________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૯૩
થાય છે. મનુષ્ય ભવ મળવો દુષ્કર છે. આ ભવ ‘દેવ, ગુરૂ, ધર્મની’ આરાધના વગર વ્યર્થ જાય તો એ ભવને ખોઈ નાંખવા જેવી વાત છે. કેવળી પ્રરૂપિત ધર્મનું સેવન કરવા સામાયિક-પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ કરવાનું હોય એના બદલે પરનિંદામાં અટવાઈ જાય તો ધર્મ કરી શકે નહિ, પંચમહાવ્રતધારી અહિંસાનું પૂર્ણપણે પાલન કરનાર ગુરૂને બદલે હિંસાદિ ક્રિયાકાંડો કરાવનાર ગુરૂના સંગથી પણ ખૂબ નુકશાન થાય છે. તેમ જ ૩૪ અતિશય, ૩૫ વાણી, ૮ મહાપ્રતિહાર્ય સહિત, ૧૮ દોષ રહિત, ૧૨ ગુણ સહિત કેવળજ્ઞાની એવા તીર્થંકર શ્રી જિનપ્રભુ સિવાય બીજા કોઈપણ સરાગી દેવ કે ઈશ્વરને મનથી સ્મરે નહિ, વચનથી ગુણકીર્તન કરે નહિ અને કાયાથી વંદન, નમસ્કાર વગેરે કરે નહિ તો જ સાચી જિનપૂજા થઈ કહેવાય. આવી જિનપૂજા ન કરે તો મનુષ્યભવ મુદ્દલ ખોવાઈ જાય છે.
૧૬૭
નવયોવન મદમાતો ફરયો, જૂં રમીઓ ગુણિકા શંગ કર્યો. આહેડો કીધો અતિ ઘણું હાર્યા મુરિખ માનવપણું
યુવાનીમાં મદમાતો ફર્યો અથવા મદિરાપાન કરીને માદક પદાર્થોનું સેવન કરીને મદમાં કેફમાં રહ્યો, જુગાર રમ્યો, વેશ્યાનો સંગ કર્યો અને શિકાર કરવામાં રહ્યો એ એની મુર્ખાઈને કારણે માનવપણું હારી ગયો.
૧૬૮
સફલ હુઓ તેહનો અવતાર, જેણઈ નરઈ કીધો તત્ત્વ વીચાર, સમકીત સીલ રયણ જેણઈ ધર્યું, પાત્રિં દાન જેણઈ આદરયું.
ખોઈ દીધેલા, હારી ગયેલા માનવભવને સુધારવો હોય, સફળ કરવો હોય તો તત્ત્વનો વિચાર કરવો જોઈએ. નવ તત્ત્વનો અભ્યાસ કરીને તેમાંથી હેય, જ્ઞેય, ઉપાદેય તત્ત્વો જાણીને તે પ્રમાણે વર્તાય તો બેડો પાર થાય. તત્ત્વ વિચારણાથી સમકિત રત્ન પ્રાપ્ત થાય. સમકિતથી શીલ રત્નની પ્રાપ્તિ થાય છે. દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મના પાયા ગણાય છે. માટે એ પાયાને મજબૂત બનાવવા જોઈએ. સુપાત્રને દાન આપવાથી જીવન સાર્થક બની જાય છે.
આવો દુર્લભ મનુષ્ય ભવ બધા ભવ કરતા ઓછી વાર પ્રાપ્ત થાય છે. સમુચ્ચય જીવો આશ્રી અનાદિકાળની સરેરાશ કાઢતાં ભગવંતે આગમમાં વર્ણવ્યું છે કે આ જીવે સર્વથી થોડો કાળ મનુષ્યગતિમાં પસાર કર્યો છે. તેનાથી અસંખ્યાતગણો કાળ નરકગતિમાં, તેનાથી અસંખ્યાતગણો કાળ દેવગતિમાં, એનાથી અનંતગણો કાળ તિર્યંચ ગતિમાં પસાર કર્યો છે. કવિ ઋષભદાસ માનવભવની દુર્લભતા વિશે જણાવે છે કે
૧૭૪
‘ગર્ભજ નર જગમ્હાં વડો, મુગતિ પંથ જસ હોઈ.’
ગર્ભજ મનુષ્યનો ભવ બધા ભવમાં શ્રેષ્ઠ ભવ છે એમાં જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. એ જ ઉપદેશ આ ગાથા દ્વારા મળે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાંથી મનુષ્ય ગતિ જ શ્રેષ્ઠ છે. તિર્યંચ એટલે કાંઈક ખામીવાળા જીવ