________________
૩૬૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
આંતરૂં - બુદ્ધ બોહી પુરૂષનું આંતરૂ એક વર્ષ ઝાઝેરૂં પડી શકે. પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોહી સ્ત્રીનું આંતરૂં એક હજાર વર્ષનું આંતરૂ પડી શકે. સ્વયં બુદ્ધનું નવહજાર પૂર્વ સુધીનું આંતરૂં પડી શકે.
(૯) જ્ઞાન દ્વાર - ૩૭૩/૩૭૮
કેવળજ્ઞાન વગર મોક્ષે ન જવાય. જધન્ય - ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન - મતિ - શ્રુત - કેવળજ્ઞાન પામીને મોક્ષે જવાય. તે ચાર સિદ્ધ થાય.
મધ્યમ - ચાર જ્ઞાન. મતિ-શ્રુત-મનઃપર્યવ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળા દશ સિદ્ધ થાય. તેમ જ મતિ-શ્રુત- અવધિ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળા એકસો આઠ સિદ્ધ થાય.
ઉત્કૃષ્ટ - પાંચે જ્ઞાનવાળા પણ એકસો આઠ સિદ્ધ થાય.
આંતરૂ - મતિ-શ્રુત - કેવળ એ ત્રણ જ્ઞાનવાળાનું આંતરૂં પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું પડે.
મતિ શ્રુત અવધિ - કેવળ એ ચાર જ્ઞાન વાળાનું આંતરૂં એક વર્ષ ઝાઝેરાનું મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનવાળાનું તથા મતિ-શ્રુતમનઃપર્યવ-કેવળ એ ચાર જ્ઞાનવાળાનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું પડે. (૧૦) અવગાહના દ્વાર - ૩૭૯-૩૮૨
જઘન્ય બે હાથની અવગાહનાવાળા ચાર સિદ્ધ થઈ શકે ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા બે સિદ્ધ થઈ શકે મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ સિદ્ધ થઈ શકે.
આંતરૂં - જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળાનું આંતરૂં અસંખ્યાતા કાળનું, મધ્યમ અવગાહનાવાળાનું એક વર્ષ ઝાઝેરાનું આંતરૂં પડી શકે.
ઋષભદેવ સ્વામી સાથે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થયા તે અચ્છેરૂં હતું. (૧૧) ઉત્કર્ષ દ્વાર - ૩૮૬-૩૮૭
પડિવાઈ સમકિતીમાં જે જીવ સમકિત પ્રાપ્ત કરી વમી દે પછી અનંતકાળ ફર્યા પછી સમકિતને પ્રાપ્ત કરે એવા જીવ એક સમયે એકસો આઠ સિદ્ધ થઈ શકે. જે જીવ સમકિત વમ્યા પછી સંખ્યાતા, અસંખ્યાતા કાળ પછી સમકિત પ્રાપ્ત કરે એવા જીવ દશ સિદ્ધ થઈ શકે. સમકિત વમ્યા વગરના જીવ ચાર સિદ્ધ થઈ શકે.
આંતરૂં - સમકિત પામીને અનંતકાળ ફરવાવાળા જીવોનું આંતરૂં વરસ ઝાઝેરૂં. સમકિત પામીને સંખ્યાતા-અસંખ્યાતાકાળ ફરવાવાળા જીવોનું આંતરૂં સંખ્યાતા હજાર વર્ષનું પડે.
અચ્યુત (અપડિવાઈ) સમકિત એટલે કે સમકિત પ્રાપ્ત થયા પછી વમે નહિ એવા જીવો વચ્ચે સાગરોપમના અસંખ્યાતમા ભાગનું આંતરૂં પડી શકે. (૧૨) અંતર દ્વાર - ૩૮૮