________________
૨૪૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પછી એની ગણના અચેત, અજીવ કે જડમાં થાય છે. ૨) અપકાયઃ પૃથ્વીકાય પછી અપકાયનું વર્ણન આવે છે. પૃથ્વી જીવોનો આધાર છે અને એ પૃથ્વી પર પાણી રહેલું છે માટે ત્યારબાદ એનું નિરૂપણ કર્યું છે. અપકાય. ત્રણે લોકમાં છે. અધોલોકમાં ધનોદધિ (ધન+ઉદધિ = જામેલું પાણી - Solid Water) સાતે નરકની નીચે છે. ઊર્ધ્વલોકમાં બારમા દેવલોક સુધીની વાવડીઓમાં હોય, તિસ્કૃલોકમાં અસંખ્યાતા સમુદ્રોમાં હોય. પાણી એ જ જેનું શરીર છે તે અપકાય. અપ = જેનો નીચે તરફ જવાનો સ્વભાવ હોય તેને અપ કહેવાય. પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો હોય.
કવિએ પાણીના પ્રકારો આ પ્રમાણે નિર્દેશ્યા છે.
ભૂમિકૂપ (કૂવાના તળિયામાં સરવાણીરૂપે ફૂટતું પાણી), આકાશમાંથી વરસતું પાણી, હિમ, કરા, ઓસબિંદુ, ધુમ્મસ, હરીતણું, ધનોદધિ કવિએ બતાવેલા આ પ્રકારો ઉપરાંત બીજા પણ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે. ૩) અગ્નિકાય - તેજસ્કાયઃ અગ્નિ એ જ જેનું શરીર છે તે અગ્નિકાય. અપકાયા જીવો તેજસુકાય જીવોના વિરોધી છે તેથી ત્યારપછી તેજસુકાયની વાત કહી છે. બાદર અગ્નિકાયનું સ્થાન (ક્ષેત્ર) સૌથી ઓછું છે. તિર્થ્યલોકમાં માત્ર અઢીદ્વીપ (૪૫ લાખ યોજન) માં જ હોય. એમાં ય અકર્મભૂમિમાં ન હોય. મહાવિદેહ ક્ષેત્રમાં સદેવ હોય પણ ભરત - ઈરવત ક્ષેત્રમાં પણ અમુક કાળમાં જ હોય. અવસર્પિણીકાળમાં ૧-૨-૩ અને છઠ્ઠા આરામાં ન હોય. પ્રથમના ત્રણ આરામાં અતિ સ્નિગ્ધતા (ચિકાસ) હોવાને કારણે ઘર્ષણ કરવા છતાં બાદર અગ્નિ ઉત્પન્ન થતો નથી તે ભીના લાકડાને દૃષ્ટાંતે. છઠ્ઠા આરામાં અતિ રૂક્ષતા હોવાથી અગ્નિ ઉત્પન્ન થતો નથી રાખના દષ્ટાંતે. ઉત્સર્પિણીકાળના ૧-૨ અને ૪-૫ આરામાં એ જ રીતે અગ્નિ ઉત્પન્ન થતો નથી. ઉત્સર્પિણીકાળના ૧-૨ અને ૪-૫ આરામાં એ જ રીતે અગ્નિ ન હોય. આમ અગ્નિકાયનું ક્ષેત્ર સૌથી ઓછું છે અને પાંચ સ્થાવરમાં સૌથી ઓછા જીવો અગ્નિકાયના હોય છે. અગ્નિકાયના પ્રકાર આ પ્રમાણે છે. જવાલા, ભઠ્ઠીનો અગ્નિ, અંગારા, ઉલ્કાપાત, કનક, વીજળી વગેરે અગ્નિની જાતો કવિએ બતાવી છે. એ ઉપરાંત બીજા પણ પ્રકારો શાસ્ત્રોમાં છે. ૪) વાયુકાય ? વાયુ એ જ જેનું શરીર છે એવા જીવો વાયુકાયના નામે ઓળખાય છે. વાયુ અગ્નિકાયને ઉદ્દીપ્ત કરે છે. વાયુથી અગ્નિકાયના જીવો પ્રજવલિત રહે છે તેથી ત્યારબાદ વાયુકાયના જીવોનું વર્ણન છે. વાયુ સિવાયની બીજી કાયો નજરે દેખાય છે પણ વાયુ નજરે દેખાતો નથી. તે તેના કાયથી જ જાણી શકાય છે. દા. ત. ડાળીઓ - પાંદડાનું હલન - ચલન, ધ્વજા આદિનું ફરકવું વગેરે. ૧૪ રાજલોકમાં પાંચે ય બાદર સ્થાવરની અપેક્ષાએ સૌથી વ્યાપક ક્ષેત્ર બાદર વાયરાનું છે. લોકમાં ફક્ત ઠોસ (સખત) જગ્યા છે ત્યાં જ બાદર વાયરો નથી. તે સિવાયના સર્વ સ્થાનોમાં હોય.