________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩પપ સંજ્ઞી ગર્ભજ ઉરપરિસર્પ પાંચ નરક સુધી જાય. સંજ્ઞી જલચર ને સ્ત્રીલિંગ છ નરક સુધી જાય. સંજ્ઞી જલચર (સ્ત્રી વર્જીને) સાત નરક સુધી જાય. ગર્ભજ મનુષ્ય ૧ થી ૭ નરકે જાય. સાતમી નરકે મનુષ્યાણી ન જાય.
સાતે નરકના નીકળેલા નારકીના જીવો સંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ થાય. પર્યાપ્તા જ થાય. એમાં વિશેષતા એ છે કે સાતમીનો નીકળ્યો મનુષ્ય ગતિમાં ન જાય. સાતે નરકના નીકળેલા વિશેષ પદવી કઈ કઈ પામે તે ગાથા ર૬૦ થી રરમાં બતાવે છે. મનુષ્યની નવ ઉત્તમ પદવી કઈ નરકમાંથી નીકળેલો પ્રાપ્ત કરે એ વાત બતાવી છે. આ ગાથાથી એક વાત એ સિદ્ધ થાય છે કે તીર્થંકર જેવા તીર્થંકરે જો પૂર્વભવમાં નરક ગમન યોગ્ય પાપ બાંધ્યા હોય તો ભોગવવા તેમણે તીર્થંકર થતા પૂર્વે નરકોમાં ઉત્પન્ન થવું પડે છે. કર્મ કોઈની શરમ રાખતું નથી. તે નવ ઉત્તમ પદવી કેટલી નરકવાળા પામી શકે તે બતાવ્યું છે. (૧) તીર્થંકર - ૧ થી ૩ નરકથી નીકળેલા થાય. (૨) ચક્રવર્તી - પહેલી નરકના નીકળેલા થાય. (૩) વાસુદેવ - પહેલી બે નરકના નીકળેલા થાય. (૪) બળદેવ - પહેલી બે નરકના નીકળેલા થાય. (૫) કેવળી - ૧ થી ચાર નરકના નીકળેલા થાય. (૬) મુનિવર-સાધુ - ૧ થી પાંચ નરકના નીકળેલા થાય. (૭) શ્રાવક - ૧થી છ નરકના નીકળેલા થાય. (૮) સમકિતી ૧ થી સાત નરકના નીકળેલા થાય. (૯) માંડલિક રાજાનો બોલ ગાથામાં છે નહિ પણ ૧ થી ૬ નરકના નીકળેલા માંડલિક રાજા થઈ શકે. એવું ગતાગતિના બોલમાં છે.
(શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ - મૃ. ૧૪૮) સાતમી નરકનો નીકળેલો સમકતી થાય તે તિર્યંચગતિમાં જ સમજવો કારણકે સાતમી નરકનો નીકળેલો મનુષ્ય થતો નથી. તેમ જ નારકી નરકગતિ ને દેવગતિમાં પણ જતો નથી.
આમ આ બધી ગાથાઓનું અધ્યયન કરતા સિદ્ધ થાય છે કે જેનદર્શનમાં પુનર્જન્મના સિદ્ધાંતને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આનાથી એક વાત એ પણ સિદ્ધ થાય છે કે આત્માનું મૃત્યુ થતું નથી, આત્મા અજરઅમર છે, આત્મા નિત્ય છે.
જેનદર્શન અનુસાર જીવ રાગ-દ્વેષના કારણે કર્મબંધ કરતો રહે છે અને એ પ્રમાણે એના આયુષ્યનો બંધ પડે છે. ચારે પ્રકારના આયુષ્યનો બંધ નીચેના કારણે પડે છે.
(શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ - મૃ. ૧૪૦)