________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૯૫ આ ત્રણ ગાથાની અંદર નારકીમાં જવાના લક્ષણ અને તેનાથી બચવાના ઉપાય બતાવી દીધા છે.
જે વ્યક્તિ તત્ત્વનો વિચાર કર્યા વગર મનફાવે તેમ બોલે એને માટેનરકના દ્વાર ખુલ્લી જાય છે. નરકમાં જવાના ચાર લક્ષણ બતાવ્યા છે. ખૂબ જ ક્રોધ, ગુસ્સો, રોષ કરે, ખૂબ નિદ્રા કરે, કુંભકર્ણની માફક સૂતો રહે, ખૂબ જ આહાર કરે (માંસાહાર કરે) અને વિષયો ભોગવવામાં તૃપ્તિ ન પામે એવો જીવ નરકમાં ઉપજે છે. આ ચાર કારણે જાણીને હે નર! તું ચેતી જા અને સારરૂપ એવા ધર્મમાં જોડાઈ જા. અહિંસા એ સર્વધર્મનો સાર છે માટે કવિએ જીવદયા પર પણ ભાર મૂક્યો છે.
અહિંસા જૈન ધર્મમાં પંચમહાવ્રત-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું અદકેરું સ્થાન છે. એમાં અહિંસાનું સ્થાન અતિ મહત્ત્વનું છે. અન્ય ધર્મોમાં પણ અહિંસાની વાત કરવામાં આવી છે પરંતુ તે મનુષ્ય કે બહુ બહુ તો સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય (પશુ-પક્ષી) સુધી જ સીમિત છે. જ્યારે જેન ધર્મની અહિંસા જીવમાત્ર માટે છે અને તે સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની જયણાનો ઉપદેશ આપે છે.
અ = નહિ, હિંસા = કોઈપણ પ્રાણીનો ઘાત કરવો, અપશબ્દ બોલવા તથા માનસિક રૂપથી કોઈનું અહિત ચિંતવવું એ હિંસા છે. અહિંસા એટલે હિંસા ન કરવી તે પ્રાણીમાત્ર પ્રત્યે દુર્ભાવનો અભાવ તથા સમજવાનો નિર્વાહ અહિંસા જાગ્રત આત્માનો ગુણવિશેષ છે.
અહિંસા માનવજાતિના ઊર્ધ્વમુખી વિરાટ ચિંતનનું સર્વોત્તમ વિકાસબિંદુ છે. લૌકિક અને લોકોત્તર બંને પ્રકારના મંગલજીવનનો મૂળ આધાર અહિંસા છે.
વ્યક્તિથી પરિવાર, પરિવારથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી. વિશ્વબંધુત્વનો જે વિકાસ થયો કે થઈ રહ્યો છે એના મૂળમાં અહિંસાની પવિત્ર ભાવના જ કામ કરે છે. અહિંસાનો સ્વીકાર લગભગ બધા ધર્મદર્શનોમાં કોઈને કોઈ રીતે કરાયો છે.
અહિંસાના બે પ્રકાર છે નિષેધાત્મક અને વિધેયાત્મક. (૧) નિષેધનો અર્થ છે ન કરવું - કોઈપણ જીવનો પ્રાણઘાત ન કરવો.
(૨) વિધેયનો અર્થ છે કરવું - દયા, કરૂણા, મૈત્રી, પ્રેમ વગેરે કરવા. આ બંને પ્રકારની અહિંસા જીવનમાં પ્રગટે તો જ તેજ આવે. આ પ્રકારની અહિંસાને જ ક્ષત્રિયનો ગુણ કહ્યો છે.
અહિંસાનો નિષેધાત્મક અર્થ ખાસ કરીને વધારે પ્રચલિત છે જેમ કે કોઈની હિંસા ન કરવી, મારવું નહિ, હાનિ ન પહોંચાડવી, અપશબ્દ ન બોલવા વગેરે પરંતુ સાથે સાથે વિધેયાત્મક અહિંસા-પ્રેમ સદ્ભાવ, સેવા, કરૂણા, આત્મવત્ વ્યવહાર વગેરેને પણ પ્રચલિત કરવાની જરૂર છે બંને પ્રકારની અહિંસાનું પાલના એટલે જ