________________
૨૪૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પાંદડાં, બીજ, મૂળ અને છાલ એ બધામાં એક એક જીવ હોય છે. આ બધા અંગોપાંગો આપણા શરીરના અંગોપાંગોની જેમ સંલગ્ન હોય છે પરંતુ તે બધાનું એક પૃથફ શરીર પણ હોય છે તેમાં એક જુદો જીવ હોય છે.
દરેક વનસ્પતિ ઊગતી વખતે અનંતકાય જ હોય. પછી તે અનંતકાય જાતિની હોય તો અનંતકાય જ રહે છે અન્યથા પ્રત્યેક થઈ જાય છે. વળી મૂળ વગેરે પ્રત્યેકને આશ્રયે બીજા અસંખ્યાત વનસ્પતિકાય જીવો રહેલા હોય છે અથવા એમ પણ બને કે મૂળ સાધારણ હોય અને બાકીનો ભાગ પ્રત્યેક હોય.
નાળિયેર, આંબા, જાંબુ વગેરે વૃક્ષો તથા જેમાં ઘણા બીજ હોય એવા ફળવાળા વૃક્ષો આ બધા પ્રત્યેક વનસ્પતિકાય છે એમ કવિએ કહ્યું છે.
સૂક્ષ્મ જીવો ઃ પૂર્વે જે સ્થાવરના પાંચ ભેદ કહ્યા તે બાદર ભેદો છે. એના જ પાંચ સૂક્ષ્મ ભેદનો ઉલ્લેખ કવિએ કર્યો છે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચના સૂક્ષ્મ અને બાદર એવા બે વિભાગો છે. પ્રત્યેક વનસ્પતિકાયના આવા બે વિભાગો નથી એ માત્ર બાદર જ છે.
આ જીવો એટલા સૂક્ષ્મ છે કે આપણા હલન-ચલન, ઊઠ-બેસ કે કોઈ પ્રવૃત્તિની અસર આ જીવો પર થતી નથી.
આ જીવો આખા લોકમાં વ્યાપ્ત છે, એટલે કે ચૌદ રાજલોકનો કોઈ પણ ભાગ એવો નથી કે જ્યાં આ પાંચ પ્રકારના સૂક્ષ્મ જીવો રહેલા ન હોય, કોઈ પણ આકાશપ્રદેશ આ જીવ વગરનો નથી. આ જીવોનું આયુષ્ય મધ્યમ અંતર્મુહૂર્તનું હોય છે એટલે કે ઓછામાં ઓછું ૨૫૬ આવલિકાનું અને વધારેમાં વધારે બે ઘડીના સંખ્યાતમાં ભાગનું હોય છે.
બાદર શબ્દ સ્થૂળતાવાચક છે, પણ પૃથ્વીકાયિક એક જીવનું શરીર આપણી દષ્ટિનો વિષય બની શકતું નથી. આપણે પૃથ્વીકાય આદિના જે શરીર જોઈએ છીએ તે અસંખ્ય શરીરનો એક પિંડ હોય છે. તાત્પર્ય એ છે કે જે અમુક અવસ્થામાં દષ્ટિનો વિષય બની શકે છે તેને માટે બાદર સંજ્ઞા યોજાયેલી છે. સૂક્ષ્મ જીવોના અસંખ્યાતા શરીર ભેગા થાય તો પણ દેખાય નહિ. સૂક્ષ્મ જીવોની સંપૂર્ણ રાશિ ભેગી થાય તો પણ ન દેખાય.
- ત્રસ જીવોનો અધિકાર સ્થાવર જીવો પછી ક્રમથી ત્રસ જીવોનું વિવેચન કરવામાં આવ્યું છે.
બેઈન્દ્રિય જીવો પ્રત્યેક જીવોને અનાદિકાળથી એક ઈન્દ્રિય સ્પર્શનેન્દ્રિય મળેલી હોય છે. તેઓ અકામ નિર્જરા દ્વારા પુય એકત્ર કરે ત્યારે બીજી રસેન્દ્રિય પ્રાપ્ત થાય છે. તેથી તેને બેઈન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવોનો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ એકેન્દ્રિય જીવ કરતાં ઘણો વિશેષ હોય છે. પણ આ જીવો અનાદિના સંસ્કાર સાથે