________________
૩૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
હશે.”
વિવિધ ગ્રંથોને આધારે રાસની પરિભાષા ૧) રાસની પરિભાષા ઃ રાસ, રાસક, રાસડા, રાસા, રાસો એ બધા પર્યાયવાચી નામ છે.
ભગવદ્ ગોમંડળમાં રાસના ૨૩ અર્થ આપેલા છે. તેમાંના કેટલાક અહીં રજૂ કર્યા છે. પૃ. ૭૬૩૬
અ) રાસ - એ નામનો એક માત્રામેળ છંદ તેના દરેક ચરણમાં બાવીશ માત્રા હોય તેમાં ૧,૫,૯,૧૩,૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે.
આઠ કલા પર આઠ ધરી ષડુ અંત કરો, બાવીશ કલમાં અંત વિશે તો સગણ ધરો. એક પછી શ્રુતિ શ્રુતિ ચડતી શર તાલ દિશે,
રાસની રચના એમ કરો પ્રતિ ચરણ વિષે. બ) વર્તુળાકારે ફરીને ગવાતા ગીતો. ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં કરાતો નાચ કે તેમાં ગવાય તેવું ગીત. રાસ હંમેશા ગાયનો સાથે જ લેવાય છે. ક) જગતી છંદની જાતનો એક છંદ. એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં નગણ, રગણ, નગણ અને ર ગણ મળીને બાર અક્ષર હોય છે. તેમાં ૬,૬ અક્ષરે યતિ આવે છે.
ન ર ન રે મતા છ પર રાસમાં - રણપિંગળ. ડ) (જૂ.ગુ.) રાશિઃ ઢગલો “દૂર રહ્યા તો હિં ટૂકડારે, જો મને છે એક રાસ” ઈ) રાસ રાસ્ ધાતુ પરથી બન્યો છે. રાસ્ એટલે શબ્દ કરવો બૂમ પાડવી, ચીસ પાડવી વગેરે. ફ) રસવાળું એક જાતનું નાટક, ગરબાની પેઠે મોટે રાગે ગાવાનું નાનું કથાનક, ખરી બનેલી વાર્તાની કવિતા, એક પ્રાકૃત કાવ્ય પ્રબંધ જેમ કે ચંદ બારોટનો પૃથ્વીરાજ રાસ કે રાસો. ૨) ગુજરાતી વિશ્વકોશ મુજબ
રાસ - મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર - પૃષ્ઠ ૭૭૩ ૩) રાસક - ભગવદ્ ગોમંડળ અનુસાર - અ) ઉપરૂપક એટલે ઊતરતી જાતના નાટકના અઢાર માંહેનો એક ભેદ, નૃત્યના સાત માંહેનો એક પ્રકાર. - પૃષ્ઠ ૭૬૩૬ બ) કેટલાક ગ્રંથોમાં રાસકને બદલે લાસક પણ જોવા મળે છે, લાસક લાસ્ય પરથી આવ્યો હોવો જોઈએ. લાસ્ય એટલે નૃત્યકળાનો એક પ્રકાર. - પૃષ્ઠ ૭૬૩૬ ક) વૃંદાવનની ગોપીઓ સાથે શ્રીકૃષ્ણની રાસ લીલા એ એક પ્રકારનું લાસ્યનૃત્ય