________________
૩૯૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત બાર વ્રત નીચે મુજબ છે. જે નિષેધાત્મક રૂપે બતાવાયા છે. અર્થાત્ આ વ્રતપાલન ના કરવાથી ઘણાં ભવ ખોઈ નાંખ્યા છે. (૧) જીવતણી નવ્ય રીખ્યા કરઈ - પ્રથમ વ્રત અહિંસાનું છે એમાં જીવની રક્ષા
કરવાનું વિધાન કર્યું છે. જીવદયાનું પાલન કરવાથી અહિંસાનું પાલન થાય છે અને જીવદયા ન પાળવાથી વ્રતભંગ થાય છે. અલીઆ વચન મુખથી ઉચરઈ - જૂઠું બોલ્યા હોય. બીજું વ્રત સત્યવ્રત છે. ખોટું બોલવાથી સત્યવ્રતનો ભંગ થાય છે. ચોરી કરે - ત્રીજું વ્રત અચોર્ય છે. એનો ચોરી કરવાથી ભંગ થાય છે. પરરમણી ધરે-ચોથું વ્રત બ્રહ્મચર્યનું છે એમાં પોતાની પત્નીથી સંતોષ માનવાનો હોય છે પરસ્ત્રીને ધરવાથી ચોથું વ્રત ખંડિત થાય છે. તેમ જ પાપનો ઘડો ભરાઈ જાય છે. પાપિ પરિગ્રહ મેલિ બહું - પાંચમું વ્રત અપરિગ્રહનું છે. પાપકારી કાર્યો કરીને ખૂબ પરિગ્રહ એકઠો કરવાથી પાંચમું વ્રત તૂટે છે. અગડવ્રત ખચાં સટુ - છઠું વ્રત દિશાઓની મર્યાદા બાંધવા માટેનું છે. એ
વ્રત લઈને ખંડિત કરે જેથી છઠું વ્રત તૂટે છે. (૭) ભખ્ય અભખ્યનો કરતો આહાર-સાતમું વ્રત ઉપભોગ-પરિભોગની દ્રવ્ય મર્યાદા
કરવા માટેનું છે. ખાવાયોગ્ય વસ્તુઓ પણ બધી નથી ખાવાની એમાં પણ મર્યાદા કરવાની છે. પણ જે ભક્ષ્યાભઢ્યના વિવેક વગર ખા-ખા કર્યા કરે છે એ દુર્લભ એવા મનુષ્યભવને ખોઈ દે છે. હાશ-વિનોદ બહુ ક્રીડા કરી, આઠમું વ્રત અનર્થાદંડનું છે. કારણ વગરના કાર્યો, ઠઠ્ઠા, મશ્કરી વગેરે કરવાથી આ વ્રત તૂટે છે. સમતા અંગ ન આયો - નવમું વ્રત સામાયિકનું છે એમાં સમતા રાખવાની
હોય છે સમતા ન રાખે તો આ વ્રત તૂટી જાય છે. (૧૦) ક્રોધ કરી ભવ ખોઈ સદા - ૧૦ મું વ્રત જીવ કરે નહિ. (૧૧) પોષધ વ્રત અગિયારનું છે – પોષધ વ્રત જીવ કરે નહિ (૧૨) ઊંચો હાથ કીધો ન તેણ-દાન ન દીધું હોય. ૧૨મું વ્રત અતિથિ સંવિભાગનું
છે. દાન ન દે તો આ વ્રતનું પાલન થતું નથી. આમ ૧૨ વ્રત, તપ, જપ, ક્રિયા ન કરવાને કારણે મૂરખ માનવી ઘણાં ભવ ખોઈ દે છે.
આવી રીતે ૧૨ પ્રકારના વ્રત આદરવાને બદલે પરનિંદા કરે તો દુર્લભ એવો મનુષ્ય ભવ ખોઈ નાખે છે એ વાત નીચેની ગાથામાં કહી છે. ૧૬૬ પરનંદા કરતા ભવ ગયો, સહિ ગુરૂ શંગ કહીં નવિ થયો,
શ્રી જિનપૂજા ન કરી કદા, માનવનો ભવ ખોયો મુદા. આ ગાથા દ્વારા સાચા દેવ, ગુરૂ, ધર્મને અંગીકાર કરવાની ભાવના વ્યક્ત
(૯).