________________
૩૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૮) ‘રાસા’ - એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ કે માત્રામેળ છંદ. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૫૩૬
૯) ’રાસો’ - અ) રાસ જૈન કવિઓએ રચેલ કાવ્ય પ્રબંધ (રાસ અને જૈન કવિ એકબીજાના પર્યાય હોય એવું લાગે છે.) ગુજરાતીમાં જેમ કાવ્ય ને રાસ કહે છે તેવી રીતે અપભ્રંશ તથા પ્રાકૃત ભાષામાં રાસા હતો - ગુજરાતી સાહિત્ય પરિષદ ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૭૮૯
બ) સંસ્કૃત ‘રાસ’ વીરરસવાળું ઐતિહાસિક કે કાલ્પનિક કાવ્ય અથવા કથાનક, કોઈ રાજાનું પદ્યમય વૃત્તાંત, ખરા બનેલા બનાવનું અથવા તેવા જ બનાવટી બનાવનું કાવ્ય કે કથાનક જેમ કે પૃથુરાજ રાસો. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૭૮૯
અપભ્રંશ કાળમાં ગેય છંદો રાસક નામે ઓળખાતા હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને પણ ‘રાસ’ કહેવાની પરંપરા અપભ્રંશમાંથી ઊભી થઈ અને તે ગુજરાતીમાં પણ ઊતરી આવી. વિવિધ વિદ્વાનોના મત ઃ
સાહિત્યવિદ્ મંજુલાલ મજમુદાર રાસ વિશે લખે છે કે “જૈન કવિઓએ ઉપજાવેલો અને વિકસાવેલો વિશિષ્ટ કાવ્ય પ્રકાર. ધીમે ધીમે કાવ્યકલા અને કાવ્યતત્ત્વની દૃષ્ટિએ નિકૃષ્ટ બનતો ગયો. તેથી માત્ર તાત્કાલિક સામાજિક ઈતિહાસના સાધન તરીકે તથા ભાષાના પ્રચલિત સ્વરૂપના પ્રતિબિંબ તરીકે એમની કિંમત સાહિત્યના ઈતિહાસમાં રહેવા પામી છે.’’ (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પૃ. ૭૧) સાહિત્યકાર પ્રો. વિજયરાય વૈદ્ય અનુસાર “રાસ કે રાસો એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહા, ચોપાઈ કે દેશી નામે ઓળખતા વિવિધ રાગોમાનાં કોઈમાં) રચાયેલું ધર્મવિષયક કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય તેવું પણ સમકાલીન દેશસ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ કાવ્ય.” (ગુજરાતી સાહિત્યના સ્વરૂપો મંજૂલાલ મજમુદાર પૃ. ૧૦)
•
99
સાક્ષરવર્ય રામપ્રસાદ બક્ષીએ લખ્યું છે કે “રાસ એ એક નૃત્ય પ્રકાર છે જેમાં માત્ર ગીતના લયને અને તાલને અનુસરતી હાથની તાળી અને પગનો ટેકો એવી ચેષ્ટાઓ હોય છે. તેથી એ નૃત્યના પ્રકારો છે. નૃત્ત કેવળ તાલલયાશ્રય હોય છે.’ મહાન પ્રવચનકાર કિરીટભાઈએ એમના પ્રવચનમાં કહ્યું હતું કે “ ‘રાસ રસોવિ સઃ' જેમાં રસ હોય તે રાસ. એ કટોરીમાં લઈને પીવાનો સુખના વિષયનો આનંદનો રસ નથી પણ બ્રહ્માનંદનો રસ છે. રસપાન એટલે તત્ત્વનું રસપાન જે નિંદા અને નિદ્રાનો ત્યાગ કરે એ જ રાસ તૈયાર કરી શકે અને માણી શકે.”
•
·
સાહિત્યરસિક ડૉ. ચંદ્રકાંત મહેતાએ ગુજરાતી સાહિત્યના સ્વરૂપમાં આલેખ્યું છે કે “રાસા ઈતિહાસ જાળવી રાખે છે, સમાજ જીવનની ઝાંખી કરાવે છે, ધર્મોપદેશ
•