________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૫૯
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આ ચાર અનુજીવી ગુણ, અમૂર્તિક અથવા સૂક્ષ્મત્વ, અગુરૂલઘુત્વ, અવ્યાબાધત્વ અને અવગાહના આ ચાર પ્રતિજીવી ગુણ આ આઠ ગુણ વ્યવહારથી કહ્યા છે નિશ્ચયથી તો દરેક સિદ્ધ ભગવંતોને અનંત ગુણ સમજવા. વિશેષ ભેદનયેદ્વનિર્ગતિત્વ (ગતિ રહિતપણું), નિરિન્દ્રિયત્વ (ઈન્દ્રિય રહિતપણું), નિષ્કાયત્વ (શરીર રહિતપણું), નિર્યોગત્વ (યોગ રહિતપણું), નિર્નામત્વ (નામ રહિતપણું), નિર્વેદત્વ (વેદ રહિતપણું), નિષ્કષાયત્વ (કષાય રહિતપણું), નિર્ગોત્રત્વ (ગોત્ર રહિતપણું), નિરાયુષત્વ (આયુષ્ય રહિતપણું) ઈત્યાદિ વિશેષ ગુણો તેમ જ અસ્તિત્વ, વસ્તુત્વ પ્રમેયત્વાદિ સામાન્ય ગુણો અનંત જાણવા.
સંસારી જીવોના અધિકાર પછી સિદ્ધનો અધિકાર શરૂ થાય છે. એ સિદ્ધ ભગવંતનું વર્ણન કવિએ ૩૨૪મી ગાથાથી ૩૯૮મી ગાથા સુધી કર્યું છે એમાં શરૂઆતની ચાર ગાથામાં સિદ્ધના પંદર ભેદ છે અને પછીની એકોતેર ગાથામાં સિદ્ધ પંચાશિકામાં બતાવેલા પંદર દ્વાર આંતરા સહિત વર્ણવ્યા છે. સિદ્ધના પંદર ભેદ ૩ર૪ થી ૩ર૮મી ગાથામાં વર્ણવ્યા છે.
ભવ્ય જીવ હોય એ જ પાંચમી સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી શકે છે. જે આ પ્રમાણે છે. (૧) તીર્થંકર સિદ્ધ - તીર્થંકર પદવી પામીને મોક્ષે જાય તે ઋષભદેવ આદિ તીર્થંકરો. (૨) અતીર્થંકર સિદ્ધ - તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈ મોક્ષે જાય તે. (૩) તીર્થ સિદ્ધ - તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પછી જે મોક્ષે જાય તે ગણધર પ્રમુખ. (૪) અતીર્થ સિદ્ધ - તીર્થંકરે તીર્થ સ્થાપ્યા પહેલા તથા તીર્થ વિચ્છેદ થયા બાદ જે મોક્ષે જાય તે મરૂદેવી માતા પ્રમુખ.
(૫) ગૃહસ્થલિંગ સિદ્ધ - ગૃહસ્થના વેષે (રહ્યા થકા)મોક્ષે જાય તે મરૂદેવી માતા પ્રમુખ. (૬) અન્યલિંગ સિદ્ધ - યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેષે મોક્ષે જાય વલ્કલચીરી આદિ.
(૭) સ્વલિંગ સિદ્ધ - સાધુને વેષે મોક્ષે જાય તે જંબુસ્વામી વગેરે સાધુ મુનિરાજો. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - સ્ત્રીલિંગે મોક્ષે જાય તે ચંદનબાળા આદિ.
(૯) પુરૂષલિંગ સિદ્ધ - પુરૂષલિંગે મોક્ષે જાય તે ગૌતમાદિક
(૧૦) નપુંસકલિંગ સિદ્ધ - નપુંસકલિંગે મોક્ષે જાય તે ગાંગેય અણગાર પ્રમુખ. (૧૧) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ - કોઈ પદાર્થ દેખીને પ્રતિબોધ પામવાથી પોતાની મેળે ચારિત્ર લઈને મોક્ષે જાય તે કરકંડુ પ્રમુખ.
(૧૨) સ્વયંબુદ્ધ સિદ્ધ - ગુરૂના ઉપદેશ વિના પોતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબોધ પામી મોક્ષે જાય તે કપિલ આદિ.
(૧૩) બુદ્ધબોહી સિદ્ધ - ગુરૂનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે.
(૧૪) એક સિદ્ધ - એક સમયમાં એક જીવ મોક્ષે જાય તે. મહાવીર સ્વામી પ્રમુખ.
(૧૫) અનેક સિદ્ધ - એક સમયમાં ઘણા જીવ મોક્ષે જાય તે ઋષભદેવ સ્વામી
-