________________
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલા દેવના જીવો ફરી તરત દેવમાં ઉપજી ન શકે. મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થયેલા જીવો ફરીથી તરત દેવના ભવમાં ઉપજી શકે છે. મનુષ્યના પુનર્જન્મની વાત - ૧૫૧ બાર અપ્પોગ એહર્નિં કહઈવાય ચોવીસ ડંડકે એ પ્રાણી જાય, બાવીશ ડંડકના આવઈ જોય તેઉ-વાઉ નવ્ય માનવ હોય.
૩૫૪
મનુષ્યના જીવો ૨૪ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. જ્યાં જવાનું આયુષ્ય બંધાયુ હોય ત્યાં એ જઈ શકે છે. મનુષ્યમાં ૨૨ દંડકના જીવો આવીને ઉત્પન્ન થઈ શકે છે. તેઉકાય અને વઉકાયના જીવો મરીને મનુષ્ય નથી થઈ શકતા. (જુગલિયા અને સાતમી નરકના નીકળ્યા મનુષ્ય ન થાય)
સંમૂર્ચ્છિમ મનુષ્ય - ૧૮૨ દેવ નારકી તે નવિ થાય, વીજઈ સઘલઈ ઠામિં જાય. દેવ નારકી વ્યન જીવ દેહ ઉપજઈ સંમૂર્ચ્છિમ તેહ
સંમૂર્ચ્છિમ મનુષ્ય દેવ-નારકીમાં ઉપજે નહિ તેમ જ દેવ નારકી પણ સંમૂર્ચ્છિમમાં ઉપજે નહિ. ઔદારિકના દશ દંડકમાં જઈ શકે તેઉ-વાઉ વર્ઝને બાકીના ઔદારિકના ૮ દંડકના જીવો સંમૂર્ચ્છિમ મનુષ્યમાં ઉપજી શકે.
તિર્યંચ - ૧૯૭ ત્રીજુંચ લહઈ ચોગત્યની વાટ, ભવ સપ્તમ આઠ, સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઉપજઈ મર્ણ કરઈ
ત્રીજુંચ ગતિ સૂર કેરિ ગમિ ઉતકષ્ટો ઉપજઈ આઠમિ,
સતમ નરગ લગિં પણિ જાય, ભમતા પામી સઘલા ગહી
તિર્યંચમાં ચારે ગતિના જીવ આવે અને એ ચારે ગતિમાં જાય. જ્યાં જાય ત્યાં જ. બે અને ઉ. સાત કે આઠ ભવ કરે. એક સમયે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો જન્મે અને મરે. ઉપજેને ચવે. દેવગતિમાં ૮મા દેવલોક સુધી જાય. નરકમાં સાતે નરકમાં જાય. ભમતા ભમતા બધા ઘરે એટલે આગળ જે ઘર બતાવ્યા છે તે પ્રમાણે ઔદારિકના બધા ઘરમાં જાય.
સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય ક્યાં જાય તે ગાથા ૨૦૭ થી ૨૧૦માં બતાવે છે. તે પહેલી નરકમાં ઉપજે. દેવમાં ભવનપતિ અને વાણવ્યંતરમાં ઉપજે, એકેન્દ્રિયમાં પાંચે સ્થાવરના સૂક્ષ્મ ને બાદરમાં ઉપજે, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયમાં પણ જાય. (અહીં ચૌરેન્દ્રિય નથી લીધું પણ ચૌરેન્દ્રિયમાં પણ જાય. અહીં કવિની શરતચૂક થઈ ગઈ લાગે છે.) પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યને ગર્ભજ તિર્યંચમાં જાય. હવે ક્યાંથી આવીને ઉપજે તે કહે છે. દેવ-નારકી સિવાયના સઘળા જીવો અહીં આવીને ઉપજી શકે.
નારકી - ગાથા ર૫૫ થી રપ૯માં નારકીમાં કોણ આવીને ઉપજે તે બતાવ્યું છે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરકમાં ઉપજે.
સંજ્ઞી ગર્ભજ તિર્યંચમાંથી ભુજપરિસર્પ ૧લી બીજી નરકે ઉપજે.
સંજ્ઞી ગર્ભજ ખેચર ત્રણ નરક સુધી જાય.
સંજ્ઞી ગર્ભજ સ્થળચર ચાર નરક સુધી જાય.