________________
જીવવિવિચાર રાસ એક અધ્યયન
૩૬૧
થયા પછી કેટલોક સમય મોક્ષમાં કોઈ જીવ જાય નહિ તો એ કેટલા સમય સુધી મોક્ષે ન જાય એ આ દ્વારમાં બતાવવામાં આવે છે. એને અંતર-વિરહ કે આંતરૂં કહેવામાં આવે છે. આંતરૂં કેટલા સમયે પડે એનો નિયમ નથી પણ પડે તો કેટલું પડે એ જ અહીં બતાવ્યું છે. બધામાં જઘન્ય આંતરૂં ૧ સમયનું હોઈ શકે. અહીં બધે ઉત્કૃષ્ટ આંતરૂં બતાવવામાં આવ્યું છે. એટલા સમય સુધી ત્યાંથી કોઈ જીવ મોક્ષમાં જાય નહીં. જંબુદ્વીપ અને ઘાતકીખંડમાં ઉત્કૃષ્ટ નવ વર્ષનું આંતરૂં (અંતર) પડે પછી સિદ્ધ થવાનું ચાલુ થાય. અર્ધપુષ્કરદ્વીપમાં ઉત્કૃષ્ટ એક વર્ષ ઝાઝેરાનું અંતર પડે. સિદ્ધ પંચાસકના આધારે આ લખ્યું છે એમ કવિ કહે છે.
(૨) કાળ દ્વાર : ૩૩૪ થી ૩૪૫ ગાથાનો ભાવાર્થ
કાળ દ્વારમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના આરા આશ્રી વિચારણા કરી છે. અવસર્પિણી કાળના છ આરા છે. ત્રીજા-ચોથા આરામાં જીવો સિદ્ધ થાય છે. તેમ જ ચોથા આરાનો જન્મેલો હોય તે પાંચમાં આરામાં સિદ્ધ થઈ શકે. પાંચમા આરાનો જન્મેલો પાંચમા આરામાં સિદ્ધ ન થાય. એવી જ રીતે ઉત્સર્પિણી કાળમાં બીજા આરાનો જન્મેલો ત્રીજી આરામાં મોક્ષે જઈ શકે. બીજા આરામાં મોક્ષે ન જઈ શકે. ત્રીજા-ચોથા આરામાં જીવો મોક્ષે જાય. બાકીના આરામાં જન્મેલા કોઈ જીવો મોક્ષે ન જાય પણ સાહરણ આશ્રી ત્યાંથી જીવો મોક્ષે જઈ શકે.
અવસર્પિણી-ઉત્સર્પિણી બંનેના ત્રીજા-ચોથા આરામાંથી ૧ સમયે ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય અવસર્પિણીના પાંચમા આરામાં ૧ સમયે વીશ સિદ્ધ થઈ શકે. એ આરામાં ચોથા આરામાં જન્મેલા હોય એ જ સિદ્ધ થઈ શકે. પછી એ આરાના જન્મેલા મોક્ષમાં ન જાય. પણ મહાવિદેહ ક્ષેત્રના સાધુનું સાહરણ કરીને અહીં મૂક્યા હોય એ જીવો કેવળજ્ઞાન પામીને અહીંથી મોક્ષે જઈ શકે. બાકીના સાત આરામાંથી પણ એ જ રીતે સાહરણ આશ્રી એક સમયે દશ જીવો મોક્ષે જઈ શકે. (અવસર્પિણીનો ૧, ૨, ૬ અને ઉત્સર્પિણીનો ૧, ૨, ૫, ૬ એ સાત આરા કવિએ કહ્યા છે.)
આંતરૂં - ભરત અને ઈરવત ક્ષેત્રમાં જ કાળનો પ્રભાવ છે એટલે કે આરા છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં એકસરખો જ કાળ (ચોથા આરા જેવા ભાવ) હોય છે. ત્યાંથી જીવોનું સિદ્ધ થવાનું (સિદ્ધ ગતિનું આંતરૂં ન હોય તો) સદૈવ ચાલુ જ હોય છે. ત્યાં કાળનો હ્રાસ-વિકાસ નથી માટે એને નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાળ કહેવાય છે. ભરત-ઈરવત ક્ષેત્રમાં દેશેઊણા અઢાર ક્રોડાક્રોડી સાગરોપણનું આંતરૂં પડે. ઉત્સર્પિણી કાળમાં ચોથા આરામાં ૨૪મા તીર્થંકર મોક્ષે જાય પછી મોક્ષ ગતિ બંધ થાય અને જુગલકાળ શરૂ થાય છે. ચોથો આરો બે ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. પાંચમો આરો ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે છઠ્ઠો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. પછી અવસર્પિણી કાળ ચાલુ થાય છે તેનો પહેલો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. બીજો આરો ત્રણ ક્રોડાક્રોડી અને ત્રીજો આરો બે ક્રોડાક્રોડી