________________
૩૬૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત સાગરોપમનો હોય છે. આ બંને કાળના મળીને છ આરા જુગલિયાના હોય છે એમાંથી મોક્ષે જવાનું હોતું નથી. ત્રીજા આરાના છેલ્લા એક લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા હોય ત્યારે સિદ્ધગતિના દ્વાર ખૂલે છે. ઉત્સર્પિણીમાં મોક્ષગતિ બંધ થઈને અવસર્પિણીમાં ખૂલવાની વચ્ચે દેશઊણા ૧૮ ક્રોડોક્રોડી સાગરોપમ કાળ વ્યતીત થઈ જાય છે. માટે ઉત્કૃષ્ટ આંતરૂ દેશે ઊણા ૧૮ ક્રોડાકોડી સાગરનું જાણવું. એ જ રીતે અવસર્પિણીમાં બંધ થઈને પછી ઉત્સર્પિણી કાળમાં ખૂલવાની વચ્ચે દેશઊણા ૮૪ હજાર વર્ષનો સમય વ્યતીત થાય છે.
આમ છતાં આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રના જન્મેલા સાધુનું સાહરણ કરીને કોઈ આ ક્ષેત્રમાં તેમને મૂકે તો સિદ્ધ થઈ શકે છે. સાહરણ કોનું કોનું ન થઈ શકે એ કવિ ૩૪૪ અને ૩૪પમી ગાથામાં કહે છે.
સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધ ચારિત્રી, અપ્રમત્ત સાધુ, પુલાક ચારિત્રવાળો, ચૌદપૂર્વધારી, આહારક શરીરી એટલાનું સાહરણ દેવ ન કરી શકે. સાહરણ આશ્રી જે જીવો સિદ્ધ થાય તેનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું જાણવું.
(ભગવતી સૂત્ર શતક ૨૫ ઉદ્દેશા છઠ્ઠામાં ૧૦ બોલનું સાહરણ ન થાય એમ બતાવ્યું છે. સાત ઉપરના તથા ઉપશમ શ્રેણીવાળા, ક્ષપક શ્રેણીવાળા અને કેવળી એમ ૧૦ પ્રકારના જીવોનું સાહરણ ન થઈ શકે) (૩) ગતિ દ્વારઃ ગાથા ૧૪૬ થી ૩૫૪
ચાર ગતિના જીવો મનુષ્ય થઈને મોક્ષમાં જઈ શકે. એમાંથી કઈ ગતિવાળા નીકળીને કેટલા એક સાથે વધારેમાં વધારે મોક્ષમાં જઈ શકે તે કહે છે. * નરક ગતિ - પ્રથમ ત્રણ નરકમાંથી આવેલા ૧ સમયે દશ સિદ્ધ થઈ શકે. ચોથીમાંથી આવેલા ચાર સિદ્ધ થઈ શકે. ૫ થી ૭ નરકમાંથી આવેલા સિદ્ધ ન થઈ શકે.
તિર્યંચ ગતિ - તિર્યંચ પંચે. અને તિર્યંચાણીમાંથી આવેલા દશ સિદ્ધ થઈ શકે. પૃથ્વીકાય અને અપકાયમાંથી આવેલા ચાર સિદ્ધ શકે અને વનસ્પતિમાંથી આવેલા છ સિદ્ધ થઈ શકે. બધા મળીને દશ સિદ્ધ થઈ શકે. તેઉકાય-વાઉકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય આટલાના નીકળ્યા સિદ્ધ ન થઈ શકે.
મનુષ્ય ગતિ - મનુષ્ય ગતિના નીકળ્યા ૨૦ સિદ્ધ થઈ શકે. મનુષ્યાણીમાંથી આવેલા વીસ સિદ્ધ થઈ શકે અને ગર્ભજ મનુષ્યમાંથી આવેલા દશ સિદ્ધ થઈ શકે. જુગલિયા અને સંમૂર્છાિમમાંથી નીકળેલા સિદ્ધ ન થઈ શકે.
દેવ ગતિ - દેવગતિમાંથી આવેલા ૧૦૮ એક સમયે સિદ્ધ થઈ શકે. ભવનપતિ અને વાણવ્યંતર દેવના નીકળેલા દશ સિદ્ધ થાય અને તેમની દેવીના નીકળેલા પાંચ સિદ્ધ થાય. જયોતિષી દેવના નીકળેલા દશ સિદ્ધ થાય અને દેવીના નીકળેલા વીશ સિદ્ધ થાય. વૈમાનિક દેવના નીકળેલા એકસો આઠ સિદ્ધ થાય અને દેવીના નીકળેલા. વીશ સિદ્ધ થાય. પંદર પરમાધામી, ત્રણ કિલ્વીષીમાંથી નીકળેલા સિદ્ધ ન થાય.