________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩પ૭ હતો. ઈસા પછી ૫૫૩ વર્ષે કાંસન્ટનટિનોપોલની સભા પછી જ બે ના વિરોધમાં ૩ મતોથી એનો અસ્વીકાર કરવામાં આવ્યો. આમ છતાં ઓરિજન, સંત આગસ્તીના તેમ જ અસીસીના સંત ફ્રાન્સિસે એમના ગ્રંથોમાં આ વિચારનું સમર્થન જ કર્યું છે.
એ જ રીતે કુરાનની નિમ્ન આયતોમાં પણ પુનર્જન્મના વિચારનું સમર્થન દેખાય છે - "क्यों कुफ्र करते हो साथ अल्लाह के और थे तुम । मुर्दे पस जिलाया तुमको, फिर
| મુર્તા2મા તુમકો, फिर जिलाएगा तुमको, फिर उसके फिर जाओगे।" (सू.रु. ३, आयत ७)
"अल्लाह वह है जिसने पैदा किया तुमको, रिज्क दिया तुमको,
ત્રિનિસાણા તમો ” સૂ. ૨, ૩૦ ૨૩. કમાયત કરૂ) શ્રી ઈ. ડી. વાકરે પોતાના પુસ્તક “રિઈંકારનેશન’માં લખ્યું છે, “આરબ દાર્શનિકોનો આ એક પ્રિય સિદ્ધાન્ત હતો અને અનેક મુસલમાન લેખકોનો પુસ્તકોમાં એનો ઉલ્લેખ આજે પણ જોવા મળે છે.
પ્રાચીન યૂનાની વિચારક વિદ્વાન પાયથાગોરસ, સુકરાત, પ્લેટો, લૂટાર્ક, પ્લેટીનસ વગેરેના વિચારોમાં પણ પુનર્જન્મ પ્રત્યેની શ્રદ્ધા દૃષ્ટિગોચર થાય છે.
પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ પુનર્જન્મ માટે બિર્થ, મેટમસાઈકોસિસ, ટ્રાસમાઈગ્રેશન, પોલિજેનિસિસ, રિએમ્બાડીમેંટ વગેરે વિભિન્ન શબ્દોનો ક્યારેક ક્યારેક એક જ - ક્યારેક અલગ અર્થોમાં પ્રયોગ કરવામાં આવ્યો છે.
પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવનાર અન્ય અનેક દાર્શનિક, લેખકો તેમ જ કવિઓમાં સ્પિનોજા, રૂસો, શેનિંગ, ઇમર્સન, ડ્રાઈડન, વસવર્થ, શોલી, બાઉનિંગ આદિની. ગણના કરી શકાય છે.
જોસેફ હીડ તેમ જ કૅસેટને સવા ત્રણસો પાનાના ‘રિઈન્કારનેશન’ નામના પુસ્તકમાં વિભિન્ન ધર્મોમાં વ્યાપ્ત દાર્શનિકો, કવિઓ, વૈજ્ઞાનિકો વગેરેના પુનર્જન્મા સંબંધી વિચારોનું સંકલન પ્રસ્તુત કર્યું છે.
જેનદર્શન પુનર્જન્મમાં માને છે એ વાતની પુષ્ટિ જીવવિચાર રાસ’ની ગાથાઓ દ્વારા થઈ જાય છે. પુનર્જન્મ સંસારી જીવોનો જ થાય છે. સિદ્ધગતિ પ્રાપ્ત થયા પછી પુનર્જન્મ હોતો જ નથી. સંસારી જીવોના અધિકાર પછી હવે સિદ્ધનો અધિકાર કવિ રજૂ કરે છે.
સિદ્ધ સિદ્ધ જીવનું લક્ષણ
(જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ - પૃ. ૩૩૪) (૧) આઠ કર્મના બંધનને જેમણે નષ્ટ કર્યા છે એવા આઠગુણો સહિત પરમ લોકાગ્રમાં સ્થિત અને નિત્ય છે એવા તે સિદ્ધ છે. (૨) જે અષ્ટવિધ કર્મોથી રહિત છે. અત્યંત શાંતિમય છે, નિરંજન છે, નિત્ય છે,