________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૯
આપે છે, વાર્તા કહે છે, મુકતકો દ્વારા સંસારજ્ઞાન આપે છે. સમસ્યાઓ દ્વારા બુદ્ધિની રમત કરવાની તક આપે છે. એ નૃત્ય અને ગેય કાવ્યો હતા. તેમજ શ્રાવક કાવ્યો પણ હતા.”
સાહિત્યના સાધક અનંતરાય રાવળના મતે ‘‘રાસ એટલે સુગેય કાવ્ય પ્રબંધ. એની રચના વિસ્તારમાં પ્રથમ ટૂંકી અને ઉર્મિકાવ્ય જેવી પણ સમય જતાં આખ્યાન પદ્ધતિની બની. પૂર્વકાલીન લાંબા ગેય કાવ્ય અને અપભ્રંશ મહાકાવ્યના અનુસરણનું એ પરિણામ. અપભ્રંશ મહાકાવ્ય સંધિઓ (સર્ગો)યામાં વિભક્ત હોય છે. સંધિઓ ધીમે ધીમે અદૃશ્ય થતાં મહાકાવ્યનું સ્થાન કડવાબદ્ધ ગેય કવિતાએ લીધું, એ કવિતા તે રાસ.” (ગુજરાતી સાહિત્યની રૂપરેખા પૃ. ૨૦) હસ્તપ્રતોના સંશોધક એવા ડૉ. હરિવલ્લભ ભાયાણીના મતે “રાસા નામનો છંદ જાણીતો છે અને તે દૂતકથાઓમાં ઘણો વપરાયો છે. માટે એને રાસક કહેવાય એમ એક વિચારસરણી છે.” આ ઉપરાંત એમણે છંદો વિષયક સ્વરૂપ બતાવ્યું (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પૃ. ૩૮) રાસા સાહિત્યનો પ્રારંભ :
છે.
સચવાયેલી માહિતીઓના આધારે પ્રથમ જે રાસ આપણને મળે છે તે શાલિભદ્ર સૂરિએ ઈ.સ.૧૧૮૪ માં રચેલો ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ છે. (ગુજરાતી સાહિત્યના ઈતિહાસ - અં. રાવળ, ઉ. જોષી, ય. શુક્લ, મંજુલાલ મજમુદાર પૃ. ૨૬) વીરરસ પ્રધાન ૨૦૩ કડીનું સંક્ષિપ્ત કથા પ્રસંગવાળું છે. ભીમદેવ વસ્તુપાળ - તેજપાળના સમયમાં રચાયું છે. ત્યારથી રાસા સાહિત્યનો પ્રારંભ ગણી
શકાય.
જો કે એ પ્રબંધ છે કે રાસ એ માટે ગુજરાતી સાહિત્યના સ્વરૂપોમાં લખ્યું છે કે “પ્રબંધ વીરરસ પ્રધાન અને ઔજસભરી શૈલીવાળું કાવ્ય પ્રબંધ કહી શકાય કારણ કે પ્રબંધનું કથાવસ્તુ ઈતિહાસ અને દંતકથાના મિશ્રણથી બન્યું હોય છે તેથી શાલિભદ્રસૂરિનો ઈ.સ. ૧૧૮૫ માં રચેલો ‘ભરતેશ્વર બાહુબલિ રાસ' આમ એક રીતે પ્રબંધ જ છે. એમ કહીએ તો ચાલે. અને એ રીતે રાસો અને પ્રબંધ શબ્દ પરસ્પરના પર્યાયરૂપી બની જતા જણાય છે. ૧૫૬૮ માં રચાયેલા લાવણ્ય સમયનો ‘વિમલ પ્રબંધ’ ઐતિહાસિક વ્યક્તિ સંબંધી રચાયેલો હોવા છતાં તેનું કાવ્ય સ્વરૂપ ‘રાસો’ જેવું છે.”
(ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજુલાલ મજમુદાર પૃ. ૮૧)
કવિ આસિગકૃત ‘જીવદયા રાસ’ ૫૩ કડીનો સં.૧૨૫૭ જાલોર પાસેના સહજિગપુરમાં રચાયો છે. ભરતેશ્વર રાસ પછી ૧૬ વર્ષે તેની રચના થઈ છે. (મુનિ જિનવિજય સંપાદિત -પ્રકટ ભારતીય વિદ્યાવર્ષ - ૩ અંક ૧ ઈ.સ.૧૯૪૫) (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજુલાલ મજમુદાર પૃ. ૮૧૯)