________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૯૧ (૮) કૂર્મ – કાચબો - એક ગીચોગીચ શેવાળથી ભરેલા તળાવમાં એક વખત
પવનના ઝપાટાથી શેવાળના પડમાં એક બાકોરૂં પડી ગયું ત્યાં નીચે રહેલા કાચબાએ એ બાકોરામાંથી જોયું તો નિરભ્ર આકાશમાં પૂનમનો ચંદ્ર ચમકી રહ્યો હતો અને આજુબાજુ તારાઓ ટમટમી રહ્યા હતા. આવું અદ્ભુત દૃશ્ય એને પોતાના પરિવારજનોને બતાવવાનું મન થયું. તે પોતાના પરિવાર જનોને બોલાવવા ગયો એટલી વારમાં તો પેલું બાકોરૂં પૂરાઈ ગયું. પાછું ક્યારે ત્યાં બાકોરું પડે ને સાથે સાથે પૂનમનો યોગ હોય ને આકાશ પણ નિરભ્ર હોય ત્યારે એ દૃશ્ય જોવા મળે!! એ જ રીતે મનખાદેહ મળવો મુશ્કેલ છે. યુગ - આ દષ્ટાંત કલ્પનાથી સંબંધ રાખે છે. ધારો કે અસંખ્યાત યોજનવાળા સમુદ્રના એક છેડેથી યુગ (બળદની ગાડીમાં બળદના કાંધ પર રખાતી ઘોંસરી) રાખવામાં આવે ને બીજે છેડેથી એની ખીલી નાંખવામાં આવે અને એ બંને વહેતા વહેતા એક બીજામાં મળી જાય એ વાત જેમ દુર્લભ છે એમ
માનવભવ મળવો દુર્લભ છે. (૧૦) પરમાણુ - એક સ્તંભનું બારીક ચૂર્ણ એક બારીક ભૂંગળીમાં ભરીને એક
પર્વત પરથી કોઈ દેવ તેને ફેંક વડે ચોતરફ ફેલાવી દે પછી એ ચૂર્ણના બધા પરમાણુ એકત્ર કરી ફરી સ્તંભનું નિર્માણ કરવું જેમ દુષ્કર છે એમ મનુષ્ય ભવ મેળવવો દુષ્કર છે.
આ બધા દૃષ્ટાંતોનો સાર એ જ છે કે ખૂબ મુશ્કેલીથી મળેલો આ મનુષ્યભવ વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે, ત્યાર પછીની ગાથામાં ૧૨ વ્રત રૂપ ધર્માચરણ ન કરવાથી શું ગેરફાયદો થાય તેની વાત કહી છે. એ જાણ્યા પછી ૧૨ વ્રતનું આચરણ કરીએ. જેથી ફરી ફરી મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે.
બાર વ્રતનું પાલન ન કરવાથી દુર્લભ એવો મનુષ્યભવ એળે જાય છે. એ નીચેની ગાથાઓથી સ્પષ્ટ થાય છે. ૧૬૨ જીવતણી નવ્ય રીખ્યા કરઈ, અલીઅ વચન મુખથી ઉચરઈ,
ચોરી કરઈ પરરમણી ઘરઈ, પાપકારી ઘચ્યો તઈ ભરઈ. ૧૬૩ પાપિ પરિગ્રહિ મેલિ બહુ, લેઈ અગડ વ્રત ખડયાં સહુ,
ભખ્ય અભખ્યનો કરતો આકાર, હારઈ માનવનો અવતાર. ૧૬૪ હાશ વિનોદ બહુ ક્રીડા કરી, ચાલ્યો ઘટ બહુ પાર્ષિ ભરી,
સમતા અંગિ ન જાણઈ જેણ, ઊંચો હાથ ન કીધો તેણ, ૧૬૫ પોષધ વરત ન જાણઈ જેણ, ઊંચો હાથ ન કીધો તેણ,
ન લહી તપ જપ ક્યરીઆ વાત, મૂરિખ ઘણા ભવ ખોઈ જાત.
આ ચાર ગાથામાં ચરણકરણનુયોગદષ્ટિગોચર થાય છે. ચરણકરણાનુયોગમાં બાર વ્રતનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જે આ ચાર ગાથામાં સમાઈ જાય છે. આ