________________
૫૧૪
કાળ
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
સમય - વખત - કાળ દ્રવ્ય - સમય બતાવનાર, નવાને જૂના બનાવનાર એક દ્રવ્ય. કાળનાં ત્રણ પ્રકાર છે. સંખ્યાતો કાળ, અસંખ્યાતો કાળ અને અનંતો કાળ. સંખ્યાતો કાળ - સૂત્રકારે જેને સંખ્યાતાકાળની ઉપમા આપી છે તેટલો કાળ. અંતર્મુહૂર્તથી પૂર્વક્રોડ સુધીનો કાળ.
અસંખ્યાતો કાળ- પૂર્વક્રોડ ઝાઝેરાની સંખ્યા, પલ્યોપમ, સાગરોપમ વગેરે છે. અનંતકાળ - અસંખ્યાતા કાળ પછીનો કાળ અનંતકાળ કહેવાય.
કાળધર્મ - એક ગતિમાંથ બીજી ગતિમાં જવું.
કેવળી
ચાર ઘાતીકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મામાં જે સર્વકાલીન, સંપૂર્ણજ્ઞાન ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાન કેવળદર્શનના ધારક મહાન આત્માને કેવળી કહેવાય છે. સર્વજ્ઞ - ત્રણેકાળ - ત્રણે લોકની વાત જાણનાર કેવળી કહેવાય છે.
કેવળજ્ઞાન,કેવળદર્શન - કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી લોકાલોકમાં રહેલાં સર્વકાળના સર્વદ્રવ્યોના સર્વ ગુણોની સર્વ પર્યાયને આત્મા દ્વારા એક - સાથે જાણે તે કેવળજ્ઞાન અને જુએ તે કેવળદર્શન.
ગતાગતિ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે ગતિ. ત્યાંથી પાછા બીજી પૂર્વ અવસ્થામાં આવવું તે આગતિ = ગતાગતિ.
ગર્ભજ
ગર્ભમાં ઉત્પન્ન થવાવાળા જીવો. ગર્ભજ મનુષ્યો. ગર્ભજ પ્રાણીઓ વગેરે જે જીવો સ્ત્રી પુરૂષના સંયોગથી ગર્ભમાં ઉત્પન્ન થાય તે ગર્ભજ જીવ કહેવાય.
ચારિત્ર આત્મગુણમાં વિચરવું તે ચારિત્ર. આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે ચારિત્ર આત્મશુદ્ધિ માટે કરાતી પ્રકૃષ્ટ સાધના તે ચારિત્ર. તેવા ચારિત્ર પાંચ પ્રકારના છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત.
=
ચૌદ પૂર્વઘર - જૈનાગમોમાં મુખ્ય અંગસૂત્રો બાર છે. તેમાં બારમા અંગસૂત્ર દૃષ્ટિવાદના પાંચ અધ્યયન છે. પરિક્રમ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા એમાંથી ત્રીજા પૂર્વગતના ચૌદ વિભાગ છે. તેને પૂર્વ કહેવાય. જે મહાત્મા આ ચૌદપૂર્વનું જ્ઞાન ધરાવતા હોય તેમને ચૌદપૂર્વધર કહે છે. આ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન હોવાને કારણે એમને શ્રુતકેવળી પણ કહેવાય છે. = સૌથી ઓછું. અલ્પતમ
જઘન્ય
જરાયુજ = જરા (ઓર, નાળ વગેરે) થી વેષ્ઠિત થઈને ઉત્પન્ન થવાવાળાં જીવો. મનુષ્ય, ગાય
વગેરે.
જાતિ = જે નામકર્મના ઉદયથી જીવના એકેન્દ્રિયાદિ વિભાગ થાય તે જાતિનામ કર્મ.
જાતિ પાંચ પ્રકારની છે.
એકેન્દ્રિય - જેને એક ઈન્દ્રિય સ્પર્શનેન્દ્રિય હોય તેવા જીવો એકેન્દ્રિય કહેવાય છે. બેઈન્દ્રિય -જેને બે ઈન્દ્રિયો સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય હોય તેને બેઈન્દ્રિય કહેવાય છે. તેઈન્દ્રિય જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય એ ત્રણ ઈન્દ્રિયો હોય તેવા જીવોને તેઈન્દ્રિય કહેવાય છે.
ચૌરેન્દ્રિય - જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય હોય તેવા જીવો ચૌરેન્દ્રિય કહેવાય છે.
-
પંચેન્દ્રિય - જેને પૂર્વોક્ત ચાર અને પાંચમી શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈંદ્રિયો હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે.
જોઅણ - યોજન - જોજન - ૪ ગાઉનું એક યોજન થાય છે. જૈન દર્શનમાં દર્શાવેલું ક્ષેત્રનું ૧ માપ.