________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૪૦ દેવ ચવી ગતિ દેવની એ, ન લહઈ તે નિરધાર તો,
અર્થાત્ દેવ મરીને ક્યારેય દેવ ન થાય. દેવમાં આંવીને ગર્ભજ મનુષ્ય, તિર્યંચ સંમૂર્ચ્છિમ અને ગર્ભજ એ ત્રણના આવીને ઉપજે. ગાથા ૧૩૩ થી ૧૩૮માં દેવના જીવો ક્યાં ક્યાં ઉપજે તે વ્યવહારથી બતાવ્યુ છે. ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષી, ૧લા - બીજા દેવલોકના દેવ.
૩૫૩
આ ગાથામાં કિલ્વિષીનો ઉલ્લેખ નથી પણ પહેલા કિલ્વિષી એમાં લઈ લેવાના એ ૬૪ જાતિના દેવના જીવો ચ્યવીને એટલે કે આયુ ક્ષય થવાથી મૃત્યુ પામીને કે કાળ કરીને પાંચ ઠામમાં ઉપજે છે. તે આ પ્રમાણે છે. ગર્ભજ તિર્યંચ સંખ્યાતા વર્ષવાળા ગર્ભજ મનુષ્ય, બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર વનસ્પતિકાય એ પાંચના પર્યાપ્તામાં ઉપજે. ત્રીજાથી આઠમા દેવલોકના દેવ - (છ દેવ, નવ લોકાંતિક, બે કિલ્પિષી એ ૧૭ ભેદવાળા) સંખ્યાતા વર્ષવાળા ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં ઉપજે અને પર્યાપ્તા થાય. ૯ થી ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૧૮ જાતના દેવના જીવો સંખ્યાતવર્ષના આયુવાળા ગર્ભજ મનુષ્માં ઉપજે અને પર્યાપ્તા થાય. (૬૪+૧૭+૧૮ = ૯૯ દેવ)
શ્રી ઠાણાંગ સૂત્રમાં ચોથે ઠાણે નારકી-દેવની ચૌબંગી છે.
(૧) નારકી મરીને નારકી ન થાય.
(૨) નારકી મરીને દેવ ન થાય.
(૩) દેવ મરીને દેવ ન થાય.
(૪) દેવ મરીને નારકી ન થાય.
એટલે દેવ અને નારકી ઔદારિકના ઘરમાં જ ઉપજે. અર્થાત્ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જ ઉપજે.
નારકીના જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉપજે પરંતુ દેવના જીવો બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ત્રણ એકેન્દ્રિયના ભેદમાં ઉપજે છે તેનું કારણ શ્રી ઠાણાંગ સૂત્રમાં ત્રીજે ઠાણે બતાવ્યું છે.
દેવ ત્રણ કારણથી એકેન્દ્રિયમાં ઉપજે છે.
(૧) આસક્તિથી-દેવલોકની વાવડીના સુગંધી પાણીમાં આસક્ત થવાથી, દેવલોકના રત્નો-આભુષણોમાં આસક્ત થવાથી અને વનસ્પતિકાયના સુગંધી, મનોહર ફુલોમાં આસક્ત થવાથી. એવા સુંદર રત્નો, પાણી, કે ફૂલ આદિમાં ઉત્પન્ન થાય. તુચ્છ પૃથ્વીકાય કે ગંદા પાણી કે તુચ્છ વનસ્પતિ જેવા કે કડવા લીમડા કારેલા આદિ જેવી વનસ્પતિમાં ઉત્પન્ન ન થાય પણ મનને ગમે એવા પૃથ્વી-પાણી-વનસ્પતિમાં ઉપજે. (૨) ત્રસકાયમાં રહેવાની કાયસ્થિતિ પૂરી થાય માટે એકેન્દ્રિયમાં ઉપજે. (૩) થોડી સ્થિતિમાં ઘણા ભવ ફરવાના હોય તો એકેન્દ્રિયમાં ઉપજે.
આ ત્રણે એકેન્દ્રિયમાં પણ ૧-૨-૩ થી કરીને સંખ્યાતા કે અસંખ્યાતા દેવના જીવો આવીને ઉત્પન્ન થાય છે.