________________
૩૫૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જેવા રાગાદિ ભાવોથી કાશ્મણ વર્ગણાના સ્કંધો આત્મા ઉપર ચોંટ્યા હોય તે પ્રમાણેના ફળો સમય પાકતાં તે કર્મ સ્કંધો અવશ્ય બતાવે છે. કોઈએ જીવહિંસા કરી હોય કે માયાકપટ કે અહંકાર કર્યા હોય તે પ્રમાણે તે કર્મબંધ થતા એનો ફળ આપવાનો સમય થાય ત્યારે એ નારકીપણું, સ્ત્રીપણું, મનુષ્યપણું એ પ્રમાણે ફળ આપે છે. એ જ કર્મો પુનર્જન્મમાં નિમિત્ત બને છે.
પુનર્જન્મના સિદ્ધાન્ત પ્રમાણે એકેન્દ્રિયાદિ જીવો ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે એ જીવવિચાર રાસ’માં બતાવ્યું છે.
એકેન્દ્રિય જીવ ૭૭ કાયસ્કતિ જીવ કેતુ રડઈ, ઉશ્રપણી અવશ્રપણી કહઈ,
અસંખ્યાતી તે પણિ કહું એક ભેદ વલી બહુ બહુ
એકેન્દ્રિય મરીને પાછો એકેન્દ્રિયમાં ઉપજે તો અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો કાળ એમાં જ જન્મ - મરણ કર્યા કરે. એમાં ય અનંતકાયમાં એટલે કે સાધારણ વનસ્પતિ-નિગોદમાં અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જેટલો કાળ રહે. એટલે એટલા કાળ સુધી એમાં જન્મ-મરણ કર્યા કરે.
બેઈન્દ્રિય જીવ ગાથા ૯૭, ૯૮માં બતાવ્યા પ્રમાણે એક સમયની અંદર બેઈન્દ્રિયમાં સંખ્યાતા જીવ ઉપજે અને ચ્યવે એટલે જન્મ અને મરે, બેઈન્દ્રિયના જીવ વારંવાર બેઈન્દ્રિય જ થયા કરે તો સંખ્યાતા ભવ ફરે, સંખ્યાતા કાળ સુધી એમાંને એમાં જ જન્મ મરણ કરે.
બેઈન્દ્રિય જીવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા માનવ તિર્યંચ એકેન્દ્રિય અને ત્રણ વિકેલેન્દ્રિય એટલી જગ્યાએ ગમનાગમન કરે છે. એટલે એટલા ઠામમાંથી નીકળીને બેઈન્દ્રિય થાય ને એટલા ઠામમાં બેઈન્દ્રિય જાય.
તેઈન્દ્રિય જીવ ગાથા ૧૦૬, ચૅરેન્દ્રિય જીવનું ગાથા ૧૭૭માં બતાવ્યા પ્રમાણે બેઈન્દ્રિય પ્રમાણે જાણવું.
પંચેન્દ્રિય જીવ ગાથા ૧ર૬માં બતાવ્યા પ્રમાણે એક સમયે સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે, ૨૪ પ્રકારના દંડકમાં જાય અને ચોવીસ દંડકમાંથી આવે. ૧૨૭ થી ૧૨૯ઃ એ ત્રણ ગાથામાં ૨૪ દંડકના નામ છે જે આ પ્રમાણે છે. ૧૦ ભવનપતિના ૧૦ દંડક, ૧ વાણવ્યંતરનો, ૧ જ્યોતિષીનો, ૧ હેમાનિકનો, ૧ પૃથ્વીકાયનો, ૧ અપકાયનો, ૧ અગ્નિકાયનો, ૧ વાયરાનો, વનસ્પતિકાયનો, ૧ નારકનો, ૧ બેઈન્દ્રિયનો, ૧ તેઈન્દ્રિયનો, ૧ ચોરેન્દ્રિયનો, ૧ ગર્ભજ તિર્યંચ અને એક મનુષ્યનો એમ ૨૪ દંડક થયા. હવેની ગાથામાં દેવના પુનર્જન્મની વાત છે. ૧૩૯ નર ગર્ભજથી આવતો એ ત્રીજંચ સમુઈમ જોય તો,
lભજથી પણિ ઉપજઈ એ અવર ન દૂજો કોય તો