________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૭ છે. સાધારણ રીતે સ્ત્રીઓનું નૃત્ય જ લાસ્ય કહેવાય છે. શિવ અને પાર્વતીએ સૌથી પહેલા નૃત્ય કર્યું હતું. શિવનું નૃત્ય તાંડવ કહેવાયું અને પાર્વતીનું લાસ્ય. - પૃષ્ઠ ૭૭૮૯ ૪) સંગીત રત્નાકર અનુસાર -
રાસક - રાસ છંદમાં, રાસ તાલમાં ગવાતા ગીતના સંયોજનથી રાસ પ્રકારનું જે નૃત્ય કરાય તે રાસક. પૃષ્ઠ ૭૭૩. ૫) ગુજરાતી વિશ્વકોશ અનુસાર - અ) રાસક - એક અંકનું સૂત્રધાર વિનાનું પણ સુશ્લિષ્ટ નાન્દીવાળું મુખ્ય નાયક ને વિખ્યાત નાયિકા સહિત પાંચ પાત્રોવાળું ઉદાત્તભાવને ઉત્તરોત્તર વિકસિત કરતા કેવળ મુખ (કયાંક પ્રતિમુખ) અને નિર્વહણ સંધિયુક્ત કથાનકવાળું, વીથીના અંગવાળું વિવિધ પ્રાકૃત ભાષા - વિભાષાઓના પ્રયોગને લીધે ભારતી અને કોશિકી વૃત્તિથી ફલાત્મક બનેલું એવું ઉપરૂપક તે રાસ.
ભાવપ્રકાશ તથા સાહિત્ય દર્પણ. - પૃષ્ઠ ૭૩૩ બ) સોળ બાર કે આઠ નાયિકાઓ પિડિ બંધ (નૃત્ય કતાં કરતાં નર્તકી કોઈક દેવ/દેવી સૂચક દેહમુદ્રાની ઝલક બતાવી દે તે.) ઈત્યાદિ મુદ્રાઓ સાથે નૃત્ય કરે તે રાસક. - પૃષ્ઠ ૭૩૩ ૬) રાસડા - ધ ન્યુ સ્ટ્રડંટ ડીક્ષનરીમાં “રાસ’નો અર્થ ઘોંઘાટ, કોલાહલ અને ધ્વનિ આપવામાં આવ્યો છે. જયારે ત્રીસ નો અર્થ નૃત્ય, વિલાસ, કામચેષ્ટા આપવામાં આવ્યો છે. (પૃષ્ઠ ૭૫૭-૭૭૩) આ બંનેના અર્થ ભેગા કરીને ગીત ગાતા ગાતા નૃત્ય કરવું એવા અર્થરૂપ રાસડો કે રાસડા થઈ ગયું હોય એમ માનવાને મન પ્રેરાય છે. ૭) રાસડો - “ફરતા ફરતા’ ગવાતું ગીત, રાસડા ગાનાર ટોળું કે મંડળ. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૬૩૬ | ‘રાસુડો’ - રાસક શબ્દ પરથી આવેલ છે કોઈ ખરા બનાવને વર્ણવતો એક જાતના ગરબો દેશી ગરબો. ભગવદ્ ગોમંડળ - ભગવત સિંહ -પૃ. ૭૫૩૬
સૌરાષ્ટ્ર અને ગુજરાતના ચાર (ગરબો, ગરબી, રાસ, રાસડો) નૃત્ત પ્રકારોમાં રાસ એ એનું સંસ્કૃત તત્સમ’ નામ સૂચવે છે તે પ્રમાણે ઉદ્ભવમાં સૌથી જૂનો પ્રકાર છે રાસડો. એ રાસને મળતો એ વર્ગનો ઉપપ્રકાર છે. અભિનય વડે મનોગત ભાવને પ્રગટ કરે તે નૃત્ય કહેવાય ને તાલને અનુસરતી હાથની તાળી ને પગને ઠકો એવી ચેષ્ટાઆએ એ નૃત્તના પ્રકારો છે, નૃત્ત કેવળ તાલલયાશ્રય હોય છે. નૃત્ત શબ્દનો એક અર્થ ભગવદ્ ગોમંડળમાં આ રીતે આપેલો છે -
અભિનય રહિત તાલ સુર સાથે અંગવિક્ષેપને નૃત્ત કહે છે. આમ નૃત્ય અને નૃત્તમાં તફાવત છે. આના પર વિચારણાં કરતાં લાગે છે કે રાસ માટે નૃત્ય કરતાં નૃત્ત શબ્દપ્રયોગ વધારે યોગ્ય લાગે છે.