SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ત્યાર પછીના બસો વર્ષના ગાળામાં એટલા રાસો રચાયા છે કે પ્રખર વ્યાકરણ શાસ્ત્રી કે. કા. શાસ્ત્રી આ યુગને “રાસાયુગ” કહે છે. એ યુગમાં જેનેતર સાહિત્ય ભાગ્યે જ મળે છે. “રાસા’ નામ હોય એવો એકમાત્ર જૈનેતર રાસ એક મુસલમાન કવિ અબ્દુલ રહેમાને “સંદેશક રાસ’ નામથી. આપ્યો છે. આમ છતાં જેનું નામ રાસ નથી તેવાં આ યુગના અંતભાગમાં લખાયેલા ત્રણ કાવ્યો શ્રીધર વ્યાસનો “રણમલ્લ છંદ’ અસાઈતની ‘હંસાઉલી' અને ભીમનો “સધ્યવત્સ વીર પ્રબંધ” એ રાસ કાવ્યો નથી પણ પ્રબંધો જ છે. (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજુલાલ મજમુદાર પૃ. ૫૭૮) રાસનું બંધારણ કે માળખું કે સ્વરૂપ ૧) મંગલાચરણ : પ્રાયઃ કરીને બધા રાસમાં મંગલાચરણ તો હોય જ. પછી તે તીર્થંકર ભગવંતોનું હોય કે સાધુ ભગવંતોનું કે સરસ્વતીનું. જેમ કે સકલ સુરપતિ સકલ સુરપતિ નમઈ જસ પાય, યુવીસઈ તિથેસરૂ, તાસ નામ હું ચિત્તિ ધ્યાઉં; સરસતિ સામિણિ મનિ ધરી, સુગુરૂ શુદ્ધ પરસાદ પાઉં, કનકસુંદર લિખિત “સગાલશાહ રાસનું આ મંગલાચરણ છે. આમાં ચોવીશા તીર્થકર, સરસ્વતી અને સુગુરૂનું સ્મરણ કર્યું છે. (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - સંપાદકઃ ડૉ. જયંત કોઠારી - મૃ. ૧૪) જિન ગુરૂ ગોતમ પય નમી, કહિસ્યું સતીય ચરિત્ર મેઘરાજ લિખિત સોલસતી રાસ. (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૬). આ રાસમાં પ્રથમ ગણધર ગૌતમસ્વામીને નમન કર્યું છે. વળી કવિ ઋષભદાસે તો સરસ્વતીના ૧૬ નામ બતાવતી કડીઓથી હિતશિક્ષા રાસમાં મંગલાચરણ કર્યું છે. કાસમીર મુખમંડણી, ભગવતિ બ્રહ્મસુતાય. ૧૬ કડીમાં સરસ્વતી દેવીની સ્તુતિ કરી છે. | (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૫૦) આમ દરેક કવિ પોતાની શ્રદ્ધા પ્રમાણે મંગલાચરણ કરે છે. ૨) નામ ? પછી પોતે જે રાસ રચવાના છે એના વિષયનો ઉલ્લેખ કરે છે. જેમ કે | ‘સકળ સિદ્ધ સમરી કરી, રગું હીરનો રાસ - ‘હીરવિજયસૂરિ રાસ’ કવિ ઋષભદાસ (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૬૪) સોહમ વચન હિયઈ ધરી, ગયસુકુમાલ ચરિત્ર, કહિવા મુઝ મન અલી , કરિના જનમ પવિત્ર. કડી -૪ ‘ગજસુકુમાર રાસ’ જિનરાજસૂરિ (જૈન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૧૧૧) ૩) નગર સ્થાનનો ઉલ્લેખ : જેમનો અધિકાર કે ચરિત્ર હોય એ ક્યાંનો વતની
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy