________________
૩૫૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત (અ) નરકનું આયુષ્ય ચાર પ્રકારે બાંધેઃ (૧) મહા આરંભ, (૨) મહા પરિગ્રહ, (૩) કુણિમ આહાર (મદ્ય-માંસનું સેવન), (૪) પંચેન્દ્રિય જીવોનો વધ. (બ) તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે - (૧) માયાસહિત અલિક (જૂઠ) (૨) નિવડ માયા અલિક, (૩) અલિક વચન, (૪) ખોટાં તોલ ખોટાં માપ. (ક) મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે - (૧) ભદ્ર પ્રકૃતિ, (૨) વિનીત પ્રકૃતિ, (૩) સાનુક્રોશ (અનુકંપા), (૪) અમત્સર (સરળતા) (ડ) દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે (૧) સરાગસંયમ, (૨) સંયમસંયમ, (૩) બાલતપકર્મ, (૪) અકામ નિર્જરા.
જીવ આયુષ્યના બંધ પ્રમાણે ચાર ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ જીવાજોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. જયારે રાગ દ્વેષની પરિણતિ બંધ થઈ જાય છે ત્યારે જીવ વિતરાગી બને છે ત્યાર પછી કેવળી બને છે. કેવળી બન્યા પછી જન્મ મરણના ફેરા. બંધ થઈ જાય છે. અજરઅમર સ્થાનને પ્રાપ્ત કર્યા પછી એક જ સ્થાનમાં - સિદ્ધ ગતિમાં સ્થિર થઈ જાય છે.
જૈન દર્શનમાં આત્મા અંગે છ વાતો બતાવી છે. આત્મા છે, પરિણામી નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને તેના ઉપાયો પણ છે.
ભારતીય દર્શનોમાં ચાર્વાકને છોડીને બધા જ પુનર્જન્મના સિદ્ધાન્તમાં માને છે.
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે બેબર, મેકડોનલ, વિંટરનિટ્સ આદિનો મત છે કે જન્મ-જન્માંતરનો ઋગ્વદમાં ક્યાંય ઉલ્લેખ નથી કરાયો તેમ જ આ વિચારનો પ્રવેશ હિંદૂ-ધર્મ દર્શનમાં પરવર્તી યુગમાં થયો છે. પરંતુ સ્વેદના ખૂબ ગહન અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે આત્માની અમરતા તેમ જ જન્માંતર આદિની બાબતમાં મંત્રવિભાગમાં બીજરૂપે જે વિચાર છે તે જ બ્રાહ્મણ, આરણ્યક તેમ જ ઉપનિષદમાં વિકસ્યો છે. ( પુરાણો, સ્મૃતિઓ, રામાયણ તેમ જ મહાભારત આદિ ગ્રંથોમાં તો પુનર્જન્મા સંબંધી અનેકાનેક વિસ્તૃત ઉલ્લેખ મળે જ છે.
બૌદ્ધ ધર્મમાં પણ પુનર્જન્મના વિષયમાં જાતક સાહિત્ય ઉપલબ્ધ છે. વિશ્વના અન્ય બે મુખ્ય ધર્મો ઈસાઈ (ખ્રિસ્તી) અને ઈસ્લામના અનુયાયી પ્રાયઃ પુનર્જન્મમાં આસ્થા નથી રાખતા પરંતુ એ ઉલ્લેખનીય છે કે બાઈબલ તેમ જ કુરાન આદિ ગ્રંથોમાં પુનર્જન્મ સમર્થક વિચારો તરફ અનેક વિદ્વાનોએ ધ્યાન દોર્યું છે. જેથી ખ્યાલ આવે છે કે એ ધર્મોમાં પણ પુનર્જન્મના વિચારનો વિરોધ નથી ઉદરસેંટ લેસ્સી ડી, ધ કેસ ફોર રીઈંકારનેશન” બેલમોન્ટ ૧૯૬૩માં લેખકે ઈસાઈ મતના સંદર્ભમાં આ વાતની સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે - ઈસાઈ ધર્મમાં જો કે પુનર્જન્મનું પ્રત્યક્ષરૂપથી પ્રતિપાદન નથી પરંતુ એમણે એ વાતનો ક્યારેય વિરોધ પણ નથી કર્યો. વસ્તુતઃ એમના સમયમાં યહૂદી ધર્મમાં આ વિચારધારા પહેલેથી જ પ્રચલિત હતી. પ્રાચીન ચર્ચ પુનર્જન્મનો સમર્થક