________________
૩૬૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
પ્રમુખ. ૩૨૮-૩૯૧ ગાથામાં સિદ્ધ પંચાશિકાનો અધિકાર છે. તેના પંદર દ્વાર છે. ૩૨૮ સીધ તણા છઈ પનરઈ દૂઆર, સીધ પંચશકા માંહિ વીધા ચાર,
ખેત્રદ્વાર તે પહેલું લહું, ત્રિલોક ભેદ વ્યવરીતિ કહું. તે પંદર દ્વારનો સાર નીચે મુજબ છે. (બધા દ્વારમાં ૧ સમયમાં ઉત્કૃષ્ટ કેટલા સિદ્ધ થાય તે બતાવ્યું છે. જધન્ય બધામાં ૧ સમયે ૧ સિદ્ધ થાય. (૧) ક્ષેત્રદ્વાર - આ વિશ્વને જેનદર્શનમાં લોક તરીકે ઓળખવામાં આવે છે એના ત્રણ ભાગ છે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્થોલોકએને ક્ષેત્ર કહેવાય છે એ ત્રણ ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાંથી કેટલા જીવ મોક્ષે જાય તેનું નિરૂપણ ૩૨૯ થી ૩૩૨ મી ગાથામાં બતાવ્યું છે અને ૩૩૩ નંબર બે વાર છે એ બંને ગાથામાં એનું આંતરૂં બતાવ્યું છે જે આ પ્રમાણે છે.
ઊર્ધ્વલોકમાંથી ૧ સમયે ચાર જીવ સિદ્ધ થઈ શકે. મેરૂ પર્વત પર નંદનવન આદિ વન છે ત્યાં કોઈ સાધુ વિદ્યા દ્વારા કે સાહરણ દ્વારા ગયા હોય તે ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોક્ષે જાય. એક સાથે એક જ સમયે વધારેમાં વધારે ચાર જીવો મોક્ષે જઈ શકે.
અધોલોકમાંથી એક સમયે બાવીશ જીવ મોક્ષે જાય. (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, સિદ્ધ પંચાશકમાં વીશ જીવ સિદ્ધ થાય એવો મૂળ પાઠ છે) સમભૂતલ પૃથ્વીથી તિર્થ્યલોકમાં કેટલોક ભાગ નીચે તરફ ઢળેલો છે જે અધોલોકમાં ગણાય છે. માટે કવિએ ગાથામાં લખ્યું છે કે સમભૂતલથી તિચ્છલોકમાં જંબુદ્વીપની મધ્યમાં મેરૂ પર્વત છે એની લંબાઈ ૧૦,૦૦૦ જોજન છે. પૂર્વ પશ્ચિમ બંને તરફ ૨૨-૨૨ હજાર યોજના ભદ્રસાલ વન છે. ત્યારપછી ૧૬ વિજય છે. હજાર જોજન પછી ઢળાણવાળું ક્ષેત્ર છે. તે ૨૨૦૦૦ જોજનનું છે એમ એનો ભાવાર્થ છે. ૨૨૦૦૦ જોજન મુખ્ય જાણવા. ત્યાં મહાવિદેહ ક્ષેત્રની વિજય છે ત્યાંથી જીવ મોક્ષે જઈ શકે.
તિર્થ્યલોકમાંથી એક સમયે એકસો આઠ જીવ એક સાથે મોક્ષે જઈ શકે. વધારેમાં વધારે જીવો આટલા જ મોક્ષે જઈ શકે એનાથી વધારે જીવો એક સાથે મોક્ષે ન જાય. પછી અંતર પડે. તિર્થ્યલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે તેને મધ્યભાગે અઢીદ્વીપ અને બે સમુદ્ર છે. તેમાંથી જીવ સિદ્ધ થઈ શકે, બાકીના વિસ્તારમાંથી નહિ કારણ કે જીવ સમશ્રેણીએ ઉપર ઊર્ધ્વગમન કરે છે અને સિદ્ધક્ષેત્ર પણ ૪૫ લાખા જોજનના ઘેરાવામાં છે. એટલો ઘેરાવો નીચે તિથ્યલોકમાં અઢીદ્વીપ-સમુદ્ર સુધી જ છે માટે એટલા ક્ષેત્રમાંથી (અધો-ઊર્ધ્વ-
તિલોકમાં) જ મોક્ષે જઈ શકે. મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયમાંથી વીશ જીવો સિદ્ધ થઈ શકે. સમુદ્રમાંથી બે સિદ્ધ થઈ શકે પંજ્ઞવનમાંથી બે સિદ્ધ થઈ શકે અને અકર્મભૂમિમાંથી દશ સિદ્ધ થઈ શકે.
આંતરૂ એટલે અંતર પડવું કે વિરહ થવો. જે ક્ષેત્ર આદિમાંથી મોક્ષે જવાનું ચાલુ