________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૪૩ લઈને આવેલા હોવાથી, એ સંસ્કાર દઢ કરવામાં જ પોતાને મળેલી ઈન્દ્રિયનો ઉપયોગ કરે છે. પહેલા સ્પર્શેન્દ્રિયથી પ્રાપ્ત થતાં પુદ્ગલોમાં અનુકૂળતા - પ્રતિકૂળતા પ્રમાણે રાજી - નારાજી થતી. હવે રસેન્દ્રિયના પ્રતાપે આહારના પુદ્ગલો સ્વાદિષ્ટ હશે તો જ ખાશે નહિ તો બીજા આહારની શોધમાં જશે અને અનુકૂળ (ભાવતા) પુદ્ગલો રાગપૂર્વક ખાશે. આ સંસ્કાર બીજી ઈન્દ્રિય પેદા થતાં જ જીવને પેદા થાય છે અને જલ્દીથી દઢ થાય છે. જેથી એકેન્દ્રિય કરતાં રાગદ્વેષની માત્રા પણ વધે છે અને એના કરતાં પચીશ ગણો અધિક કર્મબંધ સમયે સમયે કરે છે. એટલે કે એકેન્દ્રિયપણામાં મોહનીય કર્મ એક સાગરોપમનું બંધાતું હતું તે બેઈન્દ્રિયપણામાં ૨૫ સાગરોપમનું બંધાય છે. એકેન્દ્રિય જીવ સ્પર્શનેન્દ્રિયના આઠ વિષય - ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, મૂદુ, કર્કશ, સ્નિગ્ધ, રૂક્ષ માં રાગદ્વેષ કરતો હતો. બેઈનેન્દ્રય જીવ રસેન્દ્રિયના તીખો, તૂરો, કડવો, ખાટો, મીઠો એ પાંચ મળીને તેર વિષયોમાં રાગદ્વેષ કરીને કર્મબંધ વધારે છે. તે બેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે.
કવિએ વર્ણવેલા બેઈન્દ્રિયના પ્રકારો -
કોડા, શંખ, ગંડોલા, મેહર, પોરા, અળશિયા, જળો, છીપ વગેરે જીવો બે ઇંદ્રિયવાળા હોય છે. આ ઉપરાંત બીજા પ્રકારો શાસ્ત્રોમાં છે.
તેઈન્દ્રિય જીવો – પૂર્વવત્ બેઈન્દ્રિયપણામાં અકામ નિર્જરા દ્વારા પુણ્ય પ્રાપ્ત થતાં ત્રીજી ઇંદ્રિય ધ્રાણેન્દ્રિય પ્રાપ્ત થાય છે. પૂર્વેના ૧૩ વિષયોમાં સુરભિગંધ અને દુરભિગંધ એમ બે વિષયો વધતાં ૧૫ વિષયોમાં અનાદિના સંસ્કાર પ્રમાણે રાગદ્વેષ કરે છે. ગમે તેટલા સારા સ્વાદવાળા પુદ્ગલ મળશે તેમાં ગંધ કેવા પ્રકારની છે તે પ્રમાણે પોતાને અનુકૂળ ગંધવાળા પુદ્ગલો ગ્રહણ કરશે. તેમાં પૂર્વવત્ રાગદ્વેષને કારણે કર્મબંધ વધારી દેશે. બેઈન્દ્રિયપણામાં પચીશ સાગરોપમનો બંધ હતો તે તેઈન્દ્રિયપણામાં પચાસ સાગરોપમનો થઈ જાય છે.
તેઈન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. જેમાંના કેટલાંક કવિએ આ પ્રમાણે વર્ણવ્યા. છે. માંકડ, કીડા, મંકોડા, ઈન્દ્રગોપ (ગાકળગાય), કંથવા, ગીગોડા, ઇયળ, જૂ, ગધેયા, ઉધઈ, ધીમેલ, સવા વગેરેને ત્રણ ઈંદ્રિય હોય છે.
ચૌરેન્દ્રિય જીવો - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયમાંથી ભમતાં ભમતાં જીવ ચોરેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. પૂર્વેની ત્રણ દ્રિય અને ચોથી ચન્દ્રિય પ્રાપ્ત થાય છે. પૂર્વે ૧૫ વિષયોનો ભોગવટો કરતો હતો તેમાં ચક્ષુઈન્દ્રિયના કાળો, નીલો, રાતો, પીળો, ધોળો એ પાંચ વિષય ઉમેરાતાં ૨૦ વિષયોનો ભોગવટો કરે છે. સ્વાદ, ગંધ ઉપરાંત પુદ્ગલોને જોવાની શક્તિ પ્રાપ્ત થઈ તેથી અનુકૂળ વર્ણવાળા પુદ્ગલો ગ્રહણ કરશે તેમાં મમત્વ, આસક્તિ, રાગાદિના પરિણામો દઢ કરતાં પૂર્વવત્ કર્મબંધ વધારી દેશે એટલે મોહનીય