સિંહ જેવી કટિ, પોપટની ચાંચ જેવું નાક વગેરે. ઇ) વેશભૂષાના - અલંકારના વર્ણનો પણ મનોહર હોય છે.
‘વસે લોક વારૂ ધનવંત પહેરે પટોળા નર ગુણવંત, કનક તણ કંદોરા જડચા, ત્રિય આંગણ તે પુસ્તુળા ઘડ્યા.
હીરતણો કંદોરો તળે, કનક તણાં માદળીયા મળે, રૂપસાંકળી કુંચી ખરી, સોવનસાંકળી ગળે ઉતરી....
- ‘હીરવિજયસૂરિ રાસ’ ઋષભદાસ આમ વિવિધ વર્ણનો રાસમાં જોવા મળે છે. ૭) સુભાષિતો, હરિયાળી, સમસ્યા, કોયડાઓ, રૂઢી પ્રયોગો, કહેવતો આદિને