________________
૩૫૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
આઠ ગુણોથી યુક્ત છે, કૃતકૃત્ય છે, લોકના અગ્રભાગ પર નિવાસ કરે છે તેઓ સિદ્ધ કહેવાય છે.
ન
(૩) જેમણે જન્મ, જરા, મરણ, ભય, સંયોગ, વિયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શરીર, કષાય, યોગ, લેશ્યા, દુઃખ, સંજ્ઞા, રોગ વગેરે કાંઈપણ ન હોય તે સિદ્ધ છે. (૪) જે ઈંદ્રિયોના વેપારથી રહિત, અવગ્રહાદિ દ્વારા પદાર્થોને ગ્રહણ કરતા નથી, જેને ઈંદ્રિય સુખ નથી એવા અતીન્દ્રિય, અનંતજ્ઞાન અને સુખવાળા જીવોને ઈન્દ્રિયાતીત સિદ્ધ જાણવા જોઈએ.
(૫) જેમણે વિવિધ ભેદરૂપ આઠ કર્મોનો નાશ કરી દીધો છે, જે ત્રણ લોકના મસ્તકના શેખર સ્વરૂપ છે, દુઃખોથી રહિત છે, સુખરૂપી સાગરમાં નિમગ્ન છે, નિરંજન છે, નિત્ય છે. આઠ ગુણોથી યુક્ત છે, અનવદ્ય અર્થાત્ નિર્દોષ છે, કૃતકૃત્ય છે, જેમણે સર્વાંગથી અથવા સમસ્ત પર્યાયો સહિત સંપૂર્ણ પદાર્થોને જાણી લીધા છે, જે વજ્રશિલા નિર્મિત અભગ્ન પ્રતિમાની સમાન અભેદ્ય આકારથી યુક્ત છે, જે સર્વ અવયવોથી પુરૂષાકાર હોવાપર પણ ગુણોથી પુરૂષ સમાન નથી કારણ કે પુરૂષ સંપૂર્ણ ઈંદ્રિયોના વિષયોને ભિન્ન દેશમાં જાણે છે પરંતુ જે પ્રતિ પ્રદેશમાં બધા વિષયોને જાણે છે તે સિદ્ધ છે. (૬) સિદ્ધ ભગવંત કેવા છે ? અવર્ણ, અગંધે, અરસે, અકાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, શોક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કર્મ નહિ, કાયા નહિ, એવી અનંત અનંત સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. તેઓ જ્યાં બિરાજે એ સ્થાનને સિદ્ધક્ષેત્ર કહે છે.
સિદ્ધલોક/સિદ્ધક્ષેત્રનું સ્વરૂપ O (જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ પૃ. ૩૩૪-૩૩૬) (૧) સિદ્ધભૂમિ ‘ઈષત્ પ્રાભાર પૃથ્વી ઉપર સ્થિત છે એક જોજનમાંથી કાંઈક ઓછા એટલા નિષ્કપ તેમ જ સ્થિર સ્થાનમાં સિદ્ધ રહે છે.
(૨) સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધજાથી ૧૨ જોજન ઉપર આઠમી પૃથ્વી સ્થિત છે. મધ્યમાં આઠ જોજન જાડી છે. ઉતરતા છેડે માખીની પાંખ કરતા પણ પાતળી છે. એની ઉપર ૧ જોજન તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધક્ષેત્ર છે. સિદ્ધક્ષેત્ર ૪૫ લાખ જોજનનું લાંબુ પહોળું અર્થાત્ ગોળાકાર છે. અઢીદ્વીપ ક્ષેત્રવત્ છે. ત્યાં સિદ્ધ ભગવંત બિરાજે છે. (શ્રાવક સામાયિક પ્રતિક્ર્મણ સૂત્ર પૃ. ૧૦૩)
જૈનદર્શનમાં સિદ્ધને ભગવાન, ઈશ્વર, દેવ માનવામાં આવે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવું તે સિદ્ધ છે.
આઠ કર્મનો ક્ષય થવાથી સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તેથી આઠ ગુણ પણ પગટે છે જે આ પ્રમાણે છે. કેવળ જ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ આત્મિક સુખ, ક્ષાયક સમકિત, અક્ષય સ્થિતિ, અમૂર્તિ, અગુરૂલઘુ અને અનંત આત્મિક શક્તિ. બીજી રીતે આઠ ગુણ આ પ્રમાણે છે.