________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૬૩ આંતરૂં નારકીનું આંતરૂં હજાર વર્ષનું, તિર્યંચનું આંતરૂં નવસો વર્ષનું, તિર્યંચાણી, મનુષ્યાણી, મનુષ્ય, દેવ-દેવી એ બધામાંથી આવેલાનું મુક્તિનું આંતરું એક વર્ષ ઝાઝેરું જાણવું. (૪) વેદ દ્વારઃ
૩૫૫ થી ૩૫૯ અહીં કવિએ લિંગને વેદના અર્થમાં લીધેલ છે. ત્રણે વેદવાળા (અવેદી થઈને) મોક્ષમાં જઈ શકે. પુરૂષdદવાળા ૧૦૮ પણ સિદ્ધ થઈ શકે. સ્ત્રીવેદવાળા વીશ અને નપુંસકદવાળા દશ સિદ્ધ થઈ શકે. વૈમાનિક દેવમાંથી આવેલા પુરૂષવેદી એકસો આઠ સિદ્ધ થાય, સ્ત્રીવેદી વીશ સિદ્ધ થાય. પુરૂષ મરીને નપુંસક અથવા સ્ત્રીમાં જાય તો એ દશ સિદ્ધ થાય. સ્ત્રી કરીને સ્ત્રી અથવા નપુંસક વેદી અથવા પુરૂષવેદી થાય તો દશ જ સિદ્ધ થઈ શકે.
આંતરું – નપુંસકવેદ અને સ્ત્રીવેદનું અંતર પડે તો સંખ્યાતા હજાર વર્ષનું, પુરૂષવેદનું અંતર એક વર્ષનું જ પડે. (૫) તીર્થ દ્વાર ૩૬૦ થી ૩૬૨
તીર્થકરી (સ્ત્રી લિંગવાળા તીર્થંકર) જિન - એક સમયે બે મોક્ષમાં જાય. તીર્થંકર એક સમયે ચાર મોક્ષમાં જાય. (જઘન્ય બે સિદ્ધ થાય)
આંતરૂં - બે તીર્થંકર વચ્ચે વધારેમાં વધારે નવ હજાર પૂર્વનું અંતર પડે. (આગમાં રૂપ તર્કથી ૧ લાખ પૂર્વનું અંતર યોગ્ય લાગે છે.) બે તીર્થકરી વચ્ચે અનંતકાળનું આંતરૂં પડે. અર્થાત્ અનંતકાળે એક તીર્થકરી સિદ્ધ થાય. (૬) લિંગ દ્વાર ૩૬૩-૩૬૫
ગૃહસ્થ લિંગમાં એક સમયે ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય. અન્યલિંગ-તાપસાદિક એક સમયે ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય. સ્વયંલિંગ (સાધુ-સાધ્વી) એક સમયે ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય.
આંતરૂં - સ્વલિંગનું આંતરૂં એક વર્ષ ઝાઝેરું (બાકીના લિંગનું આંતરૂં બતાવ્યું નથી) (૭) ચારિત્ર દ્વાર - ૩૬૬-૩૬૭
પાંચ પ્રકારના ચારિત્રમાંથી માત્ર એક યથાખ્યાત ચારિત્રવાળા જ એકસો આઠ મોક્ષે જાય.
આંતરૂં એક વર્ષનું પડે. (૮) બુદ્ધ દ્વાર - ૩૬૮-૩૭૨
પ્રત્યેક બુદ્ધ - દશ સિદ્ધ થાય.
સ્વયંબુદ્ધ - ચાર સિદ્ધ થાય.
બુદ્ધ બોહી સ્ત્રી - વીસ સિદ્ધ થાય. બુદ્ધબોહી જીવ ચાલીસ સિદ્ધ થાય. (મૂળા પાઠ એકસો આઠ સિદ્ધ થવાનો છે.)
(પ્રજ્ઞાપના સૂત્ર પદ - ૨૦, ).