________________
૫૧૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
અભવ્ય -અભવી જેના સંસાર ભ્રમણાનો ક્યારેય અંત થતો નથી અને તે જીવને ક્યારેય સમ્યક્ત્વની
પ્રાપ્તિ થતી નથી. તે જીવો ક્યારેય મોક્ષમાં જતા નથી. અભક્ષ્ય =ધર્મની નીતિ નિયમોની અપેક્ષાએ નહિ ખાવા યોગ્ય પદાર્થ તે અભક્ષ્ય કહેવાય. ૨૨
જાતના અભક્ષ્ય ગ્રંથોમાં બતાવ્યા છે. અલ્પબદુત્વ એક બીજાની અપેક્ષાએ ઓછા - વધુપણાની રજૂઆત. અલોક = જયાં લોક નથી અર્થાત્ જ્યાં ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોનો અભાવ છે તે. ચૌદ
રાજલોક પ્રમાણ લોકની બહાર જે અનંત ક્ષેત્ર તે અલોક. અવગાહના-દેહમાન - શરીરની ઊંચાઈ. અવગાહિત ક્ષેત્ર, જીવે રોકેલી જગ્યા. આકાશ પ્રદેશને
રોકીને રહેવું તે. અવધિજ્ઞાન,અવધિદર્શન - મર્યાદિત જ્ઞાનદર્શન, રૂપી પદાર્થોનું જાણપણું ઈન્દ્રિયોની સહાયતા
વગર સાક્ષાત્ આત્માથી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અને અવધિજ્ઞાનાવરણીય અને અવધિ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદિત દ્રવ્ય, મર્યાદિત ક્ષેત્ર, મર્યાદિત કાળ અને મર્યાદિત ભાવનું જાણપણું તે અવધિજ્ઞાન -અવધિદર્શન. જે મર્યાદિત યથાર્થ જ્ઞાન તે.
સીમાથી યુક્ત હોવાને કારણે પરમાગમમાં એને સીમાજ્ઞાન પણ કહ્યું છે. અવસર્પિણી કાળ - અવ = ઉતરતો સર્પિણી = સાપની જેમ સાપ મોઢા પાસે જાડો હોય છે અને
પૂંછડી પાસે પાતળો થાય એવી રીતે ક્રમશઃ ઊતરતો કાળ. જે કાળમાં જીવોના સંઘયણ, સંસ્થાન, આયુષ્ય, અવગાહના, ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષાકારપરાક્રમ ક્રમશઃ ઘટતાં જાય છે તેમ જ પુદ્ગલોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઘટતાં જાય ધરતીના રસકસી ઘટતા જાય, અશુભ ભાવો વધતાં જાય એવો કાળ, હીયમાન સમય, કાળચક્ર કે સમયચક્રનો અડધો ભાગ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનો કાળચક્ર છે. તેમાંથી ૧૦ ક્રોડાકોડી સાગરોપમાં
જેટલો સમય. આવો કાળ માત્ર ભરત - ઇરવત ક્ષેત્રમાં જ છે. અવ્યવહારરાશિ = જે જીવો વ્યવહારની ગણતરીમાં આવ્યા નથી એટલે કે અનંતકાળથી જે જીવોએ
ક્યારેય નિગોદનું સ્થાન છોડ્યું નથી તે અવ્યવહારરાશિના જીવો છે. અસંજ્ઞી = જે જીવોને મન ન હોય તે, એટલે ભૂત – ભવિષ્ય - વર્તમાનનો વિચાર કરીને ન જીવે છે. આહારક શરીર = ૧૪ પૂર્વી સાધુને તપાદિથી લબ્ધિ ઉપજે તેનાથી ઉત્તમ પુદ્ગલો લઈને સ્ફટિક
સમાન અદશ્ય, શરીર. જઘન્ય, ૧ હાથ ન્યૂન ઉત્કૃષ્ટ એક હાથનું શરીર બનાવે. આયુષ્ય = જીવનું કોઈ વિવક્ષિત ટકી રહેવાપણું એ મર્યાદિત કાળનું નામ આયુષ્ય છે. ઈન્દ્રિય = રૂપી, પદાર્થોને આંશિક રીતે જાણવામાં સહાયભૂત થાય છે. આત્મારૂપી ઈંદ્ર જેના વડે
ઓળખાય તેને ઈન્દ્રિય કહેવાય. જ્ઞાનનું બાહ્ય સાધન તે ઈન્દ્રિય. જેના દ્વારા આત્મારૂપી ઈંદ્ર એશ્વર્યનો ભોગવટો કરે તે ઈંન્દ્રિય. ઈંદ્રિય પાંચ છે. ૧) શ્રોત્રેન્દ્રિય - જેનાથી શબ્દનું જ્ઞાન થાય છે તે કદંબપુષ્પના આકારવાળી છે. ૨) ચક્ષુઇંદ્રિય - જેનાથી રૂપ - વર્ણનું જ્ઞાન થાય છે તે મસુરની દાળના આકારવાળી છે. ૩) ધ્રાણેન્દ્રિય - જેનાથી ગંધનું જ્ઞાન થાય છે તે અતિમુકતકૂલના આકારવાળી છે. ૪) રસનેન્દ્રિય - જેનાથી સ્વાદ, રસનું જ્ઞાન થાય છે તે છૂરપલાની ધારના આકારવાળી છે.
૫) સ્પર્શનેન્દ્રિય - જેનાથી સ્પર્શનું જ્ઞાન થાય છે તે વિવિધ આકારવાળી છે. ઉત્સર્પિણીકાળ = ચડતો કાળ, કાલચક્રનો વર્ણાદિની વૃદ્ધિ પામતો અડધો ભાગ. વર્ધમાન સમય
અવસર્પિણીકાળથી ઉલ્ટો સમજવો. તેમાં જીવોના આયુ વગેરે ક્રમશઃ વધતાં જાય. આવો કાળ ભરત - ઈરવત ક્ષેત્રમાં જ છે.