________________
૩૯૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત મનુષ્યની જેમ તેમની બુદ્ધિ ખાસ વિકસેલી હોતી નથી. વ્રતપાલન કરે પણ તેમને કેવળજ્ઞાન ન થઈ શકે. દેવ-નરકમાં પણ કોઈ પુરૂષાર્થ ન કરી શકે. જન્મથી અવધિજ્ઞાન હોય અને સંજ્ઞીતિર્યંચમાં સમ્યફ પુરૂષાર્થથી અવધિજ્ઞાન થઈ શકે પણ મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તો ફક્ત મનુષ્યને જ થઈ શકે છે. માટે મનુષ્ય ભવ જ મહત્ત્વનો છે.
દુર્લભ એવા મનુષ્ય ભવને સફળ બનાવવા શું કરવું જોઈએ એનો ઉપદેશ નીચેની ગાથા દ્વારા મળે છે. ૧૭૧ દીન ઉધાર નિ પરમ ઉપગાર, વીવહાર ચુધ રાખઈ નર સાર,
જે નર જપતા શ્રી નકાર, સફલ કર્યો માનવ અવતાર. ૧૭૨ ગુણવંતના ગુણ બોલઈ સદા, કઠણ વચન વિભાખઈ કદા,
વવેક ધરઈ અંદ્રી દમ કરઈ, હીતકારી વાણી ઓચરઈ. ૧૭૩ એહેવા બોલ અનેરા જેહ, સુપરષ નર આદરતા તેહ.
તે માનવ જગમાંહિ સાર, ગર્ભજ નરનો કહ્યો વિચાર. આ ત્રણ ગાથાની અંદર સુપુરૂષ એટલે શ્રાવક હોય તે કેવા બોલની આરાધના કરવાવાળા હોય તેનું સુંદર નિરૂપણ કર્યું છે. જે દીન-દરિદ્ર છે તેમને ઉદ્ધાર કરનાર, બીજા જીવો પર ઉપકાર કરનાર, વ્યવહાર ચોખ્ખો રાખનાર, ગોલમાલ ન કરનાર, નવકાર મંત્રનું સદા રટણ કરનાર, હંમેશાં ગુણીજનોના ગુણ પ્રગટ કરનાર. કર્કશ વચનો ક્યારેય ન બોલે, વિવેકપાન, ઈંદ્રિયોનું દમન કરનાર, હીતકારી વચનો બોલનાર. આવા અનેરા બોલ જે સુપુરૂષ હોય તે આદરે છે. એવા માનવનું જીવન જ જગતમાં સારરૂપ છે. એનો જ માનવ અવતાર સફળ થાય છે. ૨૮૬ ણી પઈરિ ભમીઓ વાર અનંતી તો હુ વીષઈ નવ્ય પાપ બંમતી,
ત્રષ્ના તરૂણી તે ન સમંતી, વાત કરઈ જીવ મળ્યમાં ગમતી.
આ ગાથાની પૂર્વેની ગાથામાં કેવા કર્મો કરવાથી કેવા જીવો નરકે ગયા એની વાત કરી છે. એના અનુસંધાનમાં કહે છે કે નરકગામી જીવોની માફક આપણે પણ અનંતી વાર નરકમાં ભમી આવ્યા છીએ, છતાં વિષયોમાં લુબ્ધ થઈને પાપને વમતા (છોડતા) નથી. વિષયો પાપને છોડવા દેતા નથી, તૃષ્ણા પણ તરૂણીની જેમ યુવાનો જ રહે છે એ પણ શમતી નથી. પોતાને મનમાં આવે એ જ રીતે વર્તે છે જેને કારણે અનંતોકાળ ફર્યા કરે છે. ૨૮૭ મનગમતું બોલિ સહી, ન કરઈ તત્ત્વ વીચાર,
નર નિ નર્ચ જવા તણાં, લખ્યણ ભાખ્યા ચ્યાર. ૨૮૮ ક્રોધ ઘણો નીદ્રા બહુ આકાર તણો નહીં પાર,
વીષઈ ત્રપતિ નવી પામતો, તસ નર્ગિ અવતાર. ૨૮૯ તેણઈ કારણિ નર ચેતયો, કયો ધર્મ સુસાર
અરિહંત સીધ મૂની સમરતાં, નરગિ નહી અવતાર.