________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૩૯
જીવો ભય, ત્રાસ કે દુઃખનો અનુભવ થતાં તેના પ્રતિકાર માટે ચેષ્ટાઓ કરી શકે છે, સુખદુઃખનું સંવેદન થતાં તેને અનુકૂળ હલન-ચલનાદિ પ્રવૃત્તિ કરી શકે તે ત્રસ કહેવાય છે. એનાથી વિપરીત કેટલાંક જીવો એવી ચેષ્ટા કે પ્રવૃત્તિ કરી શકતા નથી તે સ્થાવર કહેવાય છે. આ સંસારી જીવોનો સમાવેશ ષડ્થવનિકાયમાં થઈ જાય છે. જેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આવે છે. ષડ્થવનિકાયની અવધારણા જૈનદર્શનની પ્રાચીનતમ અવધારણા છે જેનો ઉલ્લેખ પ્રાચીનતમ જૈન આગમિક ગ્રંથો જેવા કે ‘શ્રી આચારાંગ સૂત્ર,’ ‘શ્રી જીવાભિગમ સૂત્ર,’ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર,’ ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’ વગેરેમાં પ્રાપ્ત થાય છે. જો કે વનસ્પતિ અને બેઈન્દ્રિયાદિમાં તો જીવ છે એમ લગભગ બધા માને છે પરંતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પણ સજીવ છે એ અવધારણા જૈનોની વિશિષ્ટ અવધારણા છે. શરીર રચનાના આધાર પર જીવો છ ભાગમાં વિભાજીત થાય છે તેને ષડ્જવનિકાય કહેવાય છે. એમાંથી પ્રથમ પાંચ ભેદ સ્થાવરના કહેવાય છે. છઠ્ઠો ભેદ ત્રસકાય છે. સ્થાવર ભેદમાં માત્ર એક જ સ્પર્શનેન્દ્રિય હોય છે. તેમનો સમાવેશ એકેન્દ્રિયમાં થાય છે. બેઈંદ્રિયથી પંચેંદ્રિય જીવોનો સમાવેશ ત્રસકાયમાં થાય છે. અહીં કવિએ ૧૧ થી ૩૭ ગાથા અંતર્ગત સ્થાવર જીવો અને ૩૮ થી ૬૬ ગાથા અંતર્ગત ત્રસ જીવોના પ્રકારોનું સામાન્ય વર્ણન કર્યું છે જેનો ભાવ નીચે મુજબ છે.
૧) પૃથ્વીકાય : જે જીવની કાયા એટલે શરીર પૃથ્વીરૂપે છે તે જીવ પૃથ્વીકાય જીવ કહેવાય છે. કાય = જીવોનો સમૂહ. પૃથ્વીરૂપ શરીરોમાં રહેલા પ્રાણીઓના - જીવોના સમૂહ તે પૃથ્વીકાય. પૃથુ = વિસ્તાર. જે જીવો વિસ્તરાઈને રહેલા છે તે જીવો પૃથ્વીકાયથી ઓળખાય છે.
સ્થાવર જીવોમાં પ્રથમ નિર્દેશ પૃથ્વીકાયનો કરેલો છે એટલે તેનું સ્વરૂપ પ્રથમ વર્ણવ્યું છે. પૃથ્વી જીવોને રહેવા માટે આધારરૂપ છે માટે પણ એને પ્રથમ કહી છે. પૃથ્વીકાય ત્રણે લોકમાં છે. નરકના પૃથ્વીપિંડ, સિદ્ધશિલા, દેવોના ભવન, નગર, છત, ભૂમિ, ભીંત, વિમાન, તિર્હાલોકની ભૂમિ, મકાન, દ્વીપ, સમુદ્રનું તળિયું, પાતાળકળશા, પર્વત, ફૂટ, વેદિકા, જગતી (શાશ્વતી વસ્તુની બોર્ડર), બધી જાતની ખાણ, સમસ્ત શાશ્વત ક્ષેત્રો, અશાશ્વત પૃથ્વીમય સ્થળો પૃથ્વીકાય જીવોના સ્વસ્થાન છે. જેના કવિએ નીચે પ્રમાણે પ્રકારો બતાવ્યા છે.
સ્ફટિકત્ન, મણિરત્ન, હરતાલ, ખડી, હિંગળોક, પરવાળા, પારો, વાંની, સુરમો, ધાતુ, અરણેટો, અબરખ, ઉસ (ખારાવાળી માટી), પલેવો, તૂરી (ફટકડી), પાષાણ, માટી, લુણ. કવિએ આટલા પ્રકાર પૃથ્વીકાયના બતાવ્યા છે. આ ઉપરાંત બીજા પણ પૃથ્વીકાયના જીવો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ બધા પૃથ્વીકાયના જીવ જ્યારે પૃથ્વીના પેટમાં હોય ત્યારે સચેત હોય છે. જીવનશક્તિથી યુક્ત હોય છે આ વસ્તુઓ ખાણમાંથી બહાર નીકળ્યા પછી શસ્ત્ર, અગ્નિ, રસાયણ વગેરેના પ્રયોગથી જીવરહિત બને છે.