________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૧૧
પરિશિષ્ટ - ૩
જન પારિભાષિક શબ્દો જૈનાચાર્યો અને જેન કવિઓ - સાહિત્યકારોએ વિભિન્ન ભાષાઓમાં ભારતીય સાહિત્યને વિવિધ ક્ષેત્રે સમૃદ્ધ કર્યું છે. એમાંની એક ભાષા છે ગુજરાતી. જેમાં જેનદર્શનનું તત્ત્વજ્ઞાન, કથા, સાહિત્યરાસા સાહિત્ય, ગદ્ય-પદ્યના વિવિધ માધ્યમો દ્વારા પીરસ્યું છે. તેમાં પ્રચૂર પ્રમાણમાં જેના પારિભાષિક અને વિશેષાર્થ ગર્ભિત શબ્દોનો પ્રયોગ કર્યો છે. એ અન્ય ગુજરાતી શબ્દકોષમાં ન મળે. તે સ્વાભાવિક છે. એટલે જીવવિચાર રાસના પારિભાષિક શબ્દોને શાસ્ત્રોના અને ગુરૂગમના આધારે અહીં આલેખું છું. અકર્મભૂમિ - ત્રણ કર્મ - અસિ, મણિ, કૃષિ આદિના વ્યાપારથી, કાર્યથી રહિત દશ પ્રકારના
કલ્પવૃક્ષની સહાયથી જીવન વ્યતીત જે ક્ષેત્રમાં થાય તે અકર્મભૂમિ. મોક્ષ માટે અયોગ્ય ક્ષેત્ર ગણાય છ અકર્મભૂમિ ૮૬ છે. પ હેમવય, ૫ હિરણ્યવય, ૫ હરિવાસ પ રમ્યાવાસ,
૫ દેવકુરૂ, ૫ ઉતરકુરૂ એમ ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપ, અય્યત સમકિત-જે સમકિત એકવાર પ્રાપ્ત થયા પછી જાય નહિ તે, અપડિવાઈ સમકિત કે
અય્યત સમકિત. અજ્ઞાન = સમ્યક જ્ઞાનનો અભાવ કે મિથ્યાજ્ઞાન તે અજ્ઞાન. ક્ષયોપશમિકના અર્થમાં અજ્ઞાન છે.
મોક્ષમાર્ગની પ્રમુખતાને કારણે અહીં મિથ્યાજ્ઞાન સમજવું. મિથ્યાજ્ઞાન - મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી હોય.
રૂપર વિવેકથી રહિત, શરીરાદિ પદાર્થોને નિજ સ્વરૂપ માનવારૂપ જે પદાર્થજ્ઞાન થાય છે
તેને અજ્ઞાન કહે છે. અંડજ = ઈંડામાંથી ઉત્પન્ન થવાવાળા જીવ ખેચર જીવો. અંતર = કોઈ એક કાર્યવિશેષ કરી ચૂક્યા પછી જેટલા કાળ પછી એનું ફરીથી થવાનો સંભવ થાય
એટલા કાળને અંતર કહે છે. અંતરદ્વીપર એક દ્વીપના અંતરે બીજો દ્વીપ હોય તે અંતરદ્વીપ ચારે બાજુ સમુદ્ર અને વચ્ચે જમીન
હોય તે દ્વીપ તેવા મનુષ્યને રહેવાના અંતરદ્વીપ માત્ર લવણસમુદ્રમાં જ હોય. તે લઘુહિમવંતપર્વત અને શિખરી પર્વતના મૂળના ભાગ જે લવણ સમુદ્રમાં ચારે વિદિશામાં ફેલાયેલા છે. તેમાં જંબુદ્વીપની જગતીથી ૩૦૦ યોજન, સમુદ્રમાં અંદર જઈએ પછી
ક્રમશઃ સાત - સાત દ્વીપ ચોક્કસ અંતરે આવેલા છે. અંતર્મુહૂર્ત = સમયનું એક વ્યવહારિક માપ. તેમાં આંખના પલકારા જેટલા સમયથી માંડીને ૪૮
મિનિટમાં એક સમય ન્યૂન સુધીનો સમય આવે છે. તેને બે ઘડી ન્યૂન સમય પણ કહે છે. અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ એવો ઉલ્લેખ ગાથા નં. ૧૮૦ માં છે. જઘન્ય અંતર્મુહૂર્ત ૨ થી ૯ સમયનું હોય. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ૪૮ મિનિટમાંથી એક સમય ન્યૂન હોય. તેની વચ્ચેના જેટલા પણ સમયોવાળાં અંતર્મુહૂર્ત તે બધા મધ્યમ કહેવાય.
આ બધા અંતર્મુહૂર્તના પ્રકાર કહેવાય એ રીતે અસંખ્યાતા પ્રકાર બને છે. અપકાય = પાણી જ જેનું શરીર છે તે અપકાય. અનુત્તર વિમાન વિમાનવાસી દેવોમાં જેમના વિમાન બધાથી પ્રધાન શ્રેષ્ઠ અનુત્તર છે. તે અનુત્તર
વિમાન તે પાંચ છે એને તે ૧૨ દેવલોક તથા નવ ગવેયકની ઉપર આવેલા છે. અપર્યાપ્તા = જે જીવોએ સ્વયોગ્ય પર્યાતિઓ પૂર્ણ ન કરી હોય તેવા જીવો.