________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૪૧ છે. તેથી પ્રથમના ત્રણ સ્થાવર કરતાં એના જીવો વધારે છે. કવિએ વર્ણવેલા વાયરાના પ્રકારો આ પ્રમાણે છે. ઓભાગમ (ઉદભ્રામક), ઓકલીઓ, મંડલિયો, મુખવાયુ, ગુંજવા, શુદ્ધવા, ઘનવાત, તનવાત વગેરે. આ સિવાયના બીજા પ્રકારો પણ હોઈ શકે છે. આ વાયરામાં આપણો જીવ ઘણા સમય સુધી રહે છે તેમ જ ઓછી પુણ્યાઇને કારણે ચારે ગતિમાં ફર્યા કરે છે.
આ વાયરાના જીવ કેવી રીતે હણાય છે એ પણ કવિએ વર્ણવ્યું છે. પવન સાથે જેને વેર છે એવા વીંઝણા વીંઝવાથી, શ્વાસોચ્છવાસથી, ઉઘાડે મોઢે બોલવાથી, ઉઠતાં, બેસતાં, હીંડોળાખાટ પર હીંચવાથી, ખાતાં, પીતાં, સુપડે સોતાં, ભૂંગળ, ભેરી, નિશાન, ડંકો વગેરે વગાડવાથી અસંખ્યાતા બાદર વાયરાના જીવો ઘણી રીતે હણાય છે એની અપેક્ષાએ બાદર પૃથ્વી, પાણી, અગ્નિના જીવો એવી રીતે હણાતા નથી. ૫) વનસ્પતિકાય ? વૃક્ષાદિના કંપનથી વાયુનું અસ્તિત્ત્વ પ્રગટ થાય છે તેથી વાયુકાય પછી વનસ્પતિકાયનું કથન છે. વનસ્પતિકારાના મુખ્ય બે પ્રકાર છે - સાધારણ અને પ્રત્યેક. તેમાં સાધારણનું મુખ્ય લક્ષણ અનંતકાયિત્ત્વ છે. એટલે કે એક જ શરીરમાં અનંત જીવોનું સાથે રહેવાપણું જેને કારણે તે અનંતકાયને નામે ઓળખાય છે. આ ઉપરાંત નિગોદ, કંદમૂળ, લીલફગ વગેરે એના પર્યાયવાચી નામ છે. કંદમૂળ, અંકુરા વગેરેમાં અનંતા જીવો હોય છે.
સાધારણ વનસ્પતિકાય - સોયના અગ્રભાગ ઉપર રહે એટલા ટૂકડામાં અસંખ્યાતા શરીરો છે. તે પ્રત્યેક શરીરમાં અનંતા જીવો હોય છે. સાધારણ વનસ્પતિકાય સિવાયના સઘળા જીવો મળીને અસંખ્યાતા જીવો જ હોય છે. (૪ સ્થાવર, પ્રત્યેક વનસ્પતિકાય અને ત્રસ બધા મળીને અસંખ્યાતા જીવો જ થાય.) તે બધા કરતાં અનંતગુણા અધિક જીવો એક શરીરમાં હોય છે. તો પછી એક બટેટા કે લસણ - કાંદામાં કેટલા જીવ થાય ? અનંતાનંત જીવો હોય. એ સાધારણ વનસ્પતિના નામ કવિએ નીચે મુજબ બતાવ્યા છે.
ગાજર, મૂળા, કંદ, કાંદા, કુમળાં ફળ, કુમળાં પાન, થોહર (થોર), ગુગલ, ગળી, કુંવાર આ બધા અનંતકાય છે માટે પુણ્યવંતે એને ઘરે ન લાવવા એમ કહીને કવિએ અનંતકાયને ઓળખવાના લક્ષણ પણ બતાવ્યા છે. જેના શિરા, સંધિ અને પર્વ ગુપ્ત હોય અને જેને ભાંગવાથી સમભાગ થાય તે સાધારણ વનસ્પતિકાય જાણવી.
પ્રત્યેક વનસ્પતિકાય - ત્યારબાદ કવિએ પ્રત્યેક વનસ્પતિકાયનો પરિચય આપ્યો. છે. પ્રત્યેક એટલે એક શરીરમાં એક જીવ. સાધારણમાં એક શરીરમાં અનંતા જીવ છે જયારે પ્રત્યેકમાં એક શરીરમાં એક જીવ હોય એ ઘણો મોટો મૂળભૂત તફાવત છે. સાધારણ વનસ્પતિ કરતાં પ્રત્યેક વનસ્પતિકાયના અંગોપાંગોનો વિકાસ ઘણો વધારે થયેલો હોય છે. અહીં કવિએ સાત પ્રકાર બતાવ્યા છે. ફૂલ, ફળ, લાકડું (થડ),