________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૧૩ ઉત્તરવૈક્રિય શરીર = દેવાદિ પોતાનું મૂળ શરીર છોડ્યા વિના બીજું વેક્રિય શરીર બનાવે કે અન્ય
રૂપો વિદુર્વે તે ઉત્તર વૈક્રિય શરીર. ઉભિજ = જમીન ફોડીને ઉત્પન્ન થવાવાળા જીવ. વિકલેંદ્રિયમાંથી કેટલાંક જીવ આ રીતે ઉત્પન્ન
થાય છે. ઉદ્વર્તન તે સ્થાન મૂકીને આવવું ઉપાયોગ ચેતનાની પ્રવૃત્તિ, શબ્દાદિ વિષયમાં ઈન્દ્રિયોનું જોડાણ, જ્ઞાન-દર્શન. ઉપયોગ-૧૨ છે. ઉપપાત- ઓપપાતિક - આપોઆપ ઉત્પત્તિ. ઉત્પત્તિયોગ્ય સ્થાનવિશેષમાં જે જીવો ગર્ભમાં રહ્યા
વિના પોતાની મેળે ઉત્પન્ન થાય છે. ઓપપાતિક જીવો કહેવાય. નારકી અને દેવની
ઉત્પત્તિ ઓપપાતિક છે. ઔદારિક શરીર - જે સડી જાય, પડી જાય, વિણસી જાય, કોહવાઈ જાય, બગડી જાય, મૃત્યુ
પછી મૃતદેહ એમ જ પડી રહે એવું શરીર અથવા ઉદાર એટલે પ્રધાન - મુખ્ય -મોટું - સ્થૂળ જે તીર્થંકર ગણધર આદિ પુરૂષોને પ્રધાન એવી મોક્ષગતિ મોળવવામાં સહાય કરે તે
દારિક શરીર. કર્મ આત્માના ગુણોને આચ્છાદિત કરનારી પદ્ગલિક શક્તિ તે કર્મ. કર્મ આઠ પ્રકારના છે. ૧) જ્ઞાનાવરણીય કર્મ - આત્માના જ્ઞાનગુણને આવરનાર.
દર્શનાવરણીય કર્મ - આત્માના દર્શનગુણને આવરનાર. વેદનીય કર્મ - આત્માના અનંત આત્મિક સુખને રોકનાર કર્મ. મોહનીય કર્મ - આત્માને સત્ અસત્ ના વિવેકથી રહિત બનાવનાર, લાયક સમકિતા ગુણ ને અટકાવનાર કર્મ. આયુષ્ય કર્મ - આત્માને કેદીની માફક કોઈપણ એક ગતિમાં એક મર્યાદિત કાળ સુધી બાંધી રાખનાર કર્મ. નામ કર્મ - અરૂપી એવા આત્માને રૂપી બનાવનારૂં કર્મ. ગોત્ર કર્મ - આત્માનો અગુરુલઘુ ગુણ રોકનારૂં કર્મ.
અંતરાય કર્મ - દાનાદિ કાર્યોમાં અંતરાય (વિષ્ણ) પાડનાર કર્મ. કર્મની વર્ગણા = કાશ્મણ વર્ગણા - સમાન જાતિવાળા પુદ્ગલ સમુહને વર્ગણા કહેવાય છે. જે
પુદ્ગલ સમુહથી કર્મ બંધાય, કામણ શરીરની રચના થાય તે કાર્મણ વર્ગણા કહેવાય છે. કર્મભૂમિ અસિ = શસ્ત્ર ચલાવવા, મસિ = કલમ ચલાવવી વ્યાપાર કરવો, કૃષિ = ખેતી સંબંધી
કાર્યો કરવા એ ત્રણ પ્રકારના કર્મ - વડે જયાં આજીવિકા થાય તેને કર્મભૂમિ કહેવાય અથવા જેમાં મોક્ષમાર્ગને જાણનારા, તેનો ઉપદેશ કરનારા તીર્થંકર આદિ ઉત્પન્ન થઈ શકે છે તેને કર્મભૂમિ કહે છે. તેવી કર્મભૂમિ પંદર છે. પાંચ ભરત, પાંચ ઈરવત અને પાંચ
મહાવિદેહ. કષાય કમ્ + આય, કમ્ - સંસાર, આય = પ્રાપ્તિ જેનાથી સંસારની પ્રાપ્તિ - વૃદ્ધિ થાય તે
કષાય. આત્મામાં જે કલુષિતતા - મલિનતા ઉત્પન્ન કરે તે કષાય, કષાય ચાર પ્રકારના
છે. ક્રોધ = રીસ, ગુસ્સો, માન = અહંકાર, અભિમાન, માયા = કપટ, લોભ = મમત્વ. કાયયોગ = કાયાની પ્રવૃત્તિ - કાયાનો વ્યાપાર. આત્માનો કાયા વડે થતો પ્રયોગ. કાયસ્થિતિ - કોઈ એક જ અવસ્થામાં લગાતાર ઉપજવું તે કાળ કાયાસ્થિતિ કહેવાય. કાર્મણ શરીર - જેમાં આઠે કર્મના સ્કંધ સંગ્રહિત રહે છે તે. આ શરીર સર્વ સંસારી જીવોને હોય છે.
કાર્મણ વર્ગણાઓ આત્મા વડે જ્યાં સંગ્રહિત કરાય તેને કાશ્મણ શરીર કહે છે.